Science & Technology

કપડાં ટ્રાય કરવાની ઝંઝટમાંથી મળશે રાહત, ગૂગલે આ માટે લોન્ચ કરી 'ડોપલ' એપ

By GS TEAM
27 Jun 20252 mins read
TukuTouch Logo
ગૂગલ દ્વારા હાલમાં જ એક નવી એક્સપેરિમેન્ટલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ ‘ડોપલ’ છે. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન છે. એની મદદથી યુઝર પોતાને પર કપડાં કેવા લાગશે એ ચેક કરી શકે છે. આ એપ્લિકેશન હાલમાં ફક્ત અમેરિકા માટે જ છે અને આઈફોન તથા એન્ડ્રોઇડ યુઝર્સ એને ડાઉનલોડ કરી શકે છે. આ એપ્લિકેશનનું ટેસ્ટિંગ પૂરૂં થયા બાદ તેને દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. હવે યુઝરએ વારંવાર કપડાં ટ્રાય કરવાની જરૂર નહીં પડે. તેમ જ જે-તે કપડાં ઓનલાઇન જોયા હોય તે પણ પોતાના પર કેવા લાગશે એ ચેક કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કપડાં ટ્રાય કરવાની ઝંઝટમાંથી મળશે રાહત, ગૂગલે આ માટે લોન્ચ કરી 'ડોપલ' એપ

Google New-App Doppl: ગૂગલ દ્વારા હાલમાં જ એક નવી એક્સપેરિમેન્ટલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ ‘ડોપલ’ છે. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન છે. એની મદદથી યુઝર પોતાને પર કપડાં કેવા લાગશે એ ચેક કરી શકે છે. આ એપ્લિકેશન હાલમાં ફક્ત અમેરિકા માટે જ છે અને આઈફોન તથા એન્ડ્રોઇડ યુઝર્સ એને ડાઉનલોડ કરી શકે છે. આ એપ્લિકેશનનું ટેસ્ટિંગ પૂરૂં થયા બાદ તેને દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. હવે યુઝરએ વારંવાર કપડાં ટ્રાય કરવાની જરૂર નહીં પડે. તેમ જ જે-તે કપડાં ઓનલાઇન જોયા હોય તે પણ પોતાના પર કેવા લાગશે એ ચેક કરી શકે છે.

આ એપ કેવી રીતે કામ કરે છે?

આ એપ્લિકેશનમાં યુઝરે સૌપ્રથમ પોતાનો ફુલ ફોટો અપલોડ કરવો પડશે. એ અપલોડ કર્યા બાદ એપ યૂઝરની બોડી ને એનાલાઈઝ કરશે. ત્યારબાદ, યુઝરે જે પણ કપડાં ચેક કરવા હોય તેમના ફોટા અપલોડ કરવાના રહેશે. એ રીતે, પ્રોફાઇલ રૂપે યુઝરનો ફોટો જરૂરી રહેશે.

AI જનરેટ કરશે વીડિયો

યુઝર કપડાં કેવી રીતે દેખાશે તે જોવા માટે જ્યારે ફોટો અપલોડ કરશે, ત્યારે AI કામ શરૂ કરશે. ત્યારબાદ, AI યુઝરનું એક વીડિયો વર્ઝન બનાવશે જેમાં કપડાં કેવા દેખાય છે એ જોઈ શકાશે.આ વીડિયો યુઝરને દરેક દ્રષ્ટિકોણથી પોતાને જોવા દે છે, જેનાથી રિયલ લાઇફમાં તે કપડાં કેવા લાગશે તેનો અંદાજ આવે છે. અગાઉ ગૂગલની ટ્રાય-ઓન ટેકનોલોજી અન્ય મોડલ્સ પર દેખાડતી હતી, હવે યુઝર પોતાની બોડી પર જ પરિણામ જોઈ શકે છે.

ગૂગલની શોપિંગ એપ પર આધારિત છે એપ્લિકેશન

આ નવી એપ્લિકેશન ગૂગલની વર્ચ્યુઅલ શોપિંગ ટેકનોલોજી એટલે કે ટ્રાય-ઓન પર આધારિત છે, પણ હવે તે વધુ વ્યક્તિગત છે. યુઝર પોતાને જ જોઈ શકે છે કે નવી સ્ટાઇલ કે નવો ટ્રેન્ડ તેમના પર કેમ લાગે છે. ગૂગલે એપ લોન્ચ કરતી વખતે પોતાના બ્લોગમાં કહ્યું હતું કે, ‘ડોપલની મદદથી યુઝર સ્ટાઇલ ચેક કરવું વધુ ઉત્સાહજનક અનુભવ કરશે.’

આ પણ વાંચો: ઓછા થતાં જન્મઆંક વિશે ચિંતા વ્યક્ત કરી મસ્કે: દરેકને ઓછામાં ઓછા ત્રણ બાળકોને જન્મ આપવા માટે કરી વિનંતી

યુઝર શેર કરી શકશે AI જનરેટેડ વીડિયો

આ એપ્લિકેશનમાં સોશિયલ મીડિયા જેવું ફીડ હશે, જ્યાં યુઝર પોતાનો જનરેટ કરાયેલો સ્ટાઇલ વીડિયો શેર કરી શકશે. જેથી દુનિયાસમક્ષ પોતાનું મોડેલિંગ રજૂ કરી શકશે અને મિત્રો કે પરિવારના મંતવ્ય પણ મેળવી શકશે.