Get The App

ઇઝરાયેલી સેનાના નામે હેકર્સ ચલાવી રહ્યા છે સાયબર જાસૂસી અભિયાન, રોકેટ વિશે માહિતી આપવાના બહાને ચોરવામાં આવી રહ્યાં છે ડેટા

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
ઇઝરાયેલી સેનાના નામે હેકર્સ ચલાવી રહ્યા છે સાયબર જાસૂસી અભિયાન, રોકેટ વિશે માહિતી આપવાના બહાને ચોરવામાં આવી રહ્યાં છે ડેટા 1 - image

Isaraeli Cyber Attack: એક સાયબરસિક્યોરિટી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઇઝરાયલને નિશાન બનાવીને નવું સાયબર જાસૂસી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલાઓ બાદ આ અભિયાન શરૂ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેકર્સ દ્વારા ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) તરીકે ઓળખ આપી શરૂ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે, ખાસ કરીને તેની Home Front Command યુનિટના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

હેકર્સ લોકોને ટેક્સ્ટ મેસેજ મોકલીને લોકોને ઓફિશિયલ “Red Alert” Android એપનું અપડેટેડ વર્ઝન ડાઉનલોડ કરવાની અપીલ કરી રહ્યા છે. આ એપ રૉકેટ હુમલાઓ અંગે ચેતવણી આપવા માટે ઉપયોગમાં આવે છે એવું કહેવામાં આવી રહ્યું છે.

સંવેદનશીલ માહિતી ચોરી કરે છે આ એપ

સ્વિટ્ઝર્લૅન્ડની એક સાયબરસિક્યોરિટી કંપની Acronis દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ હેકર્સ દ્વારા સૂચવેલી એપ ડાઉનલોડ કરવાથી યુઝરના ડિવાઇસમાં અજાણતા જ સ્પાયવેર ઇન્સ્ટોલ થઈ જાય છે. એપનું આ ખતરનાક વર્ઝન ગુપ્ત રીતે યુઝરની ચોક્કસ લોકેશન ટ્રેક કરે છે અને ફોનમાં રહેલા ટેક્સ્ટ મેસેજ, પાસવર્ડ, કોન્ટેક્ટ્સ સહિત અન્ય માહિતી ચોરી શકે છે. એલર્ટ આપવાના બહાને આ એપ્લિકેશન દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે.

હેકર્સ Arid Viper ગ્રુપ હોવાની શંકા

Arid Viper અગાઉ પણ જાસૂસીના પ્રયાસો કરી ચૂક્યું છે. Arid Viper એવું ગ્રુપ છે જેને અગાઉ ઇઝરાયેલી સૈનિકો તેમજ ઇજિપ્ત અને પેલેસ્ટાઇનના લોકો સામે જાસૂસી માટે જવાબદાર ગણવામાં આવ્યું હતું. Acronisના રિપોર્ટમાં આ હુમલા પાછળના હેકર્સને “ખૂબ જ પાવરફુલ અને પૂરતા સંસાધનો ધરાવતા ખતરનાક ગ્રુપ” તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે. યુદ્ધના સમયમાં પણ વિશ્વાસપાત્ર ઇમરજન્સી સિસ્ટમનો દુરુપયોગ થઈ શકે છે.

આ પણ વાંચો: ચંદ્ર સાથે એસ્ટ્રોઇડ અથડાવાનો ભય હવે નથી રહ્યો, 21,000 કિમી ઉપરથી પસાર થઈ જશે…

તાજેતરમાં ઇઝરાયલ સામે સાયબર હુમલાઓમાં વધારો

તાજેતરમાં ઇરાનને સપોર્ટ કરનારા ઘણા હેકિંગ જૂથોએ ઇઝરાયેલી કંપનીઓ અને સરકારી એજન્સીઓ પર સાયબર હુમલાની જવાબદારી લીધી હોવાના દાવા કર્યા છે. જોકે અત્યાર સુધી આ હુમલાઓનો યુદ્ધ પર કોઈ મોટો પ્રભાવ નોંધાયો નથી. આ યુદ્ધ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓથી શરૂ થયું હતું. ત્યારબાદ 4 માર્ચે ઇઝરાયલે જાહેરાત કરી હતી કે તેણે પૂર્વી તેહરાનમાં ઇરાનના અનેક સૈન્ય મથકો પર હુમલો કર્યો છે, જેમાં સાયબર-વૉરફેર કમાન્ડ સેન્ટરનો પણ સમાવેશ થાય છે.