Google Annual Event: Google તેની એન્યુઅલ ડેવલપર કોન્ફરન્સ Google I/O 2026માં એન્ડ્રોઇડ 17ને લોન્ચ કર્યું છે. આ ઇવેન્ટનું આયોજન 19 મે અને 20 મેના રોજ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ વિશ્વભરમાં લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે અને તેમાં કીનોટ્સ, ડેમોઝ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ભવિષ્યને સમર્પિત ડેવલપર સેશનનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ઇવેન્ટની શરૂઆત ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ દ્વારા કરવામાં આવી હતી. તેમણે ઇવેન્ટની શરૂઆત જ જેમિની AI દ્વારા કરી હતી.
- 'આસ્ક યુટ્યુબ' ફીચર લોન્ચ: યુટ્યુબ પર યુઝર્સ માટે સર્ચિંગનો નવો અનુભવ લાવવા માટે એક નવું કન્વર્ઝેશનલ (વાતચીત આધારિત) સર્ચ ફીચર શરૂ કરવામાં આવ્યું છે.
- જેમિની એપમાં બમણો ઉછાળો: ગૂગલની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ જેમિનીના એક મહિનાના એક્ટિવ યુઝર્સની સંખ્યા બે ગણી વધીને 90 કરોડ (900 Million)ને પાર પહોંચી ગઈ છે.
- દુનિયામાં સૌથી વધુ લોકો સુધી પહોંચ્યું જનરેટિવ AI: સુંદર પિચાઈના જણાવ્યા અનુસાર, ગૂગલ સર્ચ દુનિયાની અન્ય કોઈપણ પ્રોડક્ટ કરતાં સૌથી વધુ લોકો સુધી જનરેટિવ એઆઈ પહોંચાડી રહ્યું છે.
- બિલિયન યુઝર્સ ક્લબમાં ગૂગલનો દબદબો: ગૂગલની 13 પ્રોડક્ટ્સ એવી છે જેમના યુઝર્સ 1 અબજ (1 બિલિયન)થી વધુ છે, જ્યારે તેમાંથી 5 પ્રોડક્ટ્સ તો 3 અબજ (3 બિલિયન)થી પણ વધુ યુઝર્સ ધરાવે છે.
- 'ડોક્સ લાઈવ' ફીચરની જાહેરાત: ગૂગલે 'ડોક્સ લાઈવ' નામનું નવું ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના મનમાં ચાલતા ગમે તેવા વિચારોને બોલીને સીધા ડોક્યુમેન્ટમાં ઉતારી શકશે, એટલે કે ટાઈપ કર્યા વગર માત્ર બોલીને આખું લખાણ તૈયાર કરી શકાશે.

'જેમિની ઓમ્ની' મોડલ લોન્ચ
ગૂગલે તેનું અત્યંત શક્તિશાળી 'જેમિની ઓમ્ની' મોડલ રજૂ કર્યું છે, જે કોઈપણ પ્રકારના ઇનપુટ (જેમ કે ટેક્સ્ટ, ઓડિયો કે વિઝ્યુઅલ) પરથી ગમે તે વસ્તુ ક્રિએટ કરી શકે છે. આ નવું મોડલ ગૂગલના વૈશ્વિક માહિતી અને તાર્કિક ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીને સચોટ પરિણામો આપે છે.
વીડિયો એડિટિંગ પણ થશે સરળ: આ ઓમ્ની મોડલ માત્ર કન્ટેન્ટ ક્રિએટ જ નહીં, પણ હાઈ-લેવલ વીડિયો એડિટિંગ કરવા માટે પણ સક્ષમ છે, જે ક્રિએટર્સનું કામ ઘણું સરળ બનાવી દેશે.
AI કન્ટેન્ટની ઓળખ માટે 'સિન્થઆઈડી' વેરિફિકેશન: ઇન્ટરનેટ પર નકલી કે એઆઈ દ્વારા બનેલી તસવીરો ઓળખવા માટે ગૂગલે મોટું કદમ ઉઠાવ્યું છે. હવે ગૂગલ સર્ચના 'સર્કલ ટુ સર્ચ' ફીચરમાં અને ક્રોમ બ્રાઉઝરમાં ઈમેજ પર રાઈટ-ક્લિક કરીને જાણી શકાશે કે ફોટો અસલી છે કે તેને AI દ્વારા બનાવવામાં આવ્યો છે.
'જેમિની 3.5 ફ્લેશ'ની ધમાકેદાર એન્ટ્રી: ગૂગલે તેનું નવું અને અતિ ઝડપી મોડલ 'જેમિની 3.5 ફ્લેશ' રજૂ કર્યું છે, જે માર્કેટમાં રહેલા અન્ય ફ્રન્ટિયર મોડલ્સ કરતાં 4 ગણું વધુ ફાસ્ટ છે. આ મોડલ માત્ર હાઈ-લેવલ ઇન્ટેલિજન્સ જ નહીં, પણ રિયલ-ટાઇમ એક્શન (કાર્યો) લેવાની અદભુત ક્ષમતા પણ ધરાવે છે.
ગૂગલ એન્ટિગ્રેવિટી 2.0 બન્યું એજન્ટ-ફર્સ્ટ: ગૂગલે તેના કોડિંગ પ્લેટફોર્મનું નવું વર્ઝન 'એન્ટિગ્રેવિટી 2.0' રજૂ કર્યું છે, જે સંપૂર્ણપણે 'એજન્ટ-ફર્સ્ટ' મોડલ પર આધારિત છે. સામાન્ય એઆઈ ટૂલ્સની જેમ માત્ર ઓટો-કમ્પ્લીટ કે સૂચનો આપવાને બદલે, આ સિસ્ટમના પાવરફુલ એઆઈ એજન્ટ્સ જાતે જ આખા પ્રોજેક્ટનું પ્લાનિંગ, કોડિંગ, ટેસ્ટિંગ અને ડિબગિંગ (ભૂલો સુધારવી) સ્વાયત્ત રીતે કરી શકશે.
હવે સામાન્ય ગ્રાહકો માટે પણ આવશે AI એજન્ટ્સ: ડેવલપર્સ બાદ ગૂગલ હવે આ એડવાન્સ એઆઈ એજન્ટ્સને સામાન્ય યુઝર્સ સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે, જે રોજિંદા કાર્યોને ઓટોમેટિક અને વધુ સરળ બનાવી દેશે.
'જેમિની 3.5 પ્રો' જૂન મહિનામાં થશે લોન્ચ: ગૂગલે સત્તાવાર જાહેરાત કરી છે કે તેનું સૌથી પાવરફુલ અને નેક્સ્ટ-જનરેશન મોડલ 'જેમિની 3.5 પ્રો' આગામી જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવશે.

'જેમિની સ્પાર્ક', તમારો પર્સનલ AI એજન્ટ
ગૂગલે 'જેમિની સ્પાર્ક' રજૂ કર્યું છે, જેને કંપનીએ ડિજિટલ લાઈફ સરળ બનાવતો "પર્સનલ એઆઈ એજન્ટ" ગણાવ્યો છે.આ એજન્ટ ડેડિકેટેડ વર્ચ્યુઅલ મશીનો પર 24 કલાક બેકગ્રાઉન્ડમાં સતત ચાલતું રહેશે. તે 'જેમિની 3.5 ફ્લેશ' અને 'ગૂગલ એન્ટિગ્રેવિટી'ની જુગલબંધીથી કામ કરે છે. આ એજન્ટ ગૂગલ વર્કસ્પેસ એપ્સ (જેમ કે જીમેઇલ, ડ્રાઇવ)ની સાથે થર્ડ-પાર્ટી ટૂલ્સ અને એમસીપી (MCP - Model Context Protocol) સાથે જોડાઈને તમારા બધા જ કામો ઓટોમેટિક હેન્ડલ કરી શકશે. આ એજન્ટ માત્ર સૂચનો નહીં આપે, પણ યુઝર વતી આપમેળે ઈમેલ ડ્રાફ્ટ કરવા અને ગેસ્ટ લિસ્ટથી લઈને આખું પાર્ટી પ્લાનિંગ કરવા જેવા જટિલ કાર્યો પણ ૨૪ કલાક બેકગ્રાઉન્ડમાં રહીને પતાવી આપશે.
ક્રોમ બ્રાઉઝરમાં પણ ચાલશે 'Gemini Spark': આ પર્સનલ એઆઈ એજન્ટ ટૂંક સમયમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં પણ કાર્ય કરતું જોવા મળશે. તે એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ એમ તમામ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
આગામી અઠવાડિયે 'Google AI Ultra' યુઝર્સ માટે બીટા વર્ઝન: જેમિની સ્પાર્કનો લાભ સૌથી પહેલા આગામી અઠવાડિયે ગૂગલના ટોપ-ટાયર સબ્સ્ક્રાઇબર્સ એટલે કે 'Google AI Ultra' યુઝર્સને બીટા સ્વરૂપે મળશે.
પ્લાનની કિંમતોમાં મોટો ઘટાડો અને નવો પ્લાન: ગૂગલે તેના પ્લાન્સના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે. ટોપ-ટાયર 'Ultra' પ્લાનની કિંમત $250 થી ઘટાડીને હવે $200 કરી દેવામાં આવી છે. આ સાથે જ કંપની $100નો નવો 'Google AI Ultra' પ્લાન પણ લાવવા જઈ રહી છે.
ફોન સ્ક્રીન પર દેખાશે 'Android Halo': ગૂગલે સ્માર્ટફોન યુઝર્સ માટે એક નવું ઇન્ટરફેસ 'એન્ડ્રોઇડ હેલો' ટીઝ કર્યું છે. આ ફીચર ફોનની સ્ક્રીનની ઉપરના ભાગમાં એક નાની ચમકતી રીંગ અથવા નોટિફિકેશન તરીકે દેખાશે. આ હેલો યુઝરને કોઈ પણ અટકાવ વગર લાઈવ અપડેટ આપશે કે બેકગ્રાઉન્ડમાં પર્સનલ એઆઈ એજન્ટ જેમિની સ્પાર્ક હાલમાં કયું કામ પતાવી રહ્યો છે. આ ક્રાંતિકારી અપડેટ આ વર્ષના અંત સુધીમાં રોલ-આઉટ કરવામાં આવશે.

"ગૂગલ સર્ચ જ હવે AI સર્ચ છે" - સુંદર પિચાઈ
આ ઇવેન્ટ દરમિયાન સુંદર પિચાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 'હવે ગૂગલ સર્ચ એ માત્ર લિંક્સ શોધવાનું સાધન નથી રહ્યું, પણ તે સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્માર્ટ સર્ચ બની ચૂક્યું છે.'
'ઇન્ટેલિજન્ટ' સર્ચ બોક્સ રિડિઝાઇન અને મિની એપ્સ: ગૂગલે તેના પરંપરાગત સર્ચ બોક્સને સંપૂર્ણપણે રિડિઝાઇન કરીને 'ઇન્ટેલિજન્ટ' બનાવ્યું છે. હવે યુઝર્સને માત્ર લિંક્સ મળવાને બદલે સર્ચ બોક્સની અંદર જ જરૂરી માહિતી આપતા ઇન્ફોર્મેશન એજન્ટ્સ અને નાની નાની મિની એપ્સનો સપોર્ટ મળશે, જેનાથી સર્ચ પેજ છોડ્યા વિના જ ઘણા ખરા કામો ચપટીમાં પતી જશે.
ઓનલાઈન શોપિંગ માટે આવ્યું 'યુનિવર્સલ કાર્ટ'
ગૂગલે જેમિની પાવર્ડ 'યુનિવર્સલ કાર્ટ' ફીચર રજૂ કર્યું છે, જે યુઝર્સ માટે પર્સનલ શોપર જેવું કામ કરશે. હવે યુઝર્સ ગૂગલ સર્ચ, જેમિની, યુટ્યુબ કે જીમેઇલ પરથી અલગ-અલગ બ્રાન્ડ્સ (જેમ કે વોલમાર્ટ, ટાર્ગેટ, નાઇકી વગેરે)ની પ્રોડક્ટ્સને સિંગલ કાર્ટમાં એડ કરી શકશે.
ડીલ ટ્રેકિંગ અને પ્રોએક્ટિવ હેલ્પ: પ્રોડક્ટ કાર્ટમાં એડ થતાં જ જેમિની બેકગ્રાઉન્ડમાં બેસ્ટ ડીલ્સ અને ઓફર્સ શોધવાનું શરૂ કરી દેશે, પ્રાઇસ ડ્રોપ અને સ્ટોકના લાઈવ એલર્ટ આપશે. એટલું જ નહીં, જો તમે કમ્પ્યુટરના અલગ-અલગ પાર્ટ્સ ખરીદતા હોવ તો આ સ્માર્ટ કાર્ટ જાતે જ પાર્ટ્સ વચ્ચેની અસંગતતા પણ પકડી પાડશે અને ગૂગલ વોલેટ સાથે કનેક્ટ થઈને હિડન સેવિંગ્સ તેમજ લોયલ્ટી પોઇન્ટ્સનો આપમેળે ઉપયોગ કરી આપશે.
કેનવાને ટક્કર આપવા ગૂગલે લોન્ચ કરી 'Google Pics' એપ
ગૂગલે ગ્રાફિક ડિઝાઇનિંગ ક્ષેત્રે મોટો ધડાકો કરતા 'ગૂગલ પિક્સ' નામની નવી એપ રજૂ કરી છે. ગૂગલના શક્તિશાળી Nano Banana 2 એઆઈ મોડલ પર આધારિત આ એપ સોશિયલ મીડિયા ગ્રાફિક્સ, માર્કેટિંગ મટિરિયલ્સ, આમંત્રણ પત્રો અને મોકઅપ્સ માત્ર સાદા ટેક્સ્ટ પ્રોમ્પ્ટ દ્વારા સેકન્ડોમાં તૈયાર કરી આપશે.
જેમિની દ્વારા લેયર-બેઝ્ડ ઇઝી એડિટિંગ: આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના દરેક એલિમેન્ટ્સને જેમિની એઆઈની મદદથી સિંગલ ક્લિકથી એડિટ, રીસાઇઝ કે ટ્રાન્સફોર્મ (જેમ કે કોઈ વસ્તુ ખસેડવી કે બદલવી) કરી શકાશે.
જલદી સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ: ગૂગલ વર્કસ્પેસ સાથે નેટિવલી કનેક્ટ થનારી આ એપ બહુ જલદી 'Google AI Ultra' સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
'Google Flow' અને 'Flow Music' માટે ડેડિકેટેડ એપ્સ અને ઓમ્ની અપગ્રેડ
ગૂગલે વીડિયો એડિટિંગ અને ફિલ્મમેકિંગ ટૂલ 'ગૂગલ ફ્લો' અને સંગીત માટેના 'ફ્લો મ્યુઝિક'ને વધુ પાવરફુલ બનાવીને તેમના માટે ખાસ મોબાઇલ એપ્સ લોન્ચ કરી છે. હવે ક્રિએટર્સ ગમે ત્યાંથી મોબાઇલ દ્વારા જ પ્રોફેશનલ એડિટિંગ કરી શકશે.
જેમિની ઓમ્ની પાવરથી કામ થશે સરળ: ગૂગલ ફ્લોમાં ઓમ્ની મોડલ જોડાવાથી હવે ક્રિએટર્સ પોતાના શૂટ કરેલા અસલી વીડિયો ફૂટેજ સાથે AI જનરેટેડ કન્ટેન્ટને એકદમ નેચરલ રીતે બ્લેન્ડ કરી શકશે. સાથે જ, અલગ-અલગ સીનમાં દેખાતા પાત્રોનો ચહેરો અને અવાજ એકસરખો રાખવો ઘણો સરળ બનશે.
મ્યુઝિક વીડિયો પણ થશે જાતે જ ક્રિએટ: 'ફ્લો મ્યુઝિક'માં જેમિની ઓમ્ની સપોર્ટને કારણે, હવે ઓડિયો ટ્રેકની રિધમ અને લિરિક્સના આધારે એઆઈ આપમેળે જ શાનદાર મ્યુઝિક વીડિયો પણ તૈયાર કરી આપશે. 'ગૂગલ ફ્લો' એપ સૌથી પહેલા એન્ડ્રોઇડ (બીટા) પર અને 'ફ્લો મ્યુઝિક' સૌથી પહેલા iOS પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવશે.

ગૂગલ-સેમસંગના 'Android XR' ઓડિયો ગ્લાસીસ
ગૂગલે સેમસંગ સાથે મળીને ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે વગરના માત્ર ઓડિયો આધારિત સ્માર્ટ ગ્લાસીસ 'ઇન્ટેલિજન્ટ આઇવેર'ની પ્રથમ ઝલક દેખાડી છે. આ માટે જાણીતી આઇવેર બ્રાન્ડ્સ Gentle Monster અને Warby Parker સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે.
આઇફોન અને એન્ડ્રોઇડ બંનેને સપોર્ટ: આ સ્માર્ટ ચશ્મા આ વર્ષે Fall 2026ની શરૂઆતમાં લોન્ચ થશે. આ ચશ્મા માત્ર એન્ડ્રોઇડ જ નહીં, પણ આઇફોન યુઝર્સને પણ પૂરેપૂરો સપોર્ટ કરશે.
જેમિની એઆઈ આપશે 'લાઈવ' કમાન્ડ્સ: આ ચશ્મામાં ઇન-બિલ્ટ સ્પીકર્સ, કેમેરા અને માઇક્રોફોન આપેલા છે. યુઝર્સ માત્ર ચશ્માની ફ્રેમ પર ટેપ કરીને અથવા 'Hey Google' બોલીને રસ્તા પર ચાલતા-ચાલતા લાઈવ નેવિગેશન મેળવી શકશે, વિદેશી ભાષા કે સાઇનબોર્ડનું પોતાની લાઈવ વોઇસ ટોનમાં ટ્રાન્સલેશન સાંભળી શકશે, અને ફોન બહાર કાઢ્યા વગર જ ફોટા પાડીને તેને નેનો બનાના એઆઈ ટૂલથી એડિટ પણ કરી શકશે.


