Google Launch New Transist Mode: Googleએ તેના નવા Transit mode ફીચરનું રોલઆઉટ શરૂ કરી દીધુ છે, જેમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન યુઝર અનુભવને વધુ સારી રીતે બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ એક ઓટોમેટેડ ફીચર છે, જે તમારા દૈનિક કમ્યુટને સુધારવા માટે ફોનની સેટિંગ્સ આપમેળે એડજસ્ટ કરે છે. આ અપડેટ સૌપ્રથમ માર્ચ 2026 Feature Drop સાથે જાહેર કરવામાં આવી હતી. આ ફીચરને ચાલુ કરવા માટે યુઝર્સ Settings > Modesમાં જઈ ત્યાં Do Not Disturb, Bedtime અને Driving modes ની બાજુમાં નવું Transit વિકલ્પ જોવા મળશે. એનો ઓન કરતાં આ ફીચરનો ઉપયોગ કરી શકાશે.
ટ્રાન્ઝિટ મોડમાં કસ્ટમાઇઝ કરી શકાય તેવી સેટિંગ્સ
Transit modeમાં વિવિધ કસ્ટમાઇઝ કરી શકાય તેવી સેટિંગ્સ મળે છે. યુઝર્સ People, Apps અને Alarms જેવી નોટિફિકેશન ફિલ્ટર્સને અન્ય modesની જેમ નિયંત્રિત કરી શકે છે.
આ મોડની એક ખાસ સુવિધા એ છે કે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે તે આપમેળે ચાલુ થઈ જાય છે. આથી યુઝર્સને દરેક વખતે ટ્રેનમાં ચઢતી વખતે ફીચર હાથથી ચાલુ કરવાની જરૂર નથી રહેતી.
વોલ્યુમ અને બ્લૂટૂથ સેટિંગ્સ
Transit modeના App settingsમાં યુઝર્સ ટ્રાવેલ દરમિયાન વોલ્યુમ સેટિંગ્સ કસ્ટમાઇઝ કરી શકે છે. તેઓ Sound on, Vibrate only અથવા Silent modeમાંથી પસંદગી કરી શકે છે. આ ફીચર યુઝરને મુસાફરી દરમિયાન Bluetooth આપમેળે ચાલુ કરવાની સુવિધા પણ આપે છે, જેથી તમે સરળતાથી તમારા હેડફોન સાથે કનેક્ટ થઈ શકો. આ પ્રકારનું કસ્ટમાઇઝેશન Pixel ડિવાઇસના અન્ય modes કરતાં Transit modeને અલગ બનાવે છે.
રિયલ-ટાઇમ કમ્યુટ નોટિફિકેશન્સ
Transit mode કમ્યુટ નોટિફિકેશન્સ સેટ કરવાની સુવિધા પણ આપે છે. આ ફીચરની મદદથી યુઝર શરૂનો સમય, વેઇટીંગ ટાઇમ અને માર્ગોની રિયલ-ટાઇમ માહિતી આપે છે. આ માહિતી યુઝર લોકસ્ક્રીનના “At a Glance” વિભાગમાં અને હોમસ્ક્રીનના ટોચ પર જોઈ શકે છે. એને સેટ કરવા માટે યુઝર્સે પોતાનું ઘર અને ઓફિસનું સરનામું કન્ફર્મ કરવું પડશે અને Maps એપ માટે Google Maps Timeline સાથે ચોક્કસ Background location એક્સસે આપવું પડશે.
Google Maps Timeline કેવી રીતે ઍક્સેસ કરવું
Google મુજબ શરૂઆતના સેટઅપ પછી કમ્યુટ માહિતી દેખાવા માટે “2-3 અઠવાડિયા” લાગી શકે છે કારણ કે Google Mapsને તમારા કમ્યુટ પેટર્ન શીખવા માટે સમય જોઈએ છે. એનો અર્થ એ થાય છે કે યુઝર્સે ઘર અને ઓફિસનું સરનામું સેટ કર્યા પછી અને જરૂરી સેટિંગ્સ ચાલુ કર્યા પછી થોડી ધીરજ રાખવી પડશે. હાલમાં આ ફીચર Android 16 QPR3 (માર્ચ 2026) અને Android 17 Betaમાં ઉપલબ્ધ છે.


