Science & Technology

ચીનમાં પ્રતિબંધ, જાપાનમાં સેન્સરશિપ, છતાં 1 દિવસમાં 2.36 અબજ ડોલર કમાઈને GTA6એ રચ્યો ઈતિહાસ!

By GS Team
20 Nov 20263 mins read
TukuTouch Logo
13 વર્ષના ઇંતજાર બાદ રિલીઝ થયેલી GTA 6 ગેમે ચીન પર પ્રતિબંધ છતાં પહેલા જ દિવસે $2.36 અબજ ડોલરની જંગી કમાણી કરી ઇતિહાસ રચ્યો છે. આ ગેમે 24.5 મિલિયનથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે. ₹1 અબજ ડોલરના ખર્ચે બનેલી આ ગેમ ભારતમાં ₹5,999થી શરૂ થાય છે અને તેને 212GB સ્ટોરેજની જરૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં પ્રતિબંધ, જાપાનમાં સેન્સરશિપ, છતાં 1 દિવસમાં 2.36 અબજ ડોલર કમાઈને GTA6એ રચ્યો ઈતિહાસ!

GTA 6 Earns 2.36 Billion Dollars On Day One Despite China Ban: 13 વર્ષના લાંબા ઇંતજાર બાદ રિલીઝ થયેલી વીડિયો ગેમ 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6' (Grand Theft Auto 6 - GTA 6) એ વિશ્વભરમાં ધૂમ મચાવીને એક નવો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નિષ્ણાતોના મતે આ અત્યાર સુધીની સૌથી મોટી એન્ટરટેઇનમેન્ટ લોન્ચિંગ બની ગઈ છે. એક અહેવાલમાં એનાલિટિક્સ પ્લેટફોર્મ 'સેન્સર ટાવર'ને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ ગેમે પ્રી-ઓર્ડર અને પ્રથમ દિવસના વેચાણને મળીને કુલ 2.45 કરોડ (24.5 મિલિયન)થી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે, જેનાથી ગેમને અંદાજે $2.36 અબજ (બિલિયન) ડોલરની જંગી કમાણી થઈ છે. આ કમાણી વર્ષ 2026માં અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' કરતાં પણ વધુ છે.

કંપનીએ સત્તાવાર આંકડા જાહેર નથી કર્યા: અત્યાર સુધીની સૌથી મોંઘી ગેમ

GTA 6ને ડેવલપ કરનાર કંપની રોકસ્ટાર ગેમ્સ દ્વારા હજુ સુધી આ વીડિયો ગેમના વેચાણ કે કમાણીના સત્તાવાર આંકડા શેર કરવામાં આવ્યા નથી, જોકે કંપનીએ એટલું જરૂર જણાવ્યું છે કે ગેમની માંગ 'અભૂતપૂર્વ' રહી છે. અહેવાલો મુજબ, 13 વર્ષના લાંબા અંતરાલ બાદ રિલીઝ થયેલી આ ગેમને તૈયાર કરવામાં $1 અબજ ડોલરથી વધુનો ખર્ચ થયો છે, જેના કારણે તેને ઇતિહાસની સૌથી મોંઘી વીડિયો ગેમ ગણવામાં આવી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ગેમનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગેમની સમગ્ર વાર્તા તેના બે મુખ્ય પાત્રો લુસિયા અને જેસનની આસપાસ ફરે છે.

ચીનમાં વેચાણ પર પ્રતિબંધ અને જાપાનમાં સેન્સરશિપ, છતાં ગેમર્સમાં દીવાનગી

● ચીન અને જાપાનનું વલણ: રસપ્રદ બાબત એ છે કે આટલી મોટી સફળતા છતાં GTA 6ને ચીનમાં સત્તાવાર રીતે વેચવાની મંજૂરી આપવામાં આવી નથી. બીજી તરફ, ગેમમાં રહેલા વાંધાજનક અને હિંસક કન્ટેન્ટને કારણે જાપાનમાં આ વીડિયો ગેમ પર સેન્સરશિપ લગાવવામાં આવી છે.

● ઓફિસમાંથી રજાઓ અને લગ્ન વચ્ચે ગેમિંગ: વિશ્વભરના ગેમર્સે આ ગેમ રમવા માટે ખાસ સમય કાઢ્યો છે અને ઘણા લોકોએ તો પોતાની ઓફિસમાંથી રજાઓ પણ લઈ લીધી છે. સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના એક જાણીતા ગેમર અંશુ બિષ્ટે પોતાના ઘરમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગની વચ્ચે પણ આ ગેમ રમી હતી.

ભારતમાં GTA 6ની કિંમત અને સ્ટોરેજની જરૂરિયાત

ભારતીય બજારમાં GTA 6ને 'સ્ટાન્ડર્ડ' અને 'અલ્ટીમેટ' એમ બે અલગ-અલગ એડિશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે:

● PlayStation Store પર કિંમત: પ્લેસ્ટેશન સ્ટોર પર ગેમના સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત ₹5,999 રાખવામાં આવી છે, જ્યારે અલ્ટીમેટ એડિશનને ₹7,499માં ખરીદી શકાય છે.

● Xbox Store પર કિંમત: એક્સબોક્સ સ્ટોર પર પણ આ ગેમની શરૂઆતી કિંમત ₹5,999 છે. સ્ટાન્ડર્ડ એડિશનમાં માત્ર મુખ્ય ગેમ સામેલ છે, જ્યારે અલ્ટીમેટ એડિશનમાં ગેમર્સને એક્સ્ટ્રા કન્ટેન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

● 'કોડ-ઇન-બોક્સ' પેકેજ અને સ્ટોરેજ: આ ગેમનું ફિઝિકલ વર્ઝન પરંપરાગત ગેમ ડિસ્કને બદલે 'કોડ-ઇન-બોક્સ' પેકેજ તરીકે વેચવામાં આવી રહ્યું છે. ખરીદદારોને બોક્સમાં એક ડાઉનલોડ કોડ મળે છે, જેને તેઓ પોતાના કન્સોલ પર રિડીમ કરીને ગેમ ડાઉનલોડ કરી શકે છે. આ ગેમને ડાઉનલોડ કરવા માટે કન્સોલમાં 212GB સુધીની ખાલી સ્ટોરેજ હોવી અનિવાર્ય છે.