Get The App

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઊંઘ ન આવવી અને ઓછું બોલવાનું કારણ મોબાઇલ સ્ક્રીન ટાઇમ: અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો…

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઊંઘ ન આવવી અને ઓછું બોલવાનું કારણ મોબાઇલ સ્ક્રીન ટાઇમ: અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો… 1 - image
AI Image

Screen Time In Children under 5: ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વિવિધ બીમારી જોવા મળી રહી છે. ઊંઘ ન આવવી અને બોલવાનું મોડું શરૂ થવું વગેરે જોવા મળી રહ્યું છે. આ માટે મોબાઇલ જવાબદાર છે. એક નવી સ્ટડી મુજબ રોજ સરેરાશ 2.2 કલાક સ્ક્રીન સામે સમય વિતાવે છે. આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા સૂચવેલી મર્યાદા કરતાં બે ગણો વધુ છે. આ સ્ટડી AIIMS રાયપુર દ્વારા કરવામાં આવી હતી, જેમાં સંશોધકોએ 10 અલગ-અલગ સ્ટડીઝમાં સામેલ લગભગ 2,900 બાળકોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.

2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ સ્ક્રીન પર

આ સ્ટડી અનુસાર 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ દરરોજ લગભગ 1.2 કલાક સ્ક્રીનનો ઉપયોગ કરે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ઉંમરના બાળકોને વીડિયો કોલ સિવાય સ્ક્રીનથી દૂર રાખવા જોઈએ. ડૉક્ટરના જણાવ્યા મુજબ 2 થી 5 વર્ષની ઉંમરના મોટા ભાગના બાળકો માટે નક્કી કરેલી દિવસની 1 કલાકની મર્યાદા પણ પાર થઈ રહી છે.

કોરોના પછી સ્ક્રીન ઉપયોગમાં વધારો

એક રિપોર્ટ અનુસાર COVID-19 મહામારી પછી બાળકોમાં સ્ક્રીન ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં નાના બાળકોમાં સરેરાશ સ્ક્રીન ટાઈમ લગભગ 2.2 કલાક પ્રતિ દિવસ છે. આ ડેટામાં ઘણા બાળકો અને કિશોરો સૂચવેલી મર્યાદા કરતાં વધારે સ્ક્રીનનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. 10 સ્ટડીમાંની એક સ્ટડીમાં લગભગ બે-તૃતિયાંશ બાળકો મર્યાદા પાર કરતા હતા અને લગભગ પાંચમાં એક બાળકમાં સ્ક્રીન મીડિયાના વધુ ઉપયોગ સાથે સંબંધિત સમસ્યાના લક્ષણો તેમનામાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ભવિષ્ય જાણવું હવે સરળ? MiroFish નામનું AI પ્લેટફોર્મ બન્યું ચર્ચાનો વિષય

વધુ સ્ક્રીન ટાઈમથી સ્વાસ્થ્ય પર અસર

નાના બાળકોમાં વધારે સ્ક્રીન ટાઈમને કારણે બોલવામાં મોડું થઈ રહ્યું છે. લોકો સાથે હળી-મળી નથી શકતાં, ઊંઘની સમસ્યા, વજન વધવું, ચિંતા અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. એક્સપર્ટ્સ જણાવે છે કે આજકાલ બાળકોમાં ફિઝિકલ રમતોનો સમય પણ નક્કી કરેલા સ્તર કરતાં ઘણો ઓછો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે બાળકો માટે બહાર રમવું સામાન્ય બાબત હતી, પરંતુ હવે સ્ક્રીન આધારિત પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે.