Science & Technology

ગૂગલ પ્લે સ્ટોરમાં મોટો ઇશ્યુ: કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
ગૂગલ પ્લે સ્ટોરમાં હાલમાં એક બદલાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઘણાં યુઝર્સ ચિંતિત છે. એન્ડ્રોઇડ ડિવાઇસ સારી રીતે કામ કરે, એ માટે સિસ્ટમમાં પહેલેથી આવેલી ઍપ્લિકેશન્સને અપડેટ કરવી જરૂરી છે. એન્ડ્રોઇડની ઍપ્લિકેશન્સની સાથે અન્ય ઍપ્લિકેશન્સ પર પણ અસર થઈ રહી છે, જેમાં યુટ્યુબ અને પિક્સેલ કેમેરાનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઍપ્લિકેશન્સની પ્લે સ્ટોરમાં અપડેટ દેખાતી નથી. ગમે એટલી વાર રિફ્રેશ કરવા છતાંય, એ દેખાતી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૂગલ પ્લે સ્ટોરમાં મોટો ઇશ્યુ: કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

Google Play Store Update Issue: ગૂગલ પ્લે સ્ટોરમાં હાલમાં એક બદલાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઘણાં યુઝર્સ ચિંતિત છે. એન્ડ્રોઇડ ડિવાઇસ સારી રીતે કામ કરે, એ માટે સિસ્ટમમાં પહેલેથી આવેલી ઍપ્લિકેશન્સને અપડેટ કરવી જરૂરી છે. એન્ડ્રોઇડની ઍપ્લિકેશન્સની સાથે અન્ય ઍપ્લિકેશન્સ પર પણ અસર થઈ રહી છે, જેમાં યુટ્યુબ અને પિક્સેલ કેમેરાનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઍપ્લિકેશન્સની પ્લે સ્ટોરમાં અપડેટ દેખાતી નથી. ગમે એટલી વાર રિફ્રેશ કરવા છતાંય, એ દેખાતી નથી.

કઈ-કઈ ઍપ્લિકેશન પર અસર થઈ છે?

એન્ડ્રોઇડમાં આવેલા આ નવા મુદ્દાની અસર મુખ્યત્વે વધુ ઉપયોગમાં આવતી ઍપ્લિકેશન્સ પર પડી છે. તેમાં એન્ડ્રોઇડ સ્વિચ, એન્ડ્રોઇડ સિસ્ટમ ઇન્ટેલિજન્સ, ગૂગલ વાઇ-ફાઇ પ્રોવિઝનર, ગૂગલ પાર્ટનર સેટઅપ, સેટિંગ્સ સર્વિસીસ, પિક્સેલ કેમેરા, પિક્સેલ વેધર અને યુટ્યુબ મ્યુઝિકનો સમાવેશ થાય છે. પિક્સેલ કેમેરાને ડાયરેક્ટ સર્ચ કરવામાં આવે ત્યારે ફક્ત 9.9 અપડેટ જ દેખાય છે. યુટ્યુબ પહેલેથી ઇન્સ્ટોલ હોય, છતાંયે એની અપડેટ્સ લિસ્ટમાં દેખાતી નથી. જોકે, યુટ્યુબને શોધીને એ પેજ પરથી અપડેટ કરી શકાય છે.


ડેટા રિસ્ટોર ટૂલ પર પણ અસર

ગૂગલની ડેટા રિસ્ટોર ટૂલ પર પણ આ ઇશ્યુની અસર જોવા મળી છે. આ ટૂલ જૂના ફોનમાંથી ડેટા નવા ફોનમાં પરિવહન કરવા માટે મદદ કરે છે, જે ડેટા કેબલ અથવા ક્લાઉડની મદદથી શક્ય છે. જોકે, આ સિસ્ટમ એપ પર પણ આ પ્રોબ્લેમનો પડઘો પડ્યો છે. હવે, આ ઍપ્લિકેશનને એક્સેસ અને અપડેટ કરવા માટે ગૂગલ પ્લે લિંકની જરૂર છે, કારણ કે તે વિના એને શોધી શકાતી નથી. આ સમસ્યા ગૂગલની પાર્ટનર સેટઅપ ઍપ્લિકેશન પર પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: સર્ચમાં AIની મદદથી યુઝર્સને મળશે ઓડિયો ઓવરવ્યુ: ગૂગલના નવા ફીચરથી વેબ સાઇટ્સના ટ્રાફિક પર અસર

આ સમસ્યાનું કારણ શું?

એન્ડ્રોઇડમાં આ સમસ્યા કેમ સર્જાઈ છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. ગૂગલ પ્લે સ્ટોરમાં આ સ્થિતિ શા માટે સર્જાઈ છે, એ અંગે ગૂગલે હજી સુધી કોઈ માહિતી જાહેર કરી નથી. ઓપરેટિંગ સિસ્ટમની તકલીફ છે કે પછી ગૂગલ દ્વારા એના પર કોઈ બદલાવ કરવામાં આવી રહ્યો છે, એ એક સવાલ છે.