Science & Technology

5G નેટવર્ક શરુ થઈ ન રહ્યું હોવાથી સરકારે માગ્યો જવાબ, અદાણી ગ્રૂપ સ્પેક્ટ્રમ ફરી આપી દેવાનું પ્લાનિંગ કરતું હોવાની ચર્ચા

By GS Team
15 Jan 20252 mins read
This article was originally published on 15 Jan 2025
TukuTouch Logo
ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા અદાણી ગ્રૂપ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે કે તેમણે હજી સુધી 5G નેટવર્કનો પ્લાન શા માટે શરુ નથી કર્યો. અદાણી એન્ટરપ્રાઇઝની કંપની અદાણી ડેટા નેટવર્ક્સ 5G સર્વિસ લોન્ચ કરવાની હતી, પરંતુ તેમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. આ વિલંબ અને તેમાંથી ઊભી થયેલી સમસ્યાઓને લઈને DoT દ્વારા અદાણી ગ્રૂપ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

5G નેટવર્ક શરુ થઈ ન રહ્યું હોવાથી સરકારે માગ્યો જવાબ, અદાણી ગ્રૂપ સ્પેક્ટ્રમ ફરી આપી દેવાનું પ્લાનિંગ કરતું હોવાની ચર્ચા

Government Asks Adani For Clarity on 5G: ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા અદાણી ગ્રૂપ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે કે તેમણે હજી સુધી 5G નેટવર્કનો પ્લાન શા માટે શરુ નથી કર્યો. અદાણી એન્ટરપ્રાઇઝની કંપની અદાણી ડેટા નેટવર્ક્સ 5G સર્વિસ લોન્ચ કરવાની હતી, પરંતુ તેમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. આ વિલંબ અને તેમાંથી ઊભી થયેલી સમસ્યાઓને લઈને DoT દ્વારા અદાણી ગ્રૂપ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.

212 કરોડમાં ખરીદ્યા હતા સ્પેક્ટ્રમ

2022ની જુલાઈમાં થયેલા ઓક્શન દરમ્યાન અદાણી ડેટા નેટવર્ક્સ દ્વારા 26 GHz બેન્ડમાં 400 MHz સ્પેક્ટ્રમ ખરીદવામાં આવ્યા હતા, જેની કિંમત 212 કરોડ રૂપિયા હતી. આ સ્પેક્ટ્રમમાં 100 MHzનો સમાવેશ ગુજરાત અને મુંબઈમાં થાય છે અને 50-50 MHzનો સમાવેશ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુમાં થાય છે. અદાણી દ્વારા યુનિફાઇડ ટેલિકોમ લાઇસન્સ પણ મેળવી લેવામાં આવ્યું છે, જેના દ્વારા તેઓ ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડી શકે છે.

કંપનીને આવી રહેલી ચેલેન્જ

સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવા માટે જરૂરી સાધનોમાં કંપનીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શરુઆતમાં જરૂરી ઇન્વેસ્ટમેન્ટ ખૂબ વધી રહ્યું છે, તેમજ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે વધુ સમય લાગી રહ્યો છે. કંપની જો સમય મર્યાદામાં સર્વિસ શરુ ન કરી શકે તો તેમને પેનલ્ટી ભરવી પડે છે, જે શરુઆતના 13 અઠવાડિયા માટે અઠવાડિયે 1.5 લાખ રૂપિયા અને ત્યારબાદના 13 અઠવાડિયા માટે અઠવાડિયે 2 લાખ રૂપિયા છે.


સરકારે માગ્યો જવાબ

સરકાર દ્વારા અદાણી ડેટા નેટવર્કને ઘણી નોટિસ મોકલવામાં આવી છે. તેઓ સમય મર્યાદામાં સર્વિસ શરુ ન કરી શક્યા હોવાથી તેમની પાસેથી વારંવાર જવાબ માગવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં, સરકારનો અદાણીના ટેલિકોમ સર્વિસ લાઇસન્સને કેન્સલ કરવાનો કોઈ પ્લાન નથી.

આ પણ વાંચો: ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી વિશે જેફ બેઝોસે કહ્યું, 'ઇલોન એકદમ ચોક્કસ છે કે તે જે પણ કરશે, લોકો માટે કરશે, પોતાના માટે નહીં'

અદાણી ગ્રૂપનો પ્લાન

અદાણી ગ્રૂપ દ્વારા આ પ્લાનને પડતો મૂકવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. 26 GHz બેન્ડમાં લીધેલા 5G સ્પેક્ટ્રમને ફરીથી સરકારને સોપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે હજી સુધી DoTને અધિકૃત રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ સ્પેક્ટ્રમનો ઉપયોગ અદાણી પૉર્ટ્સ, ઍરપૉર્ટ્સ, પાવર જનરેશન અને લોજિસ્ટિક કંપનીઓમાં પોતાના પર્સનલ ઇન્ટરનેટનો ઉપયોગ માટે કરવાના વિચારો પણ સામે આવ્યા છે. છતાં, સ્પર્ધા વધવાની શક્યતાઓ હાલ નહીં દેખાય તેવું લાગી રહ્યું છે.