GTA 6 પાછળ બુર્જ ખલીફાથી પણ વધુ ખર્ચ! ક્રેઝ જોઈ નિષ્ણાતોએ કહ્યું- આટલું તો ગણતરીના કલાકોમાં કમાઈ લેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GTA 6 Budget and Pre-Order Revenue: દુનિયાની સૌથી પ્રખ્યાત વિડીયો ગેમ ફ્રેન્ચાઇઝી Grand Theft Autoના આગામી ભાગ GTA 6 ને લઈને આખી દુનિયામાં એક અદભૂત ક્રેઝ જોવા મળી રહ્યો છે. મનોરંજન જગતના ઇતિહાસમાં કદાચ આ પહેલી એવી પ્રોડક્ટ હશે જે રજૂ થયા પહેલા જ અબજો ડોલરનો બિઝનેસ કરી રહી છે. 25 જૂનના રોજ મધ્યરાત્રિથી આ ગેમના પ્રી-ઓર્ડર વિશ્વભરમાં શરૂ થઈ ગયા છે અને શરૂઆતી આંકડા એટલા ચોંકાવનારા છે કે મોટા-મોટા બિઝનેસ એનાલિસ્ટ્સ પણ માથું ખંજવાળવા લાગ્યા છે.
આ ગેમ માત્ર ટેક્નોલોજી અને ગેમિંગના ક્ષેત્રે જ નહીં, પણ ગ્લોબલ બિઝનેસ મોડલના તમામ રેકોર્ડ્સ તોડવા માટે તૈયાર છે.
વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા જેટલું ગેમનું બજેટ!
સોશિયલ મીડિયા પર અત્યારે એક સરખામણી ભારે વાયરલ થઈ રહી છે, જે મુજબ GTA 6 બનાવવાનો ખર્ચ દુનિયાની સૌથી ઊંચી ઇમારત 'બુર્જ ખલીફા' બનાવવા જેટલો જ અથવા તેનાથી પણ વધારે છે. દુબઈના બુર્જ ખલીફાને બનાવવામાં 6 વર્ષનો સમય લાગ્યો હતો અને આશરે $1.5 બિલિયન નો ખર્ચ થયો હતો.
રોકસ્ટાર અને તેની પેરેન્ટ કંપની ટેક-ટુ ઇન્ટરેક્ટિવ ક્યારેય સત્તાવાર રીતે ગેમનું બજેટ જાહેર કરતી નથી, પરંતુ એનાલિસ્ટ્સના મતે GTA 6નું ડેવલપમેન્ટ બજેટ $1 બિલિયનથી $ 2 બિલિયનની વચ્ચે હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર તો આ આંકડો $3 બિલિયનથી $5 બિલિયન સુધીનો હોવાના દાવા થઈ રહ્યા છે, કારણ કે માત્ર એડિનબર્ગ સ્થિત રોકસ્ટાર નોર્થ સ્ટુડિયોના કર્મચારીઓનો પગાર જ અબજો રૂપિયાનો છે. જો આ સાચું સાબિત થાય, તો આ ગેમ ઇતિહાસની સૌથી મોંઘી ડિજિટલ પ્રોડક્ટ બની જશે.
GTA 6 કમાણીના રેકોર્ડ તોડશે!
ગેમનું બજેટ જેટલું મોટું છે, તેની વસૂલાત તેનાથી પણ વધુ ઝડપી થવાની સંભાવના છે. વર્ષ 2013 માં જ્યારે GTA 5 લોન્ચ થઈ હતી, ત્યારે તેણે માત્ર 3 જ દિવસમાં $1 બિલિયનની કમાણી કરી લીધી હતી. હવે એનાલિસ્ટ્સનું અનુમાન છે કે GTA 6 માત્ર પ્રી-ઓર્ડરથી જ પહેલા વર્ષમાં $1 બિલિયન કમાઈ લેશે.
પરંતુ ઓનલાઇન મીડિયામાં ચાલી રહેલી અટકળો અને બિનસત્તાવાર અહેવાલોનું માનીએ તો, પ્રી-ઓર્ડર શરૂ થયાના માત્ર 24 કલાકની અંદર જ 39 મિલિયન લોકોએ ગેમ બુક કરાવી લીધી છે, જેનાથી કંપનીને $3 બિલિયનની આવક થઈ ચૂકી છે! જોકે, આ આંકડા સત્તાવાર નથી, પણ જો આ સત્યની નજીક પણ હોય, તો રોકસ્ટારે ગેમ રમ્યા વગર જ માત્ર બે ટ્રેલર અને થોડા સ્ક્રીનશોટ્સના જોરે આખું બજેટ એક જ દિવસમાં વસૂલ કરી લીધું છે.
આ વખતે પણ ગેમ ફિઝિકલ બોક્સમાં નહીં મળે
આ વખતે પણ ફિઝિકલ બોક્સની અંદર કોઈ ડિસ્ક નહીં મળે, માત્ર ડાઉનલોડ કોડ મળશે. આ પાછળનું મોટું કારણ લીક અટકાવવાનું છે. અગાઉ એક કિશોર વયના હેકર્સે કંપનીના કમ્પ્યુટર્સ ટાર્ગેટ કરીને ફૂટેજ લીક કર્યા હતા, તેથી રોકસ્ટાર સિક્યોરિટી બાબતે કોઈ જોખમ લેવા માંગતી નથી. વધુમાં, ડિસ્ક ન હોવાથી સેકન્ડ હેન્ડ માર્કેટમાં ગેમનું રી-સેલિંગ બંધ થશે, જેનો સીધો ફાયદો કંપનીના નફામાં થશે.
વાર્તા અને મુખ્ય પાત્રો
આ ગેમમાં ગેમિંગ ઇતિહાસમાં પહેલીવાર 3D સેટિંગમાં એક મહિલા મુખ્ય પાત્ર જોવા મળશે, જેનું નામ 'લુસિયા' છે. તેની સાથે તેનો પાર્ટનર 'જેસન' પણ પ્લેયેબલ કેરેક્ટર તરીકે હશે.
- સત્તાવાર રિલીઝ ડેટ: 19 નવેમ્બર
- પ્રી-લોડ ડાઉનલોડ શરૂ: 12 નવેમ્બર
- Standard Editionની કિંમત: 79.99 ડોલર
- Ultimate Editionની કિંમત: 99.99 ડોલર
- સપોર્ટેડ કન્સોલ પ્લેટફોર્મ: PlayStation 5 અને Xbox Series X|S









