Get The App

Appleએ બહાર પાડ્યું નવું iOS અપડેટ: આઇફોન યુઝર્સની સૌથી મોટી ચાર્જિંગ સમસ્યા હવે મિનિટોમાં થશે દૂર

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
Appleએ બહાર પાડ્યું નવું iOS અપડેટ: આઇફોન યુઝર્સની સૌથી મોટી ચાર્જિંગ સમસ્યા હવે મિનિટોમાં થશે દૂર 1 - image

Apple Release New iOS Update: Appleએ આઇફોન યુઝર્સ માટે નવું iOS 26.5.1 અપડેટ રોલઆઉટ કરી દીધું છે. આ અપડેટ ખાસ કરીને તાજેતરમાં લોન્ચ થયેલા iPhone Air અને iPhone 17 સિરીઝના મોડલ્સમાં જોવા મળેલી ચાર્જિંગની મોટી સમસ્યાને ઠીક કરવા માટે લાવવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઘણા યુઝર્સને તેમના આઇફોનની બેટરી સંપૂર્ણપણે ખતમ થઈ ગયા બાદ વાયર્ડ ચાર્જિંગ શરૂ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી, જે આ નવા અપડેટથી દૂર થઈ જશે. આશરે 3 અઠવાડિયા પહેલાં આવેલા iOS 26.5 અપડેટ બાદ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલું આ નવું વર્ઝન એક અત્યંત મહત્ત્વપૂર્ણ બગ ફિક્સ માનવામાં આવી રહ્યું છે.

બેટરી ડેડ થયા બાદ આઇફોન ચાર્જ થતો નહોતો

એપલના સત્તાવાર રીલીઝ નોટ્સ અનુસાર, iOS 26.5.1 અપડેટ તે ચોક્કસ બગને દૂર કરે છે જેના કારણે અમુક iPhone Air અને iPhone 17 મોડલ્સમાં બેટરી લગભગ સંપૂર્ણપણે ખતમ થઈ ગયા પછી USB Type-C વાયર્ડ ચાર્જર કનેક્ટ કરવા છતાં ચાર્જિંગ શરૂ થતું નહોતો.

રિપોર્ટ અનુસાર જ્યારે યુઝર્સનો ફોન સ્વિચ ઓફ થઈ જતો, ત્યારે ચાર્જર લગાવ્યા બાદ પણ સ્ક્રીન સંપૂર્ણ બ્લેક જ રહેતી હતી. સામાન્ય રીતે દેખાતો લો-બેટરી સંકેત કે એપલનો લોગો પણ સ્ક્રીન પર દેખાતો નહોતો. આના લીધે યુઝર્સને એવું લાગતું હતું કે તેમનો લાખો રૂપિયાનો ફોન ડેડ થઈ ગયો છે અથવા સિસ્ટમ કોઈ રિસ્પોન્સ નથી આપી રહી.

યુઝર્સે ઓલ્ટરનેટિવ ચાર્જિંગનો સહારો લેવો પડ્યો હતો

સોશિયલ મીડિયા અને એપલ ફોરમ્સ પર ઘણા યુઝર્સે આ સમસ્યાની ફરિયાદ કરી હતી. કેટલાક યુઝર્સે ફોનને ફરીથી ચાલુ કરવા માટે 'ફોર્સ રીસ્ટાર્ટ' (વોલ્યુમ અપ, ડાઉન અને પાવર બટન)નો ટ્રાય કર્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો નહોતો. ચાર્જિંગ કેબલ કે પાવર એડેપ્ટર બદલવા છતાં કે કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા છતાં ફોન ઓન થતો નહોતો. એક કિસ્સામાં તો યુઝરે પોતાના આઇફોનને ફરીથી જીવંત કરવા માટે વાયરલેસ ચાર્જરનો સહારો લેવો પડ્યો હતો.

આ પણ વાંચો: AIનો પરપોટો ફૂટવાની તૈયારી? અબજોના ખર્ચ બાદ વિવિધ ટેક કંપનીઓના સૂર બદલાયા

આ રીતે કરો તમારો iPhone અપડેટ

જો તમે પણ iPhone Air અથવા iPhone 17 સિરીઝ વાપરી રહ્યા છો અને આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તાત્કાલિક આ નવું અપડેટ ડાઉનલોડ કરી લેવું હિતાવહ છે.

અપડેટ કરવાની રીત: સૌથી પહેલા આઇફોનના Settingsમાં જાઓ -> ત્યારબાદ General પર ક્લિક કરો -> Software Updateમાં જઈને Install Now પર ક્લિક કરો.

અપડેટ સાઈઝ: iPhone 17 માટે આ અપડેટની સાઈઝ આશરે 12.71GBની આસપાસ જણાવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે આગામી 8 જૂનથી એપલની મોટી ઇવેન્ટ WWDC 2027 શરૂ થવા જઈ રહી છે, જેમાં કંપનીનું ધ્યાન iOS 27 તરફ શિફ્ટ થઈ જશે. તે પહેલાં iOS 26 સીરીઝ માટે આ બગ ફિક્સ અપડેટ યુઝર્સ માટે મોટી રાહત સમાન છે.