ગૂગલ મેપ્સમાં નેવિગેશન વિના પણ સ્પીડોમીટરનો લાભ મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આપણે પોતાની કારમાં કે બાઇક પર એક સ્થળેથી બીજે સ્થળે જતી વખતે ગૂગલ મેપમાં નેવિગેશન સગવડનો લાભ લઇ રહ્યા હોઇએ તો મેપ પર પોતાના વાહનની પ્રગતિ જોઈ શકીએ છીએ. સાથોસાથ સ્ક્રીન પર આપણા વાહનની ગતિ પણ જોઈ શકાય છે. તમે મેપ્સમાં નેવિગેશનનો લાભ લેતી વખતે તેના આ સ્પીડોમીટર ફીચર તરફ ધ્યાન આપ્યું હશે તો જોયું હશે કે કારના સ્પીડોમીટરમાં જોવા મળતો આંકડો અને મોબાઇલમાં મેપ્સ એપના સ્ક્રીન પર જોવા મળતો આંકડો લગભગ સરખો હોય છે!
જોકે પાછલા કેટલાક સમયથી એન્ડ્રોઇડ ઓટોના કેટલાક યૂઝરને નેવિગેશન વખતે કારના સ્ક્રીન પર આવું સ્પીડોમીટર દેખાવાનું બંધ થયું છે. ગૂગલના કહેવા મુજબ જ્યારે વાહનમાં કોઈ નિશ્ચિત લોકેશન ડેસ્ટિનેશન તરીકે સેટ કરવામાં આવ્યું હોય ત્યારે અને નેવિગેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું હોય ત્યારે જ સ્પીડોમીટર જોવા મળે છે. જોકે હવે ગૂગલે સ્પષ્ટતા કરી છે કે કારમાં એન્ડ્રોઇડ ઓટોમાં ડેસ્ટિનેશન નાખીને નેવિગેશન સ્ટાર્ટ ન કરવામાં આવ્યું હોય તો પણ સ્ક્રીન પર સ્પીડોમીટર જોવા મળી શકે છે.




