સ્ટાર લિંક જેવા સેટેલાઈટને પણ તોડી પાડવાની તાકાત, ચીને બનાવ્યું 100 ગીગાવોટનું 'માઈક્રોવેવ વેપન'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China’s Space Weapon Threatens Satellites: ચીને સંરક્ષણ ક્ષેત્રે પોતાની નવી પેઢીના હાઇ-પોડ માઇક્રોવેવ હથિયારોનો ખુલાસો કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકો દ્વારા આ મહિને પ્રકાશિત કરવામાં આવેલા એક રિસર્ચ પેપરમાં આ અત્યાધુનિક હથિયાર અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે. ચીની સંરક્ષણ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ઘાતક હથિયાર 100 ગીગાવોટ સુધીની માઇક્રોવેવ ઉર્જા પેદા કરવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકો અને સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આ ટેક્નોલોજી ભવિષ્યના ઇલેક્ટ્રોનિક અને સ્પેસ વોરફેરનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખશે.
100 ગીગાવોટની વિનાશક શક્તિ અને લિથિયમ-આયન ટેક્નોલોજી
ચીનની સેનાએ પ્રથમ વખત સાર્વજનિક રીતે પોતાના હાઇ-પાવર માઇક્રોવેવ હથિયાર કાર્યક્રમની આટલી વિગતવાર માહિતી વિશ્વ સમક્ષ રજૂ કરી છે. અહેવાલો મુજબ, ચીને અગાઉ કેટલાક ગીગાવોટની ક્ષમતા ધરાવતા માઇક્રોવેવ હથિયારો વિકસાવ્યા હતા, જેમાંથી કેટલીક સિસ્ટમ પહેલેથી જ સેનાને સોંપી દેવામાં આવી છે. જોકે, આ નવું સિસ્ટમ સૌથી શક્તિશાળી છે જે 100 GWની ક્ષમતા ધરાવે છે. આ હથિયારમાં એક લિથિયમ-આયન કેપેસિટર હાઇબ્રિડ સિસ્ટમ અને કેટલાય હાઇ-પાવર પલ્સ જનરેટર એકસાથે કામ કરે છે, જે અત્યંત શક્તિશાળી અને કેન્દ્રિત માઇક્રોવેવ બીમ તૈયાર કરે છે.
સ્ટારલિંક જેવા મોંઘા સેટેલાઇટ નેટવર્ક માટે મોટો ખતરો
જો ચીન આ અદભૂત ટેક્નોલોજીનો ઉપયોગ એન્ટી-સેટેલાઇટ હથિયાર તરીકે કરશે, તો તે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં હાજર ઇલોન મસ્કના સ્ટારલિંક જેવા અબજો ડોલરના મોંઘા સેટેલાઇટ નેટવર્ક માટે સૌથી મોટો ખતરો બની શકે છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે માત્ર 1 ગીગાવોટની માઇક્રોવેવ પલ્સ પણ કોઈપણ સેટેલાઇટની ઇલેક્ટ્રોનિક સિસ્ટમને સંપૂર્ણપણે ઠપ્પ કે નષ્ટ કરવા માટે પૂરતી હોય છે. આવી સ્થિતિમાં, ચીનનું 100 ગીગાવોટ ક્ષમતાવાળું આ નવું હથિયાર અંતરિક્ષમાં અકલ્પનીય વિનાશ નોતરી શકે છે.
આ હાઇ-પાવર માઇક્રોવેવ સિસ્ટમ ઉપરાંત, ચીન ભવિષ્યના યુદ્ધો માટે લેઝર અને પાર્ટિકલ બીમ જેવા ન્યુ કન્સેપ્ટ વેપન્સ પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે, જે દુશ્મન દેશોના હથિયારો અને મિસાઇલોની ઇલેક્ટ્રોનિક સિસ્ટમને સેકન્ડોમાં બ્લાસ્ટ કર્યા વિના જ અંદરથી ઓગાળી કે નષ્ટ કરી દેશે.









