Get The App

ચંદ્ર સાથે એસ્ટ્રોઇડ અથડાવાનો ભય હવે નથી રહ્યો, 21,000 કિમી ઉપરથી પસાર થઈ જશે…

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ચંદ્ર સાથે એસ્ટ્રોઇડ અથડાવાનો ભય હવે નથી રહ્યો, 21,000 કિમી ઉપરથી પસાર થઈ જશે… 1 - image
AI Image

Astroid Will No Longer Thread: James Webb Space Telescope (JWST) એ પુષ્ટિ કરી છે કે એસ્ટ્રોઇડ 2024 YR4 વર્ષ 2032માં ચંદ્ર સાથે અથડાવાનો હતો જે હવે નહીં અથડાય. આ એસ્ટ્રોઇડ પહેલા ચંદ્ર સાથે અથડાવાની 4.3% શક્યતા ધરાવતો હતો, પરંતુ હવે તે 21,000 કિલોમીટરથી વધુ ઊંચાઈએથી સુરક્ષિત રીતે પસાર થઈ જશે. Johns Hopkins University Applied Physics Laboratory (JHUAPL) ના સંશોધકોએ JWST દ્વારા અવલોકન કરવાની વ્યવસ્થા કરી હતી અને અનેક ટીમો સાથે મળીને તેની કક્ષાને વધુ ચોક્કસ બનાવીને ચંદ્ર સાથે અથડાવાની શક્યતા નકારી કાઢી છે.

ચંદ્ર પહેલાં પૃથ્વી સાથે અથડાવાનો ભય હતો

27 ડિસેમ્બર 2024ના રોજ NASA દ્વારા ફંડેડ Asteroid Terrestrial-impact Last Alert System (ATLAS) દ્વારા એસ્ટ્રોઇડ 2024 YR4 શોધાયો હતો. શરૂઆતમાં તેને સંભવિત ખતરા તરીકે જોવામાં આવ્યો હતો. આશરે 60 મીટર વ્યાસ ધરાવતા આ એસ્ટ્રોઇડ 22 ડિસેમ્બર 2032ના રોજ પૃથ્વી સાથે અથડાવાનો ભય હતો. જો આવું બન્યું હોત તો આખુંને આખું શહેર સંપૂર્ણપણે નાશ પામી શકે એવી સ્થિતિ સર્જાઈ હોત અથવા જો તે સમુદ્રમાં પડ્યો હોત તો વિનાશક સુનામી સર્જાઈ શકતી.

ચંદ્ર સાથે અથડાવાનું હતું જોખમ

એક સમય બાદ ખાતરી થઈ હતી કે એસ્ટ્રોઇડ 2024 YR4 પૃથ્વી સાથે નહીં, પરંતુ ચંદ્ર સાથે અથડાશે. ત્યાર બાદ એ વિશે પણ અનિશ્ચિતતા હતી અને એથી જ એના પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું હતું. તેનું કારણ એ હતું કે સૂર્યની આસપાસ તેની કક્ષા વિશે પૂરતી ચોક્કસ માહિતી ઉપલબ્ધ નહોતી. જોકે આ વર્ષે 18 થી 26 ફેબ્રુઆરી વચ્ચે JHUAPLના સંશોધકોએ JWST દ્વારા એસ્ટ્રોઇડ 2024 YR4ને સ્ટડી કરી રહ્યા હતાં. તે સમયે આ એસ્ટ્રોઇડ એવા તારાઓની પૃષ્ઠભૂમિ સામે જોવા મળ્યો હતો જેમની સ્થિતિ ESAની Gaia મિશન દ્વારા ચોક્કસ માપવામાં આવી છે.

એસ્ટ્રોઇડની સ્પીડને કરવામાં આવી ટ્રેક

JWSTએ તારાઓની સામે એસ્ટ્રોઇડ 2024 YR4ની ગતિને ટ્રેક કરી અને તેની કક્ષાને ખૂબ જ ચોક્કસ રીતે નક્કી કરી છે. JWST દ્વારા અત્યાર સુધી જેટલું પણ ઓબ્ઝર્વેશન કર્યું છે એમાં આ સૌથી મુશ્કેલ હતું કારણ કે એ સહેલાઈથી જોઈ શકાય એવો પણ નહોતો. આ કામ સરળ પણ નહોતું કારણ કે ટેલિસ્કોપની Near-Infrared Cameraનો ફીલ્ડ ઓફ વ્યૂ ફક્ત 2.2 સ્ક્વેર આર્કમિનિટ જેટલો છે. આ સફળ ટ્રેકિંગ JHUAPLના વૈજ્ઞાનિકો, સ્પેસ ટેલિસ્કોપના એન્જિનિયર, European Space Agencyના Near-Earth Object Coordination Centre અને NASAના Center for Near-Earth Object Studies વચ્ચેના સંયુક્ત પ્રયાસથી શક્ય બન્યું છે.

આ પણ વાંચો: Googleનું નવું ફીચર, બેટરીનો વધુ ઉપયોગ કરતી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા પહેલાં માહિતી આપશે Play Store

21,000 કિમીથી વધુ ઊંચાઈએથી સુરક્ષિત રીતે પસાર થશે એસ્ટ્રોઇડ

JWST દ્વારા નક્કી કરવામાં આવેલા નવા આંકડા મુજબ આ એસ્ટ્રોઇડની ચંદ્ર સાથે અથડાવાની શક્યતા સંપૂર્ણપણે નહીંવત છે. તેના બદલે એસ્ટ્રોઇડ 2024 YR4 ચંદ્રની સપાટીથી 21,000 કિલોમીટરથી વધુ ઊંચાઈએથી પસાર થશે. આ અંતર હજી પણ નજીક ગણાય છે, પરંતુ તે પૃથ્વી અથવા તેના કુદરતી ઉપગ્રહ માટે કોઈ ખતરો નથી. જો આ એસ્ટ્રોઇડ ચંદ્રના નજીકના ભાગ સાથે અથડાયો હોત તો વૈજ્ઞાનિકોને મોટા અથડામણની ઘટનાનો પ્રથમ નજીકથી અભ્યાસ કરવાની તક મળી હોત. પૃથ્વી પરથી લોકો તેજસ્વી ચમકારો જોઈ શક્યા હોત. વૈજ્ઞાનિકો ચંદ્ર પર લગભગ 1 કિલોમીટર વ્યાસનો નવો ખાડો બનતો જોઈ શક્યા હોત.