ગ્લોબલ એનર્જી ટ્રેન્ડ: EVs અને AIથી વીજળી વપરાશમાં ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI Image |
EV and AI Use: આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (International Energy Agency)એ વૈશ્વિક વીજળી વપરાશમાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે. ગયા વર્ષે વૈશ્વિક સ્તરે વીજળીની માંગમાં 3%નો વધારો નોંધાયો હતો. આ વધારા પાછળ મુખ્યત્વે ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને ડેટા સેન્ટર્સના ઝડપી વધારાને જવાબદાર હોવાનું જણાવાયું છે. ઇન્ડસ્ટ્રી, ઘરમાં ઉપયોગમાં આવતાં મશીનો અને કમર્શિયલ બિલ્ડિંગોમાં પણ વીજળીના વપરાશમાં વધારો થયો છે. IEAના Global Energy Review મુજબ 2025માં વીજળીની માંગ કુલ ઊર્જા માંગ કરતાં 2.3 ઘણી વધુ ઝડપથી વધી હતી.
EVsને કારણે માંગમાં 38%નો ઉછાળો
IEAના રિપોર્ટ મુજબ EVs અને ડેટા સેન્ટર્સમાંથી વીજળીની માંગમાં અનુક્રમે 38% અને 17%નો વધારો નોંધાયો છે. તેમ છતાં ઇન્ડસ્ટ્રી, ઘરમાં ઉપયોગમાં આવતાં મશીનો અને કમર્શિયલ બિલ્ડિંગોમાં વીજળીના વપરાશમાં વધારો થયો છે. એડવાન્સ ઇકોનોમીમાં વીજળીની માંગ વર્ષ-દર-વર્ષ 1.6% વધી હતી, જેમાં અમેરિકામાં ખાસ કરીને વધુ વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે.
અમેરિકામાં વીજળીની માંગ વધારામાં ડેટા સેન્ટર્સનો મોટો ફાળો
IEAના રિપોર્ટ અનુસાર અમેરિકામાં વીજળીની કુલ માંગમાં થયેલા વધારામાં લગભગ અડધો ફાળો ડેટા સેન્ટર્સનો રહ્યો હતો. સાથે સાથે રહેણાંક, ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્રોએ પણ આ વૃદ્ધિમાં યોગદાન આપ્યું. બીજી તરફ, ચીનમાં વીજળીની માંગ મજબૂત રહી હતી. જોકે કાર્યક્ષમતામાં સુધારો અને ઠંડક માટેની ઓછી જરૂરિયાતને કારણે તે 2024ની તુલનામાં થોડી ઓછી રહી હતી.
સૌર ઊર્જા વૈશ્વિક સપ્લાય વૃદ્ધિમાં આગળ
2025માં પહેલીવાર સૌર ઊર્જા વૈશ્વિક ઊર્જા સપ્લાય વૃદ્ધિમાં સૌથી મોટું યોગદાન આપનાર સ્ત્રોત बनी છે. IEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર Fatih Birolએ જણાવ્યું હતું કે, ‘સોલાર પીવી દ્વારા વિશ્વની કુલ ઊર્જા માંગના વધારામાં ચોથાથી વધુ હિસ્સો રહ્યો છે. એ અન્ય કોઈ સ્ત્રોત કરતાં વધુ છે.’ ત્યારબાદ કુદરતી ગેસ 17% હિસ્સા સાથે બીજા સ્થાને રહ્યું છે, જે વધતી વૈશ્વિક ઊર્જા માંગને પૂરી કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: NASAનો ખુલાસો: આ રીતે ખતમ થશે પૃથ્વી, સમય જાણીને ચોંકી જશો
ગ્લોબલ ઓઇલ અને કોલસાની માંગમાં ફેરફાર
ગ્લોબલ ઓઇલની માંગમાં 0.7%નો વધારો થયો છે, જે IEAના અંદાજ સાથે મેળ ખાતો હતો. EVsના વધતા ઉપયોગને કારણે રોડ ફ્યુઅલની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં સ્વચ્છ ઊર્જા અપનાવવાને કારણે કોલસાનો ઉપયોગ ઘટ્યો છે. જોકે અમેરિકામાં કુદરતી ગેસના ઊંચા ભાવને કારણે વીજ ઉત્પાદન માટે ગેસથી કોલસા તરફ વલણ વધતાં કોલસાની માંગમાં વધારો નોંધાયો છે. ચીનમાં કોલસાની જરૂર ઓછી થઈ છે, પરંતુ અમેરિકામાં એ વધી રહી છે.









