Science & Technology

ગાઝિયાબાદમાં ત્રણ બહેનની આત્મહત્યા પછી નવી બીમારીની ચર્ચા, જાણો શું છે Internet Gaming Disorder

By GS Team
5 Feb 20263 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોની દુઃખદ આત્મહત્યાએ Internet Gaming Disorder (IGD) મુદ્દાને ગંભીરતાથી ચર્ચામાં લાવ્યો છે. આ ત્રણ ટીનએજ છોકરીઓ ‘કોરિયન લવર્સ’ ગેમની દીવાની બની ગઈ હતી અને એમાં તેમણે નવમા માળના ઘરમાંથી કૂદકો માર્યો હતો. આ ઘટનાએ ફરીથી બાળકો પર મોબાઇલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે ચિંતા ઊભી કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ 2018માં IGD ને એક બીમારી તરીકે માન્યતા આપી હતી. આ વિશે ઘણાં ઓછા લોકોને ખબર હશે, પરંતુ આ બીમારીના કેસ વધી રહ્યાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાઝિયાબાદમાં ત્રણ બહેનની આત્મહત્યા પછી નવી બીમારીની ચર્ચા, જાણો શું છે Internet Gaming Disorder

New Gaming Disorder: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોની દુઃખદ આત્મહત્યાએ Internet Gaming Disorder (IGD) મુદ્દાને ગંભીરતાથી ચર્ચામાં લાવ્યો છે. આ ત્રણ ટીનએજ છોકરીઓ ‘કોરિયન લવર્સ’ ગેમની દીવાની બની ગઈ હતી અને એમાં તેમણે નવમા માળના ઘરમાંથી કૂદકો માર્યો હતો. આ ઘટનાએ ફરીથી બાળકો પર મોબાઇલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે ચિંતા ઊભી કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ 2018માં IGD ને એક બીમારી તરીકે માન્યતા આપી હતી. આ વિશે ઘણાં ઓછા લોકોને ખબર હશે, પરંતુ આ બીમારીના કેસ વધી રહ્યાં છે.

શું હોય છે લક્ષણો?

WHO અનુસાર IGD એ એક એવું વર્તન છે જેમાં વ્યક્તિ ગેમિંગ પર નિયંત્રણ ગુમાવે છે, અન્ય પ્રવૃત્તિઓ કરતાં ગેમિંગને પ્રાથમિકતા આપે છે અને નકારાત્મક પરિણામો હોવા છતાં ગેમ રમવાનું ચાલુ રાખે છે. ગાઝિયાબાદમાં જે દુઃખદ ઘટના બની એ ત્રણેય બહેનોમાં આ લક્ષણ જોવા મળ્યાં હતાં. ડિજિટલ ગેમિંગને કારણે તેમની માનસિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી. મેન્ટલ હેલ્થ એક્સપર્ટ કહે છે કે IGD ચિંતા અને ડિપ્રેશન જેવી ગંભીર માનસિક સમસ્યાઓ તરફ લોકોને દોરી શકે છે.

આ પણ વાંચો: 'ભારતીય નહીં પણ કોરિયન છોકરા પસંદ હતા...', 3 બહેનોના સામૂહિક આત્મહત્યા કેસમાં ખુલાસો

ગેમિંગ ડિસઓર્ડરના શારીરિક અને સામાજિક પરિણામો

માનસિક સમસ્યાઓ ઉપરાંત IGD શારીરિક અસર પણ કરી શકે છે, જેમ કે આંખમાં તણાવ અનુભવવો, લાંબા સમય સુધી રહેતી હાડકાં-સ્નાયુઓ દુખવા અને ઊંઘમાં ખલેલ આવી શકે છે. આ ડિસઓર્ડર સંબંધોમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેમ જ વ્યક્તિ જવાબદારીઓથી ભાગવા લાગે છે. યુઝર્સ અભ્યાસ અથવા તો કામમાં ઓછું ધ્યાન આપે છે. આ ભારત માટે એક મોટો જાહેર આરોગ્ય મુદ્દો છે, જ્યાં ઓનલાઇન ગેમિંગની લત ઘણીવાર સંકટ સર્જાય ત્યાં સુધી ઓળખવી મુશ્કેલ હોય છે.

કિશોરો અને યુવાનો જોખમમાં

ગાઝિયાબાદની ઘટના દર્શાવે છે કે ડિજિટલ દુનિયામાં ડૂબી જવાથી વર્ચ્યુઅલ અને વાસ્તવિક જીવન વચ્ચેની રેખા ધૂંધળી થઈ શકે છે. ખાસ કરીને ટીનએજર્સ પર એ વધુ અસર કરે છે. ગુજરાતમાં ક્લિનિકોએ IGD કેસોમાં દર વર્ષે લગભગ 20%નો વધારો નોંધ્યો છે. દર મહિને 400થી વધુ નવા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. એક્સપર્ટ કહે છે કે કિશોરો અને યુવાનો સૌથી વધુ જોખમમાં છે. એક સ્ટડી કહે છે કે ભારતના અંદાજિત 568 મિલિયન ગેમર્સમાંથી 3-15% લોકો આ ડિસઓર્ડરથી પીડાતા હોઈ શકે છે.

ઉંમર આધારિત ગેમિંગ માટેની એન્ટ્રી, પ્લેટફોર્મની જવાબદારી

ડિજિટલ ગેમિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કડક પગલાં લેવા કહ્યું છે. આ માટે ઉંમર આધારિત ગેમિંગ માટેની એન્ટ્રી અને પ્લેટફોર્મ દ્વારા ઉંમર ચકાસણીની જવાબદારી લેવી જરૂરી છે. આ પગલાં ખાસ કરીને નાની ઉંમરના યુઝર્સને વધુ પડતો ઉપયોગ કરવાથી અટકાવવા અને હાનિકારક કન્ટેન્ટથી થતા માનસિક જોખમોથી બચાવવા માટે છે.

આ પણ વાંચો: ગૂગલ ક્રોમનું નવું AI ફીચર, ઓટોમેટિક વેબ ટાસ્ક હેન્ડલ કરશે…

મેન્ટલ હેલ્થ માટેની મદદ

જો કોઈ વ્યક્તિ આ રીતે ગેમિંગનો શિકાર થયા હોય, તેમને આત્મહત્યા કરવાના વિચારો આવતાં હોય તો તેમણે તરત જ કાઉન્સેલિંગ લેવી જોઈએ. આ માટે તેઓ પ્રોફેશનલ મદદની સાથે-સાથે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને સરકારી મદદ પણ લઈ શકે છે. આ માટે ઘણાં NGO દિવસ-રાત કામ કરે છે.