Science & Technology

OpenAIના GPT-5ને પડકાર આપશે ગૂગલ: જેમિની 3 શું લાવશે ખાસ?, જાણો...

By GS Team
7 Oct 20252 mins read
TukuTouch Logo
ગૂગલ દ્વારા હાલમાં તેમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ જેમિનીના નવા મોડલ જેમિની 3ને લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. કંપનીના AI સ્ટુડિયોમાં જેમિની 3નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ પ્લેટફોર્મના A/B ટેસ્ટ્સમાં નવા મોડલના રેફરન્સ ડેવલપર્સને જોવા મળી રહ્યા છે. આ માટે ઘણાં સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. કોડિંગ અને ઇમેજ જનરેશન ટાસ્કમાં ખૂબ જ સુધારા કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

OpenAIના GPT-5ને પડકાર આપશે ગૂગલ: જેમિની 3 શું લાવશે ખાસ?, જાણો...

Google New Gemini Model: ગૂગલ દ્વારા હાલમાં તેમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ જેમિનીના નવા મોડલ જેમિની 3ને લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. કંપનીના AI સ્ટુડિયોમાં જેમિની 3નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ પ્લેટફોર્મના A/B ટેસ્ટ્સમાં નવા મોડલના રેફરન્સ ડેવલપર્સને જોવા મળી રહ્યા છે. આ માટે ઘણાં સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. કોડિંગ અને ઇમેજ જનરેશન ટાસ્કમાં ખૂબ જ સુધારા કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

ટેસ્ટમાં ક્લોડ 4.5 કરતાં જેમિની 3નું સારું પર્ફોર્મન્સ

જેમિની 3 એક નવું મોડલ છે. આ મોડલનું હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જોકે એમ છતાં તેણે તેના હરિફ ક્લોડ 4.5ને વેક્ટર ગ્રાફિક્સ અને સ્ટ્રક્ચર આઉટપુટમાં પાછળ છોડી દીધું છે. ટેસ્ટિંગ કેટાલોગ અને અન્ય ડેવલપર્સ દ્વારા આ વિશે X પર કહેવામાં આવી રહ્યું છે. ગૂગલ ક્લાઉડના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા ઓક્ટોબર 9ની લાઇવસ્ટ્રીમ વિશે ટીઝ કરવામાં આવતાં આ ન્યૂઝ ચર્ચાનું કારણ બન્યું છે. ગૂગલ દ્વારા #GeminiAtWork હેશટેગનો ઉપયોગ કર્યો હોવાથી એ ચર્ચાનો વિષય બન્યો છે કે ગૂગલ દ્વારા જેમિની 3 પબ્લિક માટે લોન્ચ કરવામાં આવી શકે છે.

OpenAIના GPT-5ને ગૂગલનો જવાબ

જેમિની 3ને ગૂગલની 2025ની સૌથી મોટી AI અપડેટ ગણવામાં આવી રહી છે. આ નવા મોડલમાં રીઝનિંગ, કોડિંગની એક્યુરેસી અને ક્રિએટિવ જનરેશનમાં પણ ખૂબ જ સુધારો કરવામાં આવ્યો છે. AIના પર્ફોર્મન્સની વાત હોય તો OpenAIના GPT-5 અને એન્થ્રોપિકનું ક્લોડ 4.5 ખૂબ જ આગળ છે. જોકે હવે આ બન્ને મોડલને ગૂગલ કરારો જવાબ આપી રહ્યું હોય એવી રિપોર્ટ પરથી ચર્ચા છે. જનરેટિવ AIમાં ટોપ સ્પોટ મેળવવા માટે ગૂગલનું આ જેમિની મોડલ ખૂબ જ મદદ કરી શકે છે. આ મોડલનો સમાવેશ વર્કસ્પેસ, ક્રોમ અને એન્ડ્રોઇડમાં કરવામાં આવ્યો તો અન્ય મોડલને ખૂબ જ માર પડી શકે છે.

આ પણ વાંચો: સ્પોટિફાય યુઝર્સ માટે ચેટજીપીટી બનશે હવે પર્સનલ DJ, જાણો કેવી રીતે…

જેમિની AI પાસેથી શું આશા રાખવામાં આવી રહી છે?

જેમિની 3ને ખૂબ જ ફાસ્ટ બનાવવામાં આવ્યું હોવાની ચર્ચા છે. ડેવલપર્સ માટેના કોન્ટેક્સ્ટ-અવેર કોડ જનરેશનમાં પણ એ ખૂબ જ આગળ છે. બ્રાઉઝર-લેવલના ઓટોમેશન માટે એમાં એજન્ટ મોડનો પણ સમાવેશ આપવામાં આવ્યો હોવાની ચર્ચા છે. ટેક્નોલોજીની દુનિયામાં આ એક મોટી ઇવેન્ટ બની શકે છે જો ગૂગલ 9 ઓક્ટોબરે #GeminiAtWork લાઇવસ્ટ્રીમ ઇવેન્ટમાં નવું મોડલ લોન્ચ કરે. જો ગૂગલ દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું તો આગામી દિવસોમાં એને AI સ્ટુડિયો અને વર્કસ્પેસમાં લોન્ચ કરવામાં આવી શકે છે.