Science & Technology

એરપોડ્સ પ્રો 3 માટે યુઝર્સને રાહ જોવી પડશે: એપલ આવતાં વર્ષે લોન્ચ કરશે એવી શક્યતા

By GS Team
16 Jun 20251 min read
This article was originally published on 16 Jun 2025
TukuTouch Logo
એપલ દ્વારા નવા એરપોડ્સ પ્રો 3ને આવતાં વર્ષે લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ એરપોડ્સ પ્રોમાં અનેક હેલ્થ ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે. ઈન્ડસ્ટ્રી એનાલિસ્ટ જેફ પુએ આ અંગે માહિતી આપી છે. આ એરપોડ્સ સપ્ટેમ્બરમાં લોન્ચ થશે એવી અપેક્ષા હતી, પરંતુ હવે એના લોન્ચ માટે વધુ રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એરપોડ્સ પ્રો 3 માટે યુઝર્સને રાહ જોવી પડશે: એપલ આવતાં વર્ષે લોન્ચ કરશે એવી શક્યતા

Airpods Pro 3 Delay: એપલ દ્વારા નવા એરપોડ્સ પ્રો 3ને આવતાં વર્ષે લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ એરપોડ્સ પ્રોમાં અનેક હેલ્થ ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે. ઈન્ડસ્ટ્રી એનાલિસ્ટ જેફ પુએ આ અંગે માહિતી આપી છે. આ એરપોડ્સ સપ્ટેમ્બરમાં લોન્ચ થશે એવી અપેક્ષા હતી, પરંતુ હવે એના લોન્ચ માટે વધુ રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે.

એરપોડ્સ પ્રોની ટાઈમલાઇન

એરપોડ્સ પ્રોને પ્રથમ વખત 2019માં લોન્ચ કરવામાં આવ્યા હતા. તેના ત્રણ વર્ષ બાદ, 2022માં એરપોડ્સ પ્રો 2 રજૂ કરવામાં આવ્યા. એરપોડ્સ પ્રો 3ની સંભાવિત લૉન્ચિંગ 2025ના સપ્ટેમ્બરમાં આઈફોન સાથે થવાની હતી, જોકે હવે 2026ના માર્ચમાં લોન્ચ થાય તેવી શક્યતા વધી ગઈ છે. પહેલા બે વર્ઝન વચ્ચે ત્રણ વર્ષનો અંતર હતો, જ્યારે બીજા અને ત્રીજા જનરેશન વચ્ચે ચાર વર્ષનો ગાળો રહેશે એવી શક્યતા છે.

આ પણ વાંચો: ગૂગલ પ્લે સ્ટોરમાં મોટો ઇશ્યુ: કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

એરપોડ્સ પ્રો 3માં શું હશે?

એરપોડ્સ પ્રો 3માં H3 ચીપનો સમાવેશ કરવામાં આવશે, જે પહેલા કરતાં વધુ સારી નોઇઝ કેન્સલેશન અને રિફાઇન ઓડિયો પર્ફોર્મન્સ પ્રદાન કરશે. ડિઝાઇનમાં પણ થોડો ફેરફાર જોવા મળી શકે છે.

આ નવા એરપોડ્સમાં હેલ્થ સંબંધિત સેન્સર સામેલ રહેશે. હેલ્થ મોનિટર અને બોડી-ટેમ્પરેટર ટ્રેકિંગ ફીચર્સની શક્યતા છે. આ ઉપરાંત, મોશન કન્ટ્રોલ અને કેમેરા કન્ટ્રોલ ફીચર્સ પણ સામેલ કરવામાં આવી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.