Get The App

ગૂગલ ક્રોમનું નવું AI ફીચર, ઓટોમેટિક વેબ ટાસ્ક હેન્ડલ કરશે…

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
ગૂગલ ક્રોમનું નવું AI ફીચર, ઓટોમેટિક વેબ ટાસ્ક હેન્ડલ કરશે… 1 - image


Google Chrome New AI Feature: ગૂગલએ તેના ક્રોમ બ્રાઉઝરમાં એક નવું ફીચર ‘ઓટો બ્રાઉઝ’ લોન્ચ કર્યું છે. આ નવું ટૂલ એડવાન્સ્ડ જેમિની 3 મોડલની મદદથી કામ કરે છે. આ ટૂલ ઘણાં બધા ટાસ્કને ઓટોમેટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. ટ્રાવેલ ખર્ચ શોધવા, અપોઇન્ટમેન્ટ બુક કરવી અને સબ્સ્ક્રિપ્શન મેનેજ કરવા જેવા કામ આ ફીચરની મદદથી કરી શકાશે. હાલમાં આ ફીચર માત્ર અમેરિકામાં AI પ્રો અને અલ્ટ્રા સબ્સ્ક્રાઇબર્સ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

ત્રાસદાયક કામ આ ટૂલ સંભાળી લેશે

ક્રોમમાં ઓટો બ્રાઉઝ ફીચર યુઝર્સને શોપિંગ, શેડ્યુલિંગ અને ડિજિટલ પેપરવર્ક જેવા રૂટીન કામ સોંપવાની પરવાનગી આપે છે. ગૂગલએ જણાવ્યું છે કે આ ટૂલ ખાસ કરીને વેકેશન પ્લાનિંગ માટે ઉપયોગી થઈ શકે છે, કારણ કે તે કેટલીક કંટાળાજનક પ્રક્રિયાઓ સંભાળી શકે છે. આ ટૂલને જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે તેનો વિવિધ કામ માટે ઉપયોગ કર્યો હતો જેમ કે અપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવી, લાંબા ઑનલાઇન ફોર્મ્સ ભરવા, ટેક્સ ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરવી, પ્લમ્બર્સ અને ઇલેક્ટ્રિશિયન પાસેથી ક્વોટ્સ મેળવવા માટે.

મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે આવે છે આ ટૂલ

ઓટો બ્રાઉઝ ફીચર મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે આવે છે. એનો અર્થ એ છે કે તે ફોટામાં રહેલી વસ્તુઓ ઓળખી શકે છે, સમાન વસ્તુઓ શોધી શકે છે, વસ્તુઓને કાર્ટમાં ઉમેરવા, ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરવા અને તમારા બજેટમાં રહેવા મદદ કરી શકે છે. યુઝર્સની પરવાનગી સાથે આ ટૂલ ગૂગલ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરીને વેબસાઇટ્સમાં સુરક્ષિત રીતે સાઇન ઇન કરી શકે છે અને ઓથેન્ટિકેશન જરૂરી હોય તેવા કામ પૂર્ણ કરી શકે છે.

ક્રોમમાં ઓટો બ્રાઉઝ કેવી રીતે ઍક્સેસ કરવું?

આ ફીચર હાલમાં અમેરિકામાં કાર્યરત છે. ઓટો બ્રાઉઝનો ઉપયોગ કરવા માટે 18 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ. આ માટે ક્રોમનું નવું વર્ઝન ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ અને ગૂગલ AI પ્રો અથવા અલ્ટ્રા સબ્સ્ક્રિપ્શન હોવું જોઈએ. યુઝરે ક્રોમમાં જેમિની માટે opt-in કરવું પડશે અને પર્સનલ ગૂગલ એકાઉન્ટથી સાઇન ઇન કરવું પડશે. આ ફીચર ઇનકોગ્નિટો મોડમાં અથવા વર્ક અને સ્કૂલ એકાઉન્ટ સાથે કામ નહીં કરે.

આ પણ વાંચો: મંગળ ગ્રહ પર નાસાની AI ડ્રાઇવને સફળ બનાવનાર ભારતીય વૈજ્ઞાનિક વંદી વર્મા કોણ છે? જાણો માહિતી...

ઓટો બ્રાઉઝ તમારા જોખમે ઉપયોગ કરો

ગૂગલએ સ્પષ્ટ કર્યું છે કે ક્રોમમાં જેમિની એક એક્સપેરિમેન્ટલ ફીચર છે અને યુઝર્સ તેમના તમામ એક્શન માટે જવાબદાર છે. ખરીદી અથવા ભૂલો આ AI કરી શકે છે. આથી કંપની દ્વારા યુઝર્સને ઓટો બ્રાઉઝ ધ્યાનપૂર્વક અને સુરક્ષિત રીતે ઉપયોગ કરવાની સલાહ આપી છે. સાચવીને ઉપયોગ કરવાથી ભૂલોને ટાળી શકાય છે અને નુકસાનથી બચી શકાય છે. યુઝર્સ Gemini Apps Activityમાં તેમની ઇન્ટરૅક્શન જોઈ અથવા ડિલીટ કરી શકે છે. ક્રોમ Historyમાં મુલાકાત લીધેલી વેબસાઇટ્સ ચેક કરી શકે છે, જ્યાં ઓટોમેટેડ સેશનને ખાસ આઇકનથી દર્શાવવામાં આવે છે.