Get The App

ડેટા લીકમાં તમારું નામ છે કે નહીં કેવી રીતે જાણશો?: ગૂગલનો ઉપયોગ કરી આ રીતે ચેક કરો…

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
ડેટા લીકમાં તમારું નામ છે કે નહીં કેવી રીતે જાણશો?: ગૂગલનો ઉપયોગ કરી આ રીતે ચેક કરો… 1 - image


How To Check Your Password is Leak? : હાલમાં જ ખૂબ જ મોટા પ્રમાણમાં ડેટા લીકના સમાચાર બહાર આવ્યા હતા. એમાં ગૂગલના જીમેલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને Xના 16 બિલિયન એકાઉન્ટના ડેટા લીક થયા હતા. આ ડેટા કંપનીની વેબસાઇટ પરથી ચોરી કરવામાં નથી આવ્યા, પરંતુ ઇન્ફોસ્ટીલર મેલવેર દ્વારા ચોરી કરવામાં આવ્યા છે. આ મેલવેર ઘણી પર્સનલ ડિવાઇસમાં આવ્યો હતો અને ત્યાર બાદ ધીમે-ધીમે ડેટા ચોરી કરવામાં આવ્યા હતા. જોકે આ લીકમાં કયા યુઝર્સનો સમાવેશ થાય છે એ ચેક કરવા માટે કેટલીક પદ્ધતિ છે જેથી યુઝર તેમના પાસવર્ડને ચેન્જ કરી શકે.

ગૂગલનું પાસવર્ડ ચેકઅપ ટૂલ

ગૂગલ દ્વારા એક ખૂબ જ સરળ ટૂલ પાસવર્ડ ચેકઅપ ટૂલ આપવામાં આવ્યું છે. એની મદદથી ડેટા બ્રિચમાં જે-તે યુઝર્સનો સમાવેશ થયો છે કે નહીં એ ચેક કરી શકાય છે. આ ફીચર ગૂગલ એકાઉન્ટ અને ક્રોમ બ્રાઉઝરમાં પહેલેથી જ છે. આ ફીચર યુઝરના જાણીતા પાસવર્ડને ડેટા લીક સાથે સરખાવે છે. જો એ પાસવર્ડ લીક થયો હોય અથવા ફરી ઉપયોગમાં આવ્યો હોય તો એ વિશે આ ટૂલ જણાવી દેશે.

કેવી રીતે ડેસ્કટોપ પર ઉપયોગ કરશો?

આ માટે ડેસ્કટોપમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીને એમાં passwords.google.com પર જવું. ત્યાર બાદ ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન કરવું. એ કર્યા બાદ પાસવર્ડ ચેકઅપ પર ક્લિક કરવું. એ કરતાંની સાથે જ ડેટા સ્કેન થવાનું શરુ થશે. આ પૂરું થતાં જ જણાવી દેશે કે યુઝરનો પાસવર્ડ લીક થયો છે કે નહીં.

ડેટા લીકમાં તમારું નામ છે કે નહીં કેવી રીતે જાણશો?: ગૂગલનો ઉપયોગ કરી આ રીતે ચેક કરો… 2 - image

ક્રોમ બ્રાઉઝર પર કેવી રીતે ચેક કરશો?

આ માટે ગૂગલ ક્રોમ ઓપન કરવું અને જમણી બાજુ ઉપરની સાઇડ ત્રણ ડોટ બટન છે એના પર ક્લિક કરવું. સેટિંગ્સમાં જઈને ઓટોફીલ અને પાસવર્ડ પર ક્લિક કરીને ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કરવું. ત્યાર બાદ ચેકઅપ પર ક્લિક કરવું અને એનાથી યુઝરને જણાવી દેવામાં આવશે કે તેના ડેટા લીક થયા છે કે નહીં. આથી જો એ હોય તો તરત જ પાસવર્ડ બદલી કાઢવો.


ડેટા લીકમાં તમારું નામ છે કે નહીં કેવી રીતે જાણશો?: ગૂગલનો ઉપયોગ કરી આ રીતે ચેક કરો… 3 - image

મોબાઇલ પર ચેક કરવાની રીત

આ માટે એન્ડ્રોઇડ મોબાઇલમાં સેટિંગ્સમાં જઈને પાસવર્ડ મેનેજર સર્ચ કરવું. એના પર ક્લિક કરી પાસવર્ડ ચેકઅપ પર ક્લિક કરી સ્કેન કરવું. એપલમાં આ માટે ક્રોમ ઓપન કરવું અને ત્યાર બાદ સેટિંગ્સમાં પાસવર્ડ મેનેજરમાં ચેકઅપ પર ક્લિક કરવું. આ રીતથી જાણી શકાશે કે ડેટા લીકમાં નામ આવ્યું છે કે નહીં.

આ પણ વાંચો: વોટ્સએપને વધુ પર્સનલ બનાવવા માટે આવી ગયું નવી ફીચર: ચેટ માટે હવે વોલપેપર જનરેટ કરવા દેશે મેટા AI

પાસવર્ડ ડેટા લીકમાં હોય તો શું કરશો?

આ માટે સૌથી પહેલાં પાસવર્ડને ચેન્જ કરવો. ચેન્જ કરેલો પાસવર્ડ અન્ય કોઈ પ્લેટફોર્મ પર ઉપયોગમાં ન આવ્યો હોય એવો રાખવો. ત્યાર બાદ કોઈ પણ પ્લેટફોર્મ હોય એમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન હશે એને ઓન કરી દેવું. આ સાથે જ થર્ડ-પાર્ટીને એપ્સ એક્સેસ આપ્યું હોય તો એને કાઢી નાખવું. ઘણી વાર ગેમ્સ રમવા માટે ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામનું એક્સેસ આપ્યું હોય છે એને કાઢી નાખવું. આ સાથે જ મોટાભાગની ઍપ્લિકેશન માટે હવે પાસકી ફીચર્સ આવી ગયા છે એનો ઉપયોગ કરવો શરુ કરવો.

Tags :