Science & Technology

Googleનું AI હવે 24 કલાક પહેલાં ફ્લેશ ફ્લડની આગાહી કરી શકશે, જાણો કેવી રીતે…

By GS Team
14 Mar 20262 mins read
TukuTouch Logo
Googleએ એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલ જાહેર કર્યું છે જે શહેરી વિસ્તારોમાં આવતાં ફ્લેશ ફ્લડની આગાહી 24 કલાક પહેલાં કરી શકે છે. Googleની Gemini ટેક્નોલોજી અને Groundsource નામની નવી પદ્ધતિથી ચાલતી આ સિસ્ટમને લાખો ઐતિહાસિક ઘટનાઓના ડેટા પર ટ્રેઇન કરવામાં આવી છે, જેથી આપત્તિ અંગેની આગાહી વધુ સચોટ બની શકે. આ ડેટાસેટ હવે Googleના Flood Hub પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Googleનું AI હવે 24 કલાક પહેલાં ફ્લેશ ફ્લડની આગાહી કરી શકશે, જાણો કેવી રીતે…

Flash Flood Update For City: Googleએ એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલ જાહેર કર્યું છે જે શહેરી વિસ્તારોમાં આવતાં ફ્લેશ ફ્લડની આગાહી 24 કલાક પહેલાં કરી શકે છે. Googleની Gemini ટેક્નોલોજી અને Groundsource નામની નવી પદ્ધતિથી ચાલતી આ સિસ્ટમને લાખો ઐતિહાસિક ઘટનાઓના ડેટા પર ટ્રેઇન કરવામાં આવી છે, જેથી આપત્તિ અંગેની આગાહી વધુ સચોટ બની શકે. આ ડેટાસેટ હવે Googleના Flood Hub પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

શું છે Groundsource પદ્ધતિ?

Groundsource પદ્ધતિ ખાસ કરીને ફ્લેશ ફ્લડ અંગે વિશ્વસનીય ડેટાની અછત દૂર કરવા માટે વિકસાવવામાં આવી છે. નદીમાં આવતાં પૂરનું રેકોર્ડિંગ લાંબા સમયથી નિયમિત રીતે કરવામાં આવે છે, પરંતુ શહેરોમાં અચાનક આવતાં ફ્લેશ ફ્લડ વિશેનો ડેટા પૂરતો ઉપલબ્ધ ન હોવાથી એ ચોક્કસ નહોતું કહી શકાતું. આ સમસ્યા દૂર કરવા Groundsource સિસ્ટમે Geminiની મદદથી દાયકાઓ જૂના જાહેર ડેટાનો ઉપયોગ કર્યો અને 150 દેશોમાં 26 લાખથી વધુ ઐતિહાસિક પૂર ઘટનાઓની ઓળખ કરી હતી અને એને એનાલાઇઝ કર્યું છે.

Google Mapsના ડેટાથી તૈયાર થયો ડેટાસેટ

Groundsource સિસ્ટમે દરેક ઘટનાની ચોક્કસ સીમા નક્કી કરવા માટે Google Mapsનો પણ ઉપયોગ કર્યો છે. તેના કારણે સંશોધકોને શહેરી વિસ્તારોમાં આવતા ફ્લેશ ફ્લડ અંગે વધુ ચોક્કસ ડેટાસેટ તૈયાર કરવામાં મદદ મળી છે. Groundsource દ્વારા બનાવાયેલા આ ડેટાસેટ હવે Googleના Flood Hub પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જે પૂર અંગેની ચેતવણી અને જોખમ અંગે માહિતી આપે છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટો ઝટકો: એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન બંધ થશે, હવે મેસેજ સંપૂર્ણ સિક્યોર નહીં રહે...

Flood Hub હવે 2 અબજ લોકોને આવરી લે છે

Googleનું Flood Hub પહેલેથી જ 150થી વધુ દેશોમાં 2 અબજ લોકો માટે નદીમાં આવતાં પૂર અંગે આગાહી પૂરી પાડે છે. હવે તેમાં શહેરી ફ્લેશ ફ્લડની આગાહી પણ ઉમેરવામાં આવી છે. કંપનીનું માનવું છે કે આ વિસ્તૃત સિસ્ટમથી વિશ્વભરના લોકો ભારે વરસાદ અને આકસ્મિક આપત્તિઓ માટે વધુ સારી રીતે તૈયાર રહી શકશે. ભવિષ્યમાં Groundsource પદ્ધતિનો ઉપયોગ અન્ય કુદરતી આપત્તિઓ માટે પણ થઈ શકે છે, જે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે.