Get The App

Googleનું નવું ફીચર, બેટરીનો વધુ ઉપયોગ કરતી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા પહેલાં માહિતી આપશે Play Store

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
Googleનું નવું ફીચર, બેટરીનો વધુ ઉપયોગ કરતી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા પહેલાં માહિતી આપશે Play Store 1 - image

Google Play Store: Google દ્વારા Play Storeમાં એક નવું ફીચર શરૂ કરવામાં આવ્યું છે. આ ફીચર અનુસાર Play Storeમાં એક ચેતવણી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ યુઝર્સને એવી એપ્સ વિશે જાણ કરશે જે તેમની ડિવાઇસની બેટરીનો વધુ ઉપયોગ કરતી હોય. આ માટે નોટિફિકેશનમાં લખેલું હશે, “this app may use more battery than expected due to high background activity.” Android ડિવાઇસને વધુ સારું પર્ફોર્મ કરતી અને યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે Google દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

બેટરી વધુ ઉપયોગ કરતી કેટેગરી માટેના નિયમ

આ ચેતવણી સિસ્ટમ સાથે Google ડેવલપર્સ માટે એક નવી મેટ્રિક રજૂ કરી છે. આ દ્વારા તેઓ જાણી શકશે કે તેમની એપને વધુ બેટરીનો ઉપયોગ કરતી કેટેગરીમાં રાખવામાં આવી શકે કે નહીં. આ માટે ચેક કરવામાં આવશે કે એપ્લિકેશન કેટલી વાર ડિવાઇસને વેક અપ કરી રહી છે. જો કોઈ એપ 24 કલાકમાં નોન-એક્ઝેમ્પ્ટ વેક લૉક્સ દ્વારા કુલ બે કલાકથી વધુ સમય સુધી ડિવાઇસને એક્ટિવ રાખે છે. તેમ જ છેલ્લા 28 દિવસમાં 5% યુઝર સેશનમાં આવું થાય છે, તો તે એપને બેટરીનો વધુ ઉપયોગ કરતી એપ્લિકેશન તરીકે જાહેર કરવામાં આવશે.

એપની વિઝિબિલિટી પર અસર

Play Store પર જે પણ એપ્સ Android vitalsમાં “Excessive Partial Wake Lock”ની મર્યાદા વારંવાર પાર કરે છે. તો એને Play Storeમાં દેખાડવી કે નહીં એના પર સીધી અસર પડી શકે છે. જો એવું થયું તો તેમની સ્ટોર લિસ્ટિંગ પર ચેતવણી દેખાવા લાગશે અથવા તો રેકમેન્ડેશન જેવી જગ્યા પરથી તેને દૂર કરવામાં આવી શકે છે. જોકે મ્યુઝિક પ્લેબેક, લોકેશન એક્સેસ અને યુઝર દ્વારા શરૂ કરાયેલા ડેટા ટ્રાન્સફર જેવી ચોક્કસ સર્વિસ આપતી એપ્સને આ ચેતવણી સિસ્ટમમાંથી મુક્ત રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતમાં એપલે લોન્ચ કર્યું સૌથી સસ્તુ MacBook Neo, જાણો કિંમત…

ડેવલપર્સને મળશે નોટિફિકેશન

ડેવલપર્સને Play Console દ્વારા બેટરી વધુ ઉપયોગ કરતી સમસ્યાઓ વિશે જાણ કરવામાં આવશે, જેથી તેઓ આ સમસ્યાઓ જાહેર થવા પહેલાં સુધારી શકે. જો તેઓ આવું ન કરે તો તેમની એપ પર જાહેર ચેતવણી આવી શકે છે અથવા Play Storeમાં તેની રેન્કિંગ ઘટી શકે છે. આ રીતે યુઝર્સ વહેલી તકે વધુ બેટરી વાપરતી એપ્સ ઓળખી શકશે અને પોતાની ડિવાઇસ વધુ સમય સુધી ચલાવી શકશે.