Science & Technology

સ્કેમને અટકાવવા ગૂગલે લીધું મોટું પગલું: એન્ડ્રોઇડ એપ્સના ડેવલપરનું વેરિફિકેશન ફરજિયાત નહીં તો એપ્લિકેશનને કરશે બેન

By GS TEAM
26 Aug 20252 mins read
TukuTouch Logo
ગૂગલ હવે તેની સિક્યોરિટીને વધુ કસી રહી છે. 2026થી સર્ટિફાઇડ એન્ડ્રોઇડ ડિવાઇસ પર ફક્ત વેરિફાઇડ ડેવલપર્સની જ એપ્લિકેશન જોવા મળશે. આ પોલિસી ફક્ત પ્લે સ્ટોર માટે નથી, પરંતુ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવતી એપ્લિકેશન અને થર્ડ-પાર્ટી એપ સ્ટોર માટે પણ લાગુ પડે છે. યુઝરની ડિવાઇસ પર કરવામાં આવતાં મેલવેર એટેક અને છેતરપિંડીને અટકાવવા માટે ગૂગલ દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્કેમને અટકાવવા ગૂગલે લીધું મોટું પગલું: એન્ડ્રોઇડ એપ્સના ડેવલપરનું વેરિફિકેશન ફરજિયાત નહીં તો એપ્લિકેશનને કરશે બેન

Google Security: ગૂગલ હવે તેની સિક્યોરિટીને વધુ કસી રહી છે. 2026થી સર્ટિફાઇડ એન્ડ્રોઇડ ડિવાઇસ પર ફક્ત વેરિફાઇડ ડેવલપર્સની જ એપ્લિકેશન જોવા મળશે. આ પોલિસી ફક્ત પ્લે સ્ટોર માટે નથી, પરંતુ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવતી એપ્લિકેશન અને થર્ડ-પાર્ટી એપ સ્ટોર માટે પણ લાગુ પડે છે. યુઝરની ડિવાઇસ પર કરવામાં આવતાં મેલવેર એટેક અને છેતરપિંડીને અટકાવવા માટે ગૂગલ દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

વેરિફિકેશન પ્રોસેસને બનાવી વધુ કડક

ગૂગલ દ્વારા 2023માં આ પ્રકારની એક પોલિસી રજૂ કરવામાં આવી હતી. જોકે એમાં પ્લે સ્ટોર પર એ લાગુ પડતી હતી. જોકે હવે એ દરેક રીતે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવામાં આવે એ પ્રોસેસ પર લાગુ પડશે. યુઝર ઇન્ટરનેટ પરથી કોઈ પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરશે તો પણ એ એપને આ પોલિસી લાગુ પડશે. ગૂગલ દ્વારા હવે એપ્લિકેશનના કન્ટેન્ટની સાથે આ એપ્લિકેશન કોણે બનાવી છે અને ક્યાંથી આવી છે એ પણ ચેક કરવામાં આવશે. આથી એક એપ્લિકેશનને બેન કરવામાં આવી હોય તો એ ડેવલપર પર ધ્યાન આપી શકાય અને તેના તરફથી બીજી એપ્લિકેશન સબમિટ કરવામાં આવે ત્યારે એના પર વધુ ધ્યાનથી નજર કરી શકાય.

ડેવલપર્સ માટે બનાવાયા વધુ કાયદા-કાનૂન

ગૂગલ પ્લે સ્ટોરની બહાર જે ડેવલપર્સ તેમની એપ્લિકેશનની સર્વિસ પૂરી પાડતા હોય તેમણે હવે નવા એન્ડ્રોઇડ ડેવલપર કોન્સોલનો ઉપયોગ કરવો પડશે. સ્ટુડન્ટ અને હોબી માટે એપ્લિકેશન બનાવતા ડેવલપર્સ માટે આ પ્રોસેસ થોડી સરળ છે, પરંતુ કમર્શિયલ સર્વિસ પૂરી પાડનાર માટે નહીં. ડેટા યુનિવર્સલ નંબરિંગ સિસ્ટમ હેઠળ હવે ઓર્ગેનાઇઝેશન દ્વારા રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે. ગૂગલ પ્લેના ડેવલપર્સ મોટાભાગે આ તમામ પ્રોસેસનું અમલ કરતાં આવ્યાં છે, પરંતુ આ પ્લેટફોર્મની બહારના ડેવલપર્સે પણ હવે આ બધા કાયદા-કાનૂન ફોલો કરવા પડશે નહીં તો તેમની એપ્લિકેશન એન્ડ્રોઇડમાં ઇન્સ્ટોલ નહીં થાય.

આ પણ વાંચો: ટી એપના ડેટા લીકને કારણે 33000 મહિલાઓ જોખમમાં: ગૂગલ મેપ્સ પર જોવા મળી રહ્યા છે એડ્રેસ

પ્રોસેસની શરૂઆત થશે ઓક્ટોબરમાં

ગૂગલ દ્વારા આ નવી પોલિસીની શરૂઆત માટે વેરિફિકેશન 2025ના ઓક્ટોબરથી આપવાનું શરૂ કરવામાં આવશે. આ પોલિસી મોટાભાગે માર્ચ 2026માં દરેક જગ્યાએ શરૂ થઈ જશે. જોકે બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને થાઇલેન્ડમાં એ 2026ની સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સ્કેમ માર્કેટમાં આ દેશમાં સૌથી વધુ અસર થાય છે. 2027ની શરૂઆત સુધીમાં દુનિયાના તમામ દેશમાં દરેક એપ્લિકેશન સર્ટિફાઇડ હોવાનો પ્લાન છે. આથી દરેક ડેવલપર્સ દ્વારા તેમનું વેરિફિકેશન કરાવવું જરૂરી છે.