Science & Technology

Googleએ લોન્ચ કર્યું એડવાન્સ્ડ AI ઇમેજ-એડિટિંગ ટૂલ 'Pics': Docs અને Slides સાથે ઇન્ટિગ્રેશન, 2K-4K અપસ્કેલિંગ સહિતના દમદાર ફીચર્સ

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
ગૂગલે પોતાના યુઝર્સ માટે 'Pics' નામનું AI આધારિત નવું ઇમેજ એડિટિંગ ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલ Google Workspaceના બિઝનેસ સ્ટાન્ડર્ડ, બિઝનેસ પ્લસ, એન્ટરપ્રાઇઝ સ્ટાન્ડર્ડ, એન્ટરપ્રાઇઝ પ્લસ અને Google AI Pro for Education સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. 'Nano Banana' મોડેલ પર આધારિત આ ટૂલ 2K, 4K અપસ્કેલિંગ, ટેક્સ્ટ ટ્રાન્સલેશન અને ઓબ્જેક્ટ સેગમેન્ટેશન જેવી સુવિધાઓ આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Googleએ લોન્ચ કર્યું એડવાન્સ્ડ AI ઇમેજ-એડિટિંગ ટૂલ 'Pics': Docs અને Slides સાથે ઇન્ટિગ્રેશન, 2K-4K અપસ્કેલિંગ સહિતના દમદાર ફીચર્સ

Google Launches AI-Powered Image Editing Tool Pics: ગૂગલે પોતાના યુઝર્સ માટે 'Pics' નામનું નવું અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઇમેજ એડિટિંગ ટૂલ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આ શક્તિશાળી ટૂલ મુખ્યત્વે ગૂગલ વર્કસ્પેસના બિઝનેસ સ્ટાન્ડર્ડ, બિઝનેસ પ્લસ, એન્ટરપ્રાઇઝ સ્ટાન્ડર્ડ અને એન્ટરપ્રાઇઝ પ્લસ પ્લાન ધરાવતા સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 'Google AI Pro for Education'ના વપરાશકર્તાઓને પણ આ નવા ટૂલનો એક્સેસ આપવામાં આવી રહ્યો છે.

'Pics' ટૂલ ગૂગલના 'Nano Banana' ઇમેજ-જનરેશન મોડલ પર આધારિત છે. આ ટૂલની મદદથી યુઝર્સ સરળ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપીને નવી તસવીરો જનરેટ કરી શકે છે અથવા પહેલેથી રહેલી કોઈપણ ઇમેજનો રેફરન્સ તરીકે ઉપયોગ કરીને સર્જનાત્મક ફેરફારો કરી શકે છે.

2K અને 4K રેઝોલ્યુશન અપસ્કેલિંગ તેમજ ટેક્સ્ટ ટ્રાન્સલેશન

'Pics' યુઝર્સને પોતાની ઇમેજ પર વ્યાપક નિયંત્રણ પૂરું પાડે છે. ઇમેજ AI દ્વારા બનાવવામાં આવી હોય કે પછી સામાન્ય કેમેરાથી લેવાયેલી હોય, યુઝર્સ તેના ચોક્કસ ભાગને સરળતાથી પસંદ કરીને એડિટ કરી શકે છે.

આ ટૂલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈપણ તસવીરમાં રહેલા ટેક્સ્ટને તેની ડિઝાઇન કે ફોન્ટ બદલ્યા વગર સીધો જ એડિટ કરવાની કે અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરવાની સુવિધા આપે છે. લોન્ચિંગ સમયે જ આ ટેક્સ્ટ ટ્રાન્સલેશન ફીચરમાં 29 ભાષાઓનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, 'Pics' એકસાથે અનેક એડિટિંગ હેન્ડલ કરવાની ક્ષમતા સાથે ઇમેજને 2K તેમજ 4K રેઝોલ્યુશન સુધી અપસ્કેલ કરી શકે છે.

Google Docs અને Slides સાથે સીધું ઇન્ટિગ્રેશન

ગૂગલે પોતાના યુઝર્સની સુવિધા માટે 'Pics'ને અન્ય વર્કસ્પેસ એપ્સ સાથે જોડી દીધું છે. હવે યુઝર્સ Google Docs અને Google Slidesમાં કામ કરતી વખતે કોઈપણ ઇમેજ પર ક્લિક કરીને સીધા જ આ તમામ કંટ્રોલ્સ મેળવી શકશે, જેના કારણે એડિટિંગ માટે અન્ય કોઈ ટેબ કે સોફ્ટવેરમાં સ્વિચ કરવાની જરૂર નહીં પડે. ટૂંક સમયમાં જ Google Driveમાં સેવ થયેલી કોઈપણ ઇમેજને પણ આ ટૂલ દ્વારા સીધી એડિટ કરી શકાશે.

ઓબ્જેક્ટ સેગમેન્ટેશન અને કોલેબોરેટિવ એડિટિંગ સુવિધા

'Pics'માં શક્તિશાળી ઓબ્જેક્ટ સેગમેન્ટેશન ટેકનોલોજી આપવામાં આવી છે, જેના થકી યુઝર્સ બાકીની ઇમેજને અસર કર્યા વગર કોઈપણ ચોક્કસ ઓબ્જેક્ટને અલગ તારવી શકે છે અને તેમાં ફેરફાર કરી શકે છે. યુઝર્સ ચોક્કસ વિસ્તાર પર ટાર્ગેટેડ ફેરફારો માટે ટેક્સ્ટ કમેન્ટ્સ મૂકી શકે છે અને એકસાથે મલ્ટીપલ એડિટ્સ કરી શકે છે. વધુમાં, આ ટૂલ કોલેબોરેટિવ એડિટિંગને પણ સપોર્ટ કરે છે, જેથી ટીમ મેમ્બર્સ કે સહકર્મચારીઓ એક જ સમયે એક જ તસવીર પર સાથે મળીને રીયલ-ટાઇમ કામ કરી શકે છે.