Science & Technology

શું પાડોશી તમારું WiFi ચોરી રહ્યાં છે? 2 જ મિનિટમાં આ 5 સરળ સ્ટેપ્સથી કરો બ્લોક

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
ઘણીવાર ઘરના WiFiની સ્પીડ ધીમી પડે છે કારણ કે પાડોશીઓ કે અજાણ્યા લોકો ચોરીછૂપે વાપરે છે, જે IP એડ્રેસ પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિનું જોખમ ઊભું કરે છે. આ સમસ્યાથી બચવા, 192.168.1.1 કે 192.168.0.1 પર જઈ 'Connected Devices' ચેક કરો. અજાણ્યા ઉપકરણો દેખાય તો રાઉટર પાસવર્ડ બદલો, WPA3 સિક્યોરિટી રાખો, WPS બંધ કરો, WiFi નેમ છુપાવો અને MAC એડ્રેસ ફિલ્ટરિંગ ચાલુ કરો. રાઉટરનું ફર્મવેર પણ અપડેટ રાખો.

Summarized by AI; it may make mistakes. Check important info

શું પાડોશી તમારું WiFi ચોરી રહ્યાં છે? 2 જ મિનિટમાં આ 5 સરળ સ્ટેપ્સથી કરો બ્લોક

Secure Your WiFi And Block Intruders Easily: ઘણીવાર ઘરના WiFiની ઈન્ટરનેટ સ્પીડ અચાનક ધીમી પડી જાય છે અથવા દૈનિક ડેટા લિમિટ ઝડપથી પૂરી થઈ જાય છે. આવું થવા પાછળનું મુખ્ય કારણ પાડોશી કે અજાણ્યા લોકો દ્વારા પાસવર્ડ વગર કે ચોરીછૂપે તમારું વાઈફાઈ કનેક્શન વાપરવાનું હોઈ શકે છે. આનાથી માત્ર સ્પીડ ઘટી નથી જતી, પરંતુ તમારા IP એડ્રેસ પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાનું મોટું જોખમ પણ રહે છે. આ સમસ્યાને તમારા મોબાઈલ કે લેપટોપથી માત્ર 2 મિનિટમાં ઉકેલી શકાય છે.

તમારા WiFi સાથે કોણ-કોણ જોડાયેલું છે? આ રીતે તપાસો

  • તમારા બ્રાઉઝર (Google Chrome, Internet Explorer અથવા Safari)માં 192.168.1.1 કે 192.168.0.1 ટાઈપ કરીને એન્ટર કરો.
  • રાઉટરનો એડમિન પાસવર્ડ નાખીને લોગિન કરો અને 'Connected Devices' અથવા 'Device List' ઓપ્શન ખોલો.
  • જો લિસ્ટમાં કોઈ અજાણ્યો સ્માર્ટફોન, લેપટોપ કે સ્માર્ટ ટીવી દેખાય જે તમારું નથી, તો સ્પષ્ટ છે કે તમારું વાઈફાઈ ચોરી થઈ રહ્યું છે.

WiFi ચોરી રોકવા અને હેકર્સને બ્લોક કરવાના 5 અગત્યના સેટિંગ્સ

રાઉટર એડમિન પાસવર્ડ બદલો અને WPA3 સિક્યોરિટી રાખો: સામાન્ય વાઈફાઈ પાસવર્ડ અને રાઉટર એડમિન પાસવર્ડ બંને અલગ હોય છે. કંપનીઓ ડિફોલ્ટ પાસવર્ડ 'admin' કે '1234' જેવો સરળ રાખે છે, જેને તરત જ બદલીને મજબૂત બનાવો. રાઉટર સેટિંગ્સમાં જૂના અને અસુરક્ષિત WEP કે WPA મોડને બદલીને WPA2-PSK અથવા WPA3 પર સેટ કરો.

WPS ફીચર સદંતર બંધ કરો: WPS ફીચર સરળતાથી કનેક્ટ થવા માટે હોય છે પરંતુ તેનો પિન હેક કરવો ખૂબ સરળ છે. રાઉટર સેટિંગ્સમાં જઈને WPS ઓપ્શન તાત્કાલિક Disable કરી દો.

વાઈફાઈ નેમ છુપાવો: રાઉટરમાં 'Hide SSID' ઓપ્શન ઓન કરી દો. આનાથી પાડોશીઓની વાઈફાઈ સર્ચ લિસ્ટમાં તમારા નેટવર્કનું નામ દેખાશે જ નહીં. સાથે વાઈફાઈ માટે 12થી 16 અક્ષરોનો મજબૂત (લેટર્સ, નંબર્સ અને સ્પેશિયલ કેરેક્ટર્સ વાળો) પાસવર્ડ બનાવો.

MAC એડ્રેસ ફિલ્ટરિંગ ચાલુ કરો: રાઉટરમાં MAC Address Filtering ઓન કરીને ફક્ત તમારા અને પરિવારના ઉપકરણોના MAC એડ્રેસને એન્ટર કરી 'Allow' કરો. આમ કરવાથી જો કોઈની પાસે પાસવર્ડ હશે તો પણ તે તમારા ઈન્ટરનેટ સાથે જોડાઈ શકશે નહીં.

રાઉટરનું ફર્મવેર અપડેટ રાખો: સ્માર્ટફોનની જેમ રાઉટરના સોફ્ટવેરને પણ સમયાંતરે અપડેટ કરતા રહો. નવું ફર્મવેર સિક્યોરિટી મજબૂત બનાવે છે અને ઈન્ટરનેટ સ્પીડમાં પણ સુધારો કરે છે.