Science & Technology

વોટ્સએપને વધુ પર્સનલ બનાવવા માટે આવી ગયું નવી ફીચર: ચેટ માટે હવે વોલપેપર જનરેટ કરવા દેશે મેટા AI

By GS Team
23 Jun 20252 mins read
This article was originally published on 23 Jun 2025
TukuTouch Logo
વોટ્સએપ દ્વારા હાલમાં એન્ડ્રોઇડ એપ માટે એક નવી અપડેટ 2.25.19.11 લોન્ચ કરવામાં આવી છે. આ અપડેટ બીટા પ્રોગ્રામ હેઠળ છે જેમાં યુઝર્સ પોતાની ચેટ માટે AI વોલપેપર જનરેટ કરી શકશે. આ માટે વોટ્સએપ મેટા AIનો ઉપયોગ કરે છે. યુઝર પોતાનું કસ્ટમાઇઝ ચેટ અનુભવ મેળવી શકે એ માટે આ ફીચરને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે હાલમાં એ પરીક્ષણ હેઠળ છે. અત્યાર સુધી વોટ્સએપ દ્વારા બેકગ્રાઉન્ડ ઇમેજ આપવામાં આવી હતી એ મૂકી શકાતી હતી, પરંતુ હવે AIની મદદથી એ જનરેટ પણ કરી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સએપને વધુ પર્સનલ બનાવવા માટે આવી ગયું નવી ફીચર: ચેટ માટે હવે વોલપેપર જનરેટ કરવા દેશે મેટા AI

WhatsApp New AI Wallpaper Feature : વોટ્સએપ દ્વારા હાલમાં એન્ડ્રોઇડ એપ માટે એક નવી અપડેટ 2.25.19.11 લોન્ચ કરવામાં આવી છે. આ અપડેટ બીટા પ્રોગ્રામ હેઠળ છે જેમાં યુઝર્સ પોતાની ચેટ માટે AI વોલપેપર જનરેટ કરી શકશે. આ માટે વોટ્સએપ મેટા AIનો ઉપયોગ કરે છે. યુઝર પોતાનું કસ્ટમાઇઝ ચેટ અનુભવ મેળવી શકે એ માટે આ ફીચરને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે હાલમાં એ પરીક્ષણ હેઠળ છે. અત્યાર સુધી વોટ્સએપ દ્વારા બેકગ્રાઉન્ડ ઇમેજ આપવામાં આવી હતી એ મૂકી શકાતી હતી, પરંતુ હવે AIની મદદથી એ જનરેટ પણ કરી શકાશે.

યુઝરના હાથમાં ક્રિએટિવ કન્ટ્રોલ

આ ફીચરનો ઉપયોગ યુઝર્સ ચેટ થીમ સેટિંગ્સમાંથી કરી શકશે. વોટ્સએપ દ્વારા જે-તે વોલપેપર આપવામાં આવ્યા છે એનો ઉપયોગ કરી શકાશે અથવા તો યુઝર ટેક્સ્ટની મદદથી મેટા AIને કમાન્ડ આપીને નવા વોલપેપર જનરેટ કરી શકશે. આથી દરેક યુઝર પોતાની કલ્પના અનુસારની ચેટ થીમ બનાવી શકશે તેમજ એને અન્ય કરતાં એકદમ યુનિક પણ બનાવી શકશે. આથી મેટા દ્વારા ક્રિએટિવ કન્ટ્રોલ હવે કંપનીના કર્મચારીઓના હાથમાં નહીં, પરંતુ યુઝર્સના હાથમાં આપવામાં આવી રહ્યો છે.

કસ્ટમાઇઝેશન કેવી રીતે કરી શકશો?

યુઝર પોતાની ચેટ, ગ્રુપ અથવા ચેનલ માટે આ વોલપેપર રાખી શકે છે. તેમ જ AI દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવેલ ચેટ ફક્ત જે-તે વ્યક્તિની ચેટ માટે પણ રાખી શકાશે. આથી જે-તે વ્યક્તિ સાથે જે પ્રકારનો સંબંધ હોય એ પ્રમાણેની થીમ રાખી વાત કરી શકાશે. આ થીમની મદદથી ચેટની એક વિઝ્યુઅલ ઓળખ ઊભી થશે. આ ફીચર દ્વારા યુઝરનો વાત કરવાનો અનુભવ વધુ સારો બને એવી કંપનીની આશા છે.

આ પણ વાંચો: વેનિસમાં વિવાદ વચ્ચે જેફ બેઝોસના 139 કરોડના શાહી લગ્ન: ફૂલો પાછળ જ 8 કરોડનો ખર્ચ

કેવી રીતે જનરેટ કરશો?

યુઝર જ્યારે વોલપેપર જનરેશન ફીચરનો ઉપયોગ કરશે ત્યારે તેમાં AI જનરેટ કરેલ વોલપેપર હશે. આ વોલપેપર યુઝરના ટેક્સ્ટ કમાન્ડ અનુસાર હશે. ત્યારબાદ એમાંથી પસંદ કરી યુઝરને માર્ગદર્શન આપવામાં આવશે અને તેની કલ્પના પ્રમાણે વોલપેપર જનરેટ કરી શકશે. યુઝરના કમાન્ડ અને વોલપેપર સૂચનોમાંથી જે પસંદ કરેલ હશે એ બંનેના આધારે મેટા AI નવા વોલપેપર જનરેટ કરશે જે યુઝરની થીમ અને પસંદગીને અનુરૂપ હશે. હાલમાં યુઝર પોતાની ફોટો ગેલેરીમાંથી ફોટા ચેટમાં મૂકી શકે છે, પરંતુ એ તેની કલ્પનાના નહીં હોય.