18 દિવસ બાદ રાહુ-કેતુનું મહાગોચર, 5 રાશિના જાતકોના જીવનમાં પડશે ઊંડી અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahu Ketu Transit December 2026: વૈદિક જ્યોતિષમાં રાહુ અને કેતુને છાયાના ગ્રહો માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ બંને ગ્રહોની સ્થિતિની અસર મનુષ્યના જીવનમાં ખૂબ જ ઊંડી પડે છે. એટલા માટે જ જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુની ચાલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવમાં આવે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2026ના અંતમાં રાહુ અને કેતુ ફરી એક વખત રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ ગોચરની અસર તમામ 12 રાશિઓના જીવન પર પડશે. તો ચાલો જાણીએ કે રાહુ અને કેતુનું આ મહાગોચર કઈ રાશિઓનું નસીબ ચમકાવે છે.
રાહુ-કેતુ ગોચર 2026
પંચાંગ અનુસાર, આ ગોચર 5 ડિસેમ્બર 2026 શનિવારે સાંજે લગભગ 7.28 પર થશે. આ દરમિયાન રાહુ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે કેતુ સિંહ રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ અનુસાર, આ બંને ગ્રહો લગભગ 18 મહિના સુધી આ રાશિઓમા રહેશે અને લગભગ 24 જૂન 2028 સુધી આની અસર જોવા મળશે.
રાહુ-કેતુના ગોચરથી રાશિઓ પર પડતી અસર
મેષ રાશિ : મેષ રાશિના જાતકો માટે રાહુ-કેતુનું ગોચર કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ નવી તકો લાવશે. નોકરી કરતાં લોકોને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તકો મળશે. ત્યારે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવી યોજનાઓ પર કામ કરવાનો મોકો મળી શકે છે.
વૃષભ રાશિ : આ ગોચર વૃષભ રાશિના જાતકોના જીવનમાં આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અટકાયેલા કામ પૂરા થવાની સંભાવના છે. આ સિવાય ધન સાથે જોડાયેલા મામલામાં રાહત મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે.
મિથુન રાશિ : મિથુન રાશિના જાતકો માટે રાહુ-કેતુનું ગોચર માનસિક ગૂંચવણોથી મુક્તિ મેળવનાર સાબિત થઈ શકે છે. તમે છેલ્લા કેટલાક સમયથી જે બાબતોને લઈને પરેશાન છો, તેમાંથી ધીમે-ધીમે તમારી પરેશાની દૂર થઈ શકે છે.
કર્ક રાશિ : રાહુ-કેતુનું મહાગોચર કર્ક રાશિના લોકો માટે ઘણા બદલાવો લાવી શકે છે. પારિવારિક જીવન અને અંગત સંબંધોમાં કેટલીક નવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં વાતચીત દરમિયાન સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે.
સિંહ રાશિ : સિંહ રાશિના જાતકોએ આ ગોચર દરમિયાન પોતાના સંબંધો અને ભાગીદારી સાથે જોડાયેલા મામલા પર ધ્યાન આપવું પડશે. કાર્યક્ષેત્રમાં નવા લોકો સાથે સંપર્ક બની શકે છે, જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કન્યા રાશિ : આ મહાગોચર કન્યા રાશિના લોકો માટે કામકાજ અને રોજિંદા જીવનમાં બદલાવ લાવી શકે છે. નોકરીમાં ઘણી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલાં કામ પૂરા કરવાની તક મળી શકે છે.
તુલા રાશિ : તુલા રાશિના લોકો માટે રાહુ-કેતુનું ગોચર ક્રિએટિવ કામ અને અંગત જીવનમાં નવી તકો લાવી શકે છે. વિદ્યાર્થીઓને ભણવા એકાગ્રતા જાળવી રાખવાની જરૂર પડશે. પ્રેમ સંબંધોમાં પણ અમુક બદલાવ જોવા મળી શકે છે.
વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકોના પારિવારિક જીવનમાં અમુક બદલાવ આવી શકે છે. ઘર-પરિવાર સાથે જોડાયેલા મામલામાં જવાબદારી વધી શકે છે. પરંતુ સંપત્તિ સાથે જોડાયેલા નિર્ણય લેતા સમયે સાવચેતી રાખવી પડશે.
ધનુ રાશિ : ધનુ રાશિવાળા માટે આ ગોચર સંપર્ક, સંવાદ અને નાની ટ્રીપ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે, જેમનાથી તમને આગળ વધવાની તકો મળી શકે છે.
મકર રાશિ : રાહુનો પ્રવેશ મકર રાશિમાં થતો હોવાથી આ રાશિના જાતકોના વ્યક્તિત્વ અને વિચારોમાં બદલાવ જોવા મળી શકે છે. કરિયરમાં આગળ વધવાની મહત્વાકાંક્ષા વધશે.
કુંભ રાશિ : કુંભ રાશિમાંથી રાહુ નિકલવાથી આ રાશિના જાતકો માટે ઘણા મામલામાં રાહત લાવી શકે છે. માનસિક મૂંઝવો અને અનિશ્ચિતતામાં ઘટાડો અનુભવી શકે છે. ત્યારે કેતુનું ગોચર તમારા ખર્ચ અને વિદેશ સાથે જોડાયેલા મામલામાં અસર કરી શકે છે.
મીન રાશિ : રાહુ-કેતુનું આ ગોચર મીન રાશિના જાતકો માટે સામાજિક સંપર્ક અને આર્થિક યોજનાઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. નવા લોકો સાહે જોડાવવા અને ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવવાની તકો મળી શકે છે.




