Science & Technology

જેમિની હવે યાદ રાખશે ઘરની ખોવાયેલી વસ્તુઓ: ગૂગલના સપ્ટેમ્બર 'Android Drop'માં આવ્યાં મોશન સિકનેસ અને દ્રષ્ટિહીન યુઝર્સ માટે કમાલના ફીચર્સ

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
ગૂગલે સપ્ટેમ્બર 'Android Drop' અપડેટ બહાર પાડ્યું છે, જેમાં 5 નવા ફીચર્સ છે. AI જેમિની હવે તમારી વસ્તુઓ ક્યાં મૂકી છે તે યાદ રાખશે અને Find Hub સાથે જોડાશે. Android 17 માટે 'Motion Assist' મુસાફરીમાં મોશન સિકનેસ ઘટાડશે. દ્રષ્ટિહીન લોકો માટે 'Guided Vision' રીયલ-ટાઇમ ઓડિયો વર્ણન આપશે. Google Messagesમાં Keep ઇન્ટિગ્રેશન અને નવી ચેટ થીમ્સ પણ ઉમેરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેમિની હવે યાદ રાખશે ઘરની ખોવાયેલી વસ્તુઓ: ગૂગલના સપ્ટેમ્બર 'Android Drop'માં આવ્યાં મોશન સિકનેસ અને દ્રષ્ટિહીન યુઝર્સ માટે કમાલના ફીચર્સ

Google September Android Drop Brings Lost Item Tracking And Motion Assist: ગૂગલે પોતાના સપ્ટેમ્બર 'Android Drop' અપડેટનું સત્તાવાર રોલઆઉટ શરૂ કરી દીધું છે. આ મોટા અપડેટમાં યુઝર એક્સપિરિયન્સને વધુ બહેતર અને પર્સનલાઇઝ્ડ બનાવવા માટે 5 શાનદાર નવાં ફીચર્સ રજૂ કરવામાં આવ્યાં છે. આ અપડેટ મુખ્યત્વે રોજિંદા કાર્યોને સરળ બનાવવા પર કેન્દ્રિત છે, જેમાં Google Gemini, Find Hub, Google Messages અને એન્ડ્રોઇડ એક્સેસિબિલિટી ફીચર્સમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. તેમાં સૌથી મહત્ત્વના ફીચર્સમાં મહત્ત્વની વસ્તુઓ યાદ રાખવાની જેમિનીની નવી ક્ષમતા, મુસાફરી દરમિયાન મોશન સિકનેસ રોકવા માટેનું 'Motion Assist' અને દ્રષ્ટિહીન લોકો માટેનું 'Guided Vision' સામેલ છે.

Gemini અને Find Hub ઇન્ટિગ્રેશન: વસ્તુઓ ક્યાં મૂકી છે તે યાદ રાખશે AI

જેમિની અને ફાઇન્ડ હબના નવા ઇન્ટિગ્રેશન સાથે હવે યુઝર્સ જેમિનીને કહી શકશે કે તેમણે પોતાની મહત્ત્વની વસ્તુઓ ક્યાં મૂકી છે. ઉદાહરણ તરીકે, યુઝર જેમિનીને કહી શકે છે: "Remember in Find Hub that I put my passport in my bedroom drawer”. ત્યારબાદ ભવિષ્યમાં જ્યારે પણ તે વસ્તુની જરૂર પડે, ત્યારે યુઝર સીધું જેમિનીને પૂછીને તેની ચોક્કસ જગ્યા જાણી શકશે. આ અત્યાધુનિક ફીચર એન્ડ્રોઇડ 16 અને તેનાથી ઉપરના ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ડિવાઇસિસ પર એવા તમામ પ્રદેશોમાં ઉપલબ્ધ રહેશે જ્યાં Gemini અને Find Hub સપોર્ટેડ છે.

Android 17 માટે મોશન સિકનેસ રોકતું 'Motion Assist'

સપ્ટેમ્બર એન્ડ્રોઇડ ડ્રોપ દ્વારા Android 17 ઓપરેટિંગ સિસ્ટમ માટે 'Motion Assist' ફીચર રજૂ કરવામાં આવ્યું છે. વાહનમાં મુસાફરી કરતી વખતે ફોન વાપરવાથી ઘણા લોકોને ચક્કર કે ઉલટી જેવી મોશન સિકનેસની સમસ્યા થાય છે. આ ફીચર સ્ક્રીન પર હળવા પરપોટા દર્શાવે છે જે વાહનની ગતિ અને હલનચલન મુજબ સ્ક્રીન પર મૂવ થાય છે. ગૂગલના જણાવ્યા અનુસાર, મોશન આસિસ્ટ વ્યક્તિ જે જુએ છે અને તેનું શરીર જે અનુભવે છે તે બંને વચ્ચેના અસંતુલનને ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. યુઝર્સ આ ફીચરને ઓટોમેટિકલી એનેબલ કરી શકે છે અથવા ક્વિક સેટિંગ્સમાં ઉમેરીને તેના દેખાવને કસ્ટમાઇઝ કરી શકે છે.

Google Geminiમાં 'Guided Vision' એક્સેસિબિલિટી ફીચર

દ્રષ્ટિહીન કે ઓછી દ્રષ્ટિ ધરાવતા યુઝર્સ માટે ગૂગલે જેમિનીમાં 'Guided Vision' ફીચર ઉમેર્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાનો કેમેરા Gemini Live સાથે શેર કરી શકે છે અને આસપાસના વાતાવરણનું રીયલ-ટાઇમ ઓડિયો વર્ણન મેળવી શકે છે. આ ટૂલ ઝીણા અક્ષરો વાંચવામાં, વસ્તુઓ ઓળખવામાં કે વિઝ્યુઅલ માહિતી સમજવામાં મદદરૂપ બને છે. જો કોઈ વસ્તુ કેમેરામાં યોગ્ય રીતે ન દેખાતી હોય, તો વોઇસ કંટ્રોલ યુઝરને કેમેરો કઈ તરફ ફેરવવો તેની સ્પષ્ટ સૂચના પણ આપે છે. આ એક્સેસિબિલિટી ફીચર Android 9 અને તેનાથી નવા તમામ ફોન પર ઉપલબ્ધ બનશે જ્યાં જેમિની સપોર્ટ કરે છે.

Google Messagesમાં ચેટ થીમ્સ અને કોલેબોરેશન ટૂલ્સ

ગૂગલ મેસેજિસમાં હવે Google Keepનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે, જેનાથી યુઝર્સ ચેટની અંદર જ શેર કરેલી યાદીઓ અને નોટ્સ બનાવી તેમજ એડિટ કરી શકશે. આ સુવિધા કરિયાણાની ખરીદી કે પ્રવાસનું આયોજન કરતી વખતે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ સાથે ગૂગલ મેસેજિસમાં નવા ચેટ થીમ્સનો ઉમેરો થયો છે, જેમાં યુઝર્સ પોતાની વ્યક્તિગત ચેટ્સને વિવિધ વોલપેપર્સ અને રંગોથી કસ્ટમાઇઝ કરી શકે છે. યુઝર્સ પહેલાંથી આપેલા બેકગ્રાઉન્ડ્સ પસંદ કરી શકે છે અથવા પોતાનો ફોટો અપલોડ કરી શકે છે, જે ટેક્સ્ટ બબલ્સના કલર સાથે આપમેળે મેચ થઈ જશે.