Science & Technology

ઇસરોએ રચ્યો ઇતિહાસ, પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ

By GS Team
16 Aug 20241 min read
This article was originally published on 16 Aug 2024
TukuTouch Logo
ISROએ આજે (16 ઑગસ્ટ) ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. જેમાં પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આજે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 અને એક નાનો સેટેલાઇટ SR-0 DEMOSAT લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બન્ને ઉપગ્રહોને પૃથ્વીથી 475 કિલોમીટરની ઉંચાઈ પર સ્થિત ગોળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇસરોએ રચ્યો ઇતિહાસ, પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ

ISRO News | ISROએ આજે (16 ઑગસ્ટ) ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. જેમાં પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આજે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 અને એક નાનો સેટેલાઇટ SR-0 DEMOSAT લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બન્ને ઉપગ્રહોને પૃથ્વીથી 475 કિલોમીટરની ઉંચાઈ પર સ્થિત ગોળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

આ સેટેલાઇટ આફત, પર્યાવરણ પર નજર રાખશે 

ઈઓઆઈઆર પેલોડને સેટેલાઇટ આધારિત નિરીક્ષણ, આફત પર નજર રાખવા, પર્યાવરણ પર નજર રાખવા અને તેની તસવીરો ખેંચવા માટે ડિઝાઇન કરાયું છે. જીએનએસએસ-આર સમુદ્રની સપાટીની હવાનું વિશ્લેષણ, માટીના ભેજનું આકલન, પૂર વિશે જાણકારી આપવા માટે રિમોટ સેન્સિંગ ક્ષમતા પ્રદર્શિત કરશે. 

ઈઓએસ-08 ત્રણ પેલોડ લઈ જશે 

એસએસએલવી-ડી3-ઈઓએસ-08 મિશનમાં લઈ જવામાં આવનારા સેટેલાઇટનું વજન 175.5 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે. ઈઓએસ-08 મિશનના ઉદ્દેશ્યોમાં માઇક્રોસેટેલાઇટને ડિઝાઇન અને વિકસિત કરવાનું પણ સામેલ છે. ઈઓએસ-08 ત્રણ પેલોડ લઈ જશે.