Science & Technology

ટેક જગતના બાદશાહ પણ સોશિયલ મીડિયા સામે હાર્યા! સેમ ઓલ્ટમેને કેમ ડિલીટ કરવું પડ્યું TikTok? જાણો વિગત…

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
OpenAIના CEO સેમ ઓલ્ટમેને તાજેતરમાં ટિકટોકની લતનો ચોંકાવનારો ખુલાસો કર્યો. Sora એપના સંશોધન દરમિયાન તેઓ ટિકટોકના બંધાણી બન્યા હતા. શરૂઆતમાં 10 મિનિટનો ઉપયોગ 3 કલાક સુધી પહોંચી ગયો, જે પછી તેમણે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરવાની ફરજ પડી. ડિજિટલ ડિસ્ટ્રેક્શનથી બચવા તેમણે ફોનના તમામ નોટિફિકેશન પણ બંધ કરી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેક જગતના બાદશાહ પણ સોશિયલ મીડિયા સામે હાર્યા! સેમ ઓલ્ટમેને કેમ ડિલીટ કરવું પડ્યું TikTok? જાણો વિગત…

Digital Detox for Tech Titans: OpenAIના CEO સેમ ઓલ્ટમેને તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોકની પોતાની ટૂંકી પણ ગંભીર લત અંગે મોટો ખુલાસો કર્યો છે. એક પોડકાસ્ટના લેટેસ્ટ એપિસોડમાં વાત કરતી વખતે સેમ ઓલ્ટમેને સ્વીકાર્યું કે તેઓ આ એપના બંધાણી બની ગયા હતા, જેના કારણે આખરે તેમણે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરવાની ફરજ પડી હતી.

Sora એપના સંશોધન દરમિયાન લાગી લત

સેમ ઓલ્ટમેને જણાવ્યું કે જ્યારે તેમની કંપની OpenAI એક નવા AI વિડીયો પ્લેટફોર્મ 'Sora' પર કામ કરી રહી હતી, ત્યારે તેઓ ટિકટોક તરફ આકર્ષાયા હતા. Soraને માર્કેટમાં ટિકટોક અને ઇન્સ્ટાગ્રામના એક મજબૂત હરીફ તરીકે જોવામાં આવતું હતું. ઓલ્ટમેનના જણાવ્યા અનુસાર, તેઓ Soraમાં કેવા પ્રકારનો યુઝર એક્સપિરિયન્સ નથી ઈચ્છતા, તે સમજવા માટે તેમણે ટિકટોકનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "જ્યારે અમે Sora એપ બનાવી રહ્યા હતા, ત્યારે મેં માત્ર શીખવાના અને સમજવાના હેતુથી જાણીજોઈને પોતાને ટિકટોકનો બંધાણી બનાવ્યો હતો." સેમ ઓલ્ટમેને સ્વીકાર્યું કે આ પહેલાં તેમણે ક્યારેય આ એપનો ઉપયોગ કર્યો ન હતો અને તેઓ Soraને એવું પ્લેટફોર્મ બનાવવા નહોતા માગતા જે લોકોનો કિંમતી સમય બગાડે.

10 મિનિટનો સમય 3 કલાકના સ્ક્રોલિંગમાં બદલાયો

પોતાના અનુભવો શેર કરતાં OpenAIના ચીફે જણાવ્યું કે, શરૂઆતમાં તેઓ રાત્રે સૂતા પહેલાં માત્ર 10 મિનિટ માટે જ ટિકટોક જોતા હતા. જોકે ધીમે-ધીમે આ આદત કલાકોના સ્ક્રોલિંગમાં ફેરવાઈ ગઈ. એક કિસ્સાને યાદ કરતાં તેમણે કહ્યું,

"મને લાગતું હતું કે હું આ લત પર કાબૂ મેળવી લઈશ. પરંતુ એક રાત્રે આ સમય વધીને 1 કલાક થઈ ગયો અને ત્યારબાદ એક શનિવારની બપોરે હું સતત 3 કલાક સુધી સોફા પર બેસીને રીલ્સ સ્ક્રોલ કરતો રહ્યો. ત્યારે મને અહેસાસ થયો કે આ એક મોટી સમસ્યા બની ચૂકી છે."

આદતમાંથી મુક્તિ અને ફોન લાઈફમાં મોટો બદલાવ

આ ગંભીર લતમાંથી બહાર આવવા માટે ઓલ્ટમેને શરૂઆતમાં ટિકટોકનો ઉપયોગ રોજ રાત્રે 5 થી 10 મિનિટ સુધી મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સંપૂર્ણ સફળતા ન મળતાં આખરે તેમણે પોતાના મોબાઈલમાંથી આ એપને કાયમ માટે ડિલીટ કરી દીધી. આટલું જ નહીં, ડિજિટલ ડિસ્ટ્રેક્શનથી બચવા માટે તેમણે પોતાના સ્માર્ટફોનના મેસેજિંગ એપ્સ સહિતના તમામ નોટિફિકેશન પણ કાયમી ધોરણે બંધ કરી દીધા છે. આ ફેરફાર અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે,

"નોટિફિકેશન બંધ કરવા એ મારા જીવન માટે એક બહુ મોટું લાઈફ અપગ્રેડ સાબિત થયું છે."

અત્રે ઉલ્લેખનીય છે કે, જે Sora એપના રિસર્ચ માટે સેમ ઓલ્ટમેને આ પગલું ભર્યું હતું, તેને OpenAIએ પોતાની પ્રી-આઈપીઓ સ્ટ્રેટેજીના ભાગરૂપે આ વર્ષની શરૂઆતમાં જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.