વનડ્રાઈવનો ખાસ ઉપયોગ ન કરતા હો તો સિંક પોઝ કરી જુઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તમે તમારા લેપટોપમાં ‘વનડ્રાઇવ’નો ઉપયોગ કરો છો? ઓફિસનું લેપટોપ હશે તો જવાબ કદાચ હા હશે. એમાં પણ જો તમે વનડ્રાઇવનું સબસ્ક્રિપ્શન ભર્યું હોય તો તેમાં ઓછામાં ઓછી એક ટીબી સ્પેસનો લાભ મળતો હશે. એ કારણે તમે તમારી રોજેરોજના કામકાજની કરન્ટ ફાઇલ તથા બેકઅપ ફાઇલ વનડ્રાઇવ ફોલ્ડરમાં સેવ કરતા હશો. કમ્પ્યૂટરમાંનું આ વનડ્રાઇવ ફોલ્ડર સતત આપણા ક્લાઉડ એકાઉન્ટ સાથે સિંક્ડ રહે છે. આથી તે કમ્પ્યૂટરમાંના વિવિધ ફોલ્ડર્સ-ફાઇલ્સમાં કંઈ પણ ફેરફાર થાય તો એ મુજબ તરત ક્લાઉડ એકાઉન્ટમાં પણ ફેરફાર કરે છે.
આ સારી વાત છે પરંતુ તેને કારણે કમ્પ્યૂટરનો પાર વગરનો પ્રોસેસિંગ પાવર વપરાય છે. પરિણામે કમ્પ્યૂટર ધીમું પડે છે. જો તમે વનડ્રાઇવનો ફક્ત બેકઅપ માટે ઉપયોગ કરતા હો કે બિલકુલ ઉપયોગ ન કરતા હો તો તેમાં સિંકિંગ ઓફ રાખી શકાય. એ માટે સ્ક્રીન પર નીચેની તરફ દેખાતા વનડ્રાઇવના ક્લાઉડ આઇકન પર રાઇટ ક્લિક કરો. ‘સેટિંગ્સ’માં જાઓ અને સિંક સદંતર બંધ કરો અથવા ૨૪ કલાક માટે પોઝ કરી દો. કમ્પ્યૂટરમાં તમારું કામકાજ ઘણું વધુ ઝડપી થઈ જશે.




