Science & Technology

ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રૅકોર્ડ હોવાનો દાવો કર્યો

By GS TEAM
23 Apr 20263 mins read
TukuTouch Logo
ફ્રાન્સની રાષ્ટ્રીય ઓળખપત્રો, પાસપોર્ટ અને ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ ઇશ્યૂ કરતી અને એને મેનેજ કરતી સરકારી એજન્સીએ ડેટા બ્રીચની પુષ્ટિ કરી છે. Agence Nationale des Titres Sécurisés (ANTS) એ ખુલાસો કર્યો કે ચોરી થયેલા ડેટામાં નાગરિકોના સંપૂર્ણ નામ, જન્મ તારીખ અને સ્થળ, પોસ્ટલ અને ઇમેલ સરનામાં, તેમજ ફોન નંબર જેવી વ્યક્તિગત માહિતી સામેલ હોઈ શકે છે. ANTSએ 15 એપ્રિલે હુમલો શોધ્યો હતો, પરંતુ કેટલા લોકો અસરગ્રસ્ત થયા તેની માહિતી જાહેર કરી નથી. જોકે હેકર્સ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની પાસે 19 મિલિયન રેકોર્ડ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રૅકોર્ડ હોવાનો દાવો કર્યો

France Data Theft: ફ્રાન્સની રાષ્ટ્રીય ઓળખપત્રો, પાસપોર્ટ અને ઇમિગ્રેશન ડ)ક્યુમેન્ટ ઇશ્યૂ કરતી અને એને મેનેજ કરતી સરકારી એજન્સીએ ડેટા બ્રીચની પુષ્ટિ કરી છે. Agence Nationale des Titres Sécurisés (ANTS) એ ખુલાસો કર્યો કે ચોરી થયેલા ડેટામાં નાગરિકોના સંપૂર્ણ નામ, જન્મ તારીખ અને સ્થળ, પોસ્ટલ અને ઈમેઇલ સરનામા, તેમજ ફોન નંબર જેવી વ્યક્તિગત માહિતી સામેલ હોઈ શકે છે. ANTSએ 15 એપ્રિલે હુમલો શોધ્યો હતો, પરંતુ કેટલા લોકો અસરગ્રસ્ત થયા તેની માહિતી જાહેર કરી નથી. જોકે હેકર્સ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની પાસે 19 મિલિયન રૅકોર્ડ છે.

કેટલો ડેટા ચોરી થયો એને લઈને ચિંતા

એક હેકરે હેકિંગ ફોરમ પર ચોરી કરાયેલ ડેટા પોસ્ટ કર્યો છે અને 19 મિલિયન રૅકોર્ડ ધરાવતો ડેટાબેસ હોવાનો દાવો કર્યો છે, એવું Bleeping Computer મુજબ જણાવાયું છે. હેકરની પોસ્ટમાં ANTS દ્વારા જણાવાયેલી જે પ્રકારની માહિતીનો ઉલ્લેખ હતો એવી જ માહિતીનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ 20 એપ્રિલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે એ પહેલાં જ એને પોસ્ટ કરવામાં આવી હતી. આ કારણે ડેટા ચોરી કેટલો થયો છે અને લાખો નાગરિકો પર તેની શું અસર પડી શકે છે એ વિશે ચિંતા વધી છે.

પર્સનલ અને પ્રોફેશનલ એકાઉન્ટ્સને થઈ અસર

ANTS પ્લેટફોર્મ પર થયેલા સાયબર હુમલાની પુષ્ટિ ફ્રાન્સના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આ ડેટા ચોરી ants.gouv.fr પોર્ટલ પરના પર્સનલ અને પ્રોફેશનલ બંને પ્રકારના એકાઉન્ટ્સને અસર થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ નામ, ઈમેઇલ સરનામા, જન્મ તારીખ, પાસવર્ડ અને અનન્ય ઓળખ માહિતી (unique identifiers) જેવી માહિતીનો સમાવેશ થયો છે. આ તમામ માહિતીનો હવે કોઈ પણ ઍક્સેસ કરી શકે છે, જો એ ડેટા તેના હાથમાં આવી ગયો.

ચોરી થયેલા ડેટાનો દુરુપયોગ શક્ય નથી

કેટલાક કેસોમાં પોસ્ટલ સરનામાં, જન્મ સ્થળ અને ફોન નંબર જેવી માહિતી પણ સામેલ હોઈ શકે છે. જોકે સત્તાધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વધુ સંવેદનશીલ દસ્તાવેજો (જેમ કે એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયામાં અપલોડ કરેલા દસ્તાવેજો) પર આ ડેટા બ્રીચની અસર પડી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ચોરી થયેલા ડેટાનો ઉપયોગ કરીને યુઝર એકાઉન્ટમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવો શક્ય નથી. આથી ડેટા ચોરી થયો છે, પરંતુ એનો દુરુપયોગ કરવો શક્ય નથી.

આ પણ વાંચો: હવે YouTube પર સેલિબ્રિટીઝનો Deepfake કરશો તો પકડાઈ જશો: ગૂગલે લોન્ચ કર્યું નવું Likeness Detection ટૂલ, જાણો વિગત

આ માટેની તપાસ શરૂ

હાલમાં યુઝર્સે તરત કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી, પરંતુ અસરગ્રસ્ત લોકોમાં છેતરપિંડી, ખાસ કરીને ફિશિંગ પ્રયાસોનું જોખમ વધી શકે છે. યુઝર્સને આ ઘટના સંબંધિત ઈમેઇલ મળે તો સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. હુમલાનું મૂળ કારણ હજુ સ્પષ્ટ નથી અને ફ્રાન્સની સરકારે તેને કોઈ ખાસ જૂથ અથવા હેતુ સાથે જોડ્યું નથી. આ ડેટા બ્રીચ કેટલું મોટું છે અને તેના સંભવિત પરિણામોને સમજવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.