Googleમાં બળવો? DeepMind સ્ટાફનો મોટો નિર્ણય: AIનો મિલિટરી ઉપયોગ રોકવા યુનિયનની રચના…
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Google DeepMind Union: Google DeepMindના લંડન હેડક્વાર્ટરમાં કામ કરતા કર્મચારીઓએ યુનિયન બનાવવા માટે મતદાન કર્યું છે. તેનો મુખ્ય હેતુ ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા મિલિટરી કામગીરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ અટકાવવાનો છે. મંગળવારે Google મેનેજમેન્ટને મોકલાયેલા પત્રમાં તેમણે Communication Workers Union (CWU) અને Unite the Unionને તેમના સંયુક્ત પ્રતિનિધિ તરીકે માન્યતા આપવા માંગ કરી હતી. આ પગલાને DeepMindના CWU સભ્યોમાંથી 98%નું સમર્થન મળ્યું હતું.
મેનેજમેન્ટ પાસે માન્યતા આપવા 10 કામકાજના દિવસો
જો આ યુનિયન બનાવવાનો પ્રયાસ સફળ થાય તો Google DeepMindના લંડન હેડક્વાર્ટરમાં કામ કરતા ઓછામાં ઓછા 1,000 કર્મચારીઓને પ્રતિનિધિત્વ મળશે. મેનેજમેન્ટ પાસે આ પગલાને સ્વૈચ્છિક રીતે માન્યતા આપવા માટે 10 કામકાજના દિવસો છે. નહીં તો, સત્તાવાર માન્યતા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. યુનિયનની માંગમાં ખાસ મુદ્દાઓ સામેલ છે, જેમ કે લોકોનું નુકસાન કરતી હથિયારો અથવા ટેક્નોલોજી વિકસાવવાનું ટાળવાનો સંકલ્પ અને AIના ઉપયોગથી કર્મચારીઓની ભૂમિકા અથવા નોકરીની સુરક્ષા પર પડતા પ્રભાવ અંગે ચર્ચા.
યુકેના કર્મચારીઓમાં મિલિટરી AI અંગે ચિંતા
Google DeepMindના યુકે હેડક્વાર્ટરના કર્મચારીઓએ યુનિયન બનાવવા માટે મતદાન કર્યું છે, જેમાં એક કારણ કંપની અને અમેરિકી મિલિટરી વચ્ચે થયેલી ડીલ છે. ખાસ કરીને Googleની ડિફેન્સ ડિપાર્ટમેન્ટ સાથેની સંભવિત ડીલના રિપોર્ટને કારણે તેઓ આ યુનિયન બનાવવા માટે પ્રેરાયા છે. એક કર્મચારીએ જણાવ્યું કે તેણે યુનિયનમાં જોડાવાનું કારણ AIનો ઉપયોગ સરકાર દ્વારા મિલિટરીમાં કરવામાં આવી રહ્યો હોવાના ડરને કારણે છે, પછી ભલે તે દેખરેખ માટે કેમ ન હોય.









