Get The App

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટો ઝટકો: એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન બંધ થશે, હવે મેસેજ સંપૂર્ણ સિક્યોર નહીં રહે...

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટો ઝટકો: એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન બંધ થશે, હવે મેસેજ સંપૂર્ણ સિક્યોર નહીં રહે... 1 - image

Instagram to Stop End-to-End Encryption: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ખૂબ જ મોટી અને ચોંકાવનારી જાહેરાત કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવતાં ડાયરેક્ટ મેસેજ હવે એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ નહીં હોય. ઇન્સ્ટાગ્રામ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 2026ની 8 મેથી એને બંધ કરી દેવામાં આવશે. એનો અર્થ એ થયો કે હવે ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવતાં મેસેજ અને વાતચીત સિક્યોર નથી. આ જાણકારી ઇન્સ્ટાગ્રામ પર હેલ્પ પેજ પર આપવામાં આવી છે. એના પર સાફ-સાફ કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ મેસેજમાં હવેથી એન્ડ-ટૂ-એન્ડ સપોર્ટ નહીં મળે. જો કોઈ યુઝરની ચેટ પહેલેથી એન્ડ-ટૂ-એન્ડ પ્રોટેક્શન હેઠળ હશે તો તેમને નોટિફિકેશન આપવામાં આવશે અને તેઓ ઇચ્છે તો તેમના ડેટાને ડાઉનલોડ પણ કરી શકશે.

શું છે એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન?

એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન એક એવી ટેક્નોલોજી છે જેમાં મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર બે સિવાય અન્ય કોઈ વ્યક્તિ આ મેસેજને જોઈ નહીં શકે. આ મેસેજ મોકલતી વખતે તે એક કોડમાં બદલાઈ જાય છે અને ત્યાર બાદ મેસેજ જેને મોકલ્યો હોય એને મળે ત્યારે એ ડિક્રિપ્ટ થાય છે. આ કારણસર ડિજિટલ દુનિયામાં એને ખૂબ જ સુરક્ષિત પ્રાઇવસી માનવામાં આવે છે. સિગ્નલ અને વોટ્સએપ જેવી ઘણી મેસેજિંગ સર્વિસ આ ટેક્નોલોજીનો જ ઉપયોગ કરે છે. યુઝર્સની વાતચીત સંપૂર્ણપણે સુરક્ષિત અને પ્રાઇવેટ રહે એ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે.

ઇન્સ્ટાગ્રામમાં ક્યારે આવ્યું હતું આ ફીચર?

ઇન્સ્ટાગ્રામ દ્વારા 2023માં એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન ફીચરનો સમાવેશ શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ ફીચર દરેક માટે નહોતું. યુઝર એને ઓન કરે તો જ એનો ઉપયોગ થતો હતો. એક વાર ઓન કર્યા બાદ ચેટિંગ એકદમ સિક્યોર રહેતું હતું. તેમ જ એમાં ઘણાં અન્ય પ્રાઇવસીને લગતાં ફીચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે કંપની દ્વારા હવે એને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેમ આ ફીચરને દૂર કરવામાં આવી રહ્યું છે?

ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાનું કહેવું છે કે આ ફીચરનો ઉપયોગ ખૂબ જ ઓછા લોકો કરી રહ્યાં છે અને એથી જ કંપની દ્વારા એને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે કંપનીએ નોટિફિકેશન મોકલવાના પણ શરૂ કરી દીધા છે જેથી યુઝર્સ તેમના ઇન્ક્રિપ્ટેડ ડેટાને ડાઉનલોડ કરી શકે.

શું ઇન્સ્ટાગ્રામના મેસેજથી Meta AI થશે ટ્રેઇન?

મેટા દ્વારા ભલે ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવ્યું છે કે ખૂબ જ ઓછા યુઝર્સ એનો ઉપયોગ કરી રહ્યાં હોવાથી કંપની એને બંધ કરવા જઈ રહી છે. જોકે ટેક ઇન્ડસ્ટ્રીમાં આ નિર્ણયને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. ઘણાં લોકો કહી રહ્યાં છે કે આ નિર્ણયથી યુઝર્સના મેસેજિંગ ડેટાને પ્રોસેસ કરવું કંપની માટે ખૂબ જ સરળ રહેશે. એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શનને કારણે કંપની પોતે પણ મેસેજ નહોતી વાંચી શકતી. આથી આ ડેટાનો ઉપયોગ કંપની માટે એને એનલાઇઝ કરવા અથવા તો AIને વધુ સારું બનાવવા માટે નહોતો કરી શકાતો.

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટો ઝટકો: એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન બંધ થશે, હવે મેસેજ સંપૂર્ણ સિક્યોર નહીં રહે... 2 - image

એક્સપર્ટનું માનવું છે કે એન્ડ-ટૂ-એન્ડ પ્રોટેક્શન કાઢી નાખવાથી મેટા પાસે યુઝર્સના ડેટા સ્કેન કરવાની અને એને એનલાઇઝ કરવાની પરવાનગી મળી જશે. એની મદદથી કંપનીઓ હવે ઇન્ક્રિપ્શન હટ્યા બાદ મેસેજિંગ સિસ્ટમને વધુ સારી બનાવવા, કન્ટેન્ટ મોડરેશન કરવા અને AI મોડલને ટ્રેઇન કરવા માટે ડેટાનો ઉપયોગ કરી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે એન્ડ-ટૂ-એન્ડ પ્રોટેક્શન હટી જવાથી કંપની હવે વિવાદાસ્પદ અને ખોટા કન્ટેન્ટને અટકાવી શકે છે.

પ્રાઇવસીને લઈને પહેલાં પણ વિવાદમાં રહ્યું છે મેટા

પ્રાઇવસીને લઈને મેટા ઘણી વાર વિવાદમાં આવી ચૂકી છે. મેટાના Ray-Ban Meta AI સ્માર્ટ ગ્લાસને લઈને પહેલેથી વિવાદમાં છે. આ ચશ્મા દ્વારા યુઝરની જાણ બહાર તેમને રેકોર્ડ કરવામાં આવી શકે છે એવો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ એવા રિપોર્ટ પણ સામે આવી રહ્યાં છે કે એના દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા ફોટો અને વીડિયોનો ઉપયોગ AIને ટ્રેઇન કરવા માટે કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ માનવીઓ દ્વારા પણ એ કન્ટેન્ટનું રીવ્યુ કરવામાં આવી રહ્યું છે. એમાં ઘણાં સેક્સના વીડિયો પણ રેકોર્ડ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ફૂટેજમાં લોકોના ઘરના વીડિયોમાં બાથરૂમથી લઈને બેડરૂમ અને હોલથી લઈને કિચન સુધીના તમામ વીડિયોનો એમાં સમાવેશ થાય છે. આ ડેટાનો ઉપયોગ AI સિસ્ટમને વધુ સારી બનાવવા માટે કરવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. આથી એના પર પ્રાઇવસીને લઈને ખૂબ જ ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે.

યુઝર્સ પર શું અસર પડશે?

8 મેથી ઇન્સ્ટાગ્રામ પર મોકલવામાં આવી રહેલાં મેસેજ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ નહીં હશે. એટલે ત્યાર બાદ આ મેસેજ મેટાના સર્વર પર એને પ્રોસેસ કરવામાં આવશે. જોકે કંપનીઓ હંમેશાં એવો દાવો કરે છે કે યુઝર્સના મેસેજ અને ડેટાને પ્રાઇવેટ રાખવામાં આવશે. એમ છતાં સાઇબર સિક્યોરિટી એક્સપર્ટનું માનવું છે કે યુઝરના ડેટાની પ્રાઇવસીને લઈને ઘણાં સવાલ ઊભા થઈ શકે છે. છેલ્લે કંપનીઓ પોતાની સર્વિસને વધુ સારી બનાવવા માટે તો આ ડેટાનો ઉપયોગ કરશે જ.

વોટ્સએપ પર પણ બંધ થશે ઇન્ક્રિપ્શન?

ઇન્સ્ટાગ્રામના આ નિર્ણય બાદ ઘણાં લોકોને સવાલ થઈ રહ્યો છે કે શું મેટા તેના અન્ય પ્લેટફોર્મ પર પણ આ નિર્ણય લેશે. જોકે હાલમાં તો એવા કોઈ એંધાણ નથી. મેટાના વોટ્સએપ પર એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન ચાલુ જ રહેશે. તેમ જ આ સેટિંગ્સ ડિફોલ્ટ છે અને મેટા એમાં હાલમાં કોઈ બદલાવ કરવાનું પ્લાનિંગ નથી કરી રહ્યું.

આ પણ વાંચો: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઊંઘ ન આવવી અને ઓછું બોલવાનું કારણ મોબાઇલ સ્ક્રીન ટાઇમ: અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો…

ફીચર બંધ થવા પહેલાં શું કરવું યુઝર્સે?

હાલમાં ચેટિંગ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા નોટિફિકેશન મોકલવામાં આવી રહ્યું છે કે યુઝર્સ તેમના ડેટાને ડાઉનલોડ કરી દે. ત્યાર બાદ યુઝર્સ તેમના ડેટાને ડિલીટ કરી શકે છે. જો તેમણે ડેટા ડિલીટ ન કર્યા તો 8 મે બાદ કંપની એને એક્સેસ કરી શકશે. કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર મોડરેશનને લઈને પ્રેશર છે અને એથી તેઓ આ નિર્ણય લઈ રહી છે. ભવિષ્યમાં પણ આવા ઘણાં નિર્ણય જોવા મળી શકે છે.