New Apple CEO: મંગળવારે (21 એપ્રિલ, 2026) એપલે John Ternusને નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. ક્યુપરટિનો સ્થિત ટેક કંપની માટે આ નેતૃત્વમાં એક નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. ટિમ કુક દ્વારા આ પદ છોડવામાં આવતાં John Ternusને પસંદ કરવામાં આવ્યા છે. તેમજ ટિમ કુક માટે પણ હવે કંપનીમાં તેમના રોલમાં એક મહત્ત્વપૂર્ણ બદલાવ છે. આ બદલાવ વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક માટે એક યુગના અંત તરીકે જોવામાં આવી રહ્યો છે. John Ternusની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે સમગ્ર ટેક ઇન્ડસ્ટ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઝડપી વિકાસનો સામનો કરી રહી છે.
John Ternus કોણ છે?
John Ternus 2001માં એપલની પ્રોડક્ટ ડિઝાઇન ટીમમાં જોડાયા હતા અને 2013માં હાર્ડવેર એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા. ત્યાર પછી 2021માં તેઓ કંપનીની એક્ઝિક્યુટિવ ટીમમાં જોડાયા અને તાજેતરમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, હાર્ડવેર એન્જિનિયરિંગ તરીકે કાર્યરત હતા. તેઓ ટિમ કુકને રિપોર્ટ કરતા હતા. જોકે હવે તેમણે ટિમ કુકની જગ્યા લઈ લીધી છે.
શિક્ષણ અને કારકિર્દી
John Ternusએ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી છે. એપલમાં જોડાયા પહેલા તેઓ Virtual Research Systemsમાં કાર્યરત હતા. ત્યાર બાદ એપલમાં તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી.
John Ternusનો પગાર કેટલો હશે?
નવા એપલ CEOના પગાર વિશે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, પરંતુ કંપનીએ હજુ સુધી તેમના પગાર અથવા પેકેજ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. જોકે તેમ છતાં આ પગાર મિલિયનમાં હશે. તેમજ એપલના શેર પણ તેમને આપવામાં આવશે.
ટિમ કુક માટે આગળ શું?
ટિમ કુક હવે એપલના એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે અને 1 સપ્ટેમ્બર, 2026થી આર્થર લેવિન્સનના સ્થાને આ ભૂમિકા સંભાળશે. CEO પદ પરથી હટ્યા પછી પણ તેઓ કંપનીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહેશે, અને ટ્રાન્ઝિશન દરમિયાન John Ternus તેમને રિપોર્ટ કરશે.
આ પણ વાંચો: ફોનમાં વાઇરસ અને UPI ફ્રોડથી છુટકારો, OTP ફ્રોડથી પણ મોબાઈલ એપ બચાવી શકે છે!
એપલ માટે તેનો શું અર્થ?
John Ternusની પસંદગી દ્વારા એપલ ટેક્નિકલ નિષ્ણાત પર વધુ ભાર મૂકી રહી છે અને Mac પ્રોડક્ટ્સના વેચાણને ફરી વધારવા તેમજ iPhone Air જેવા નવા મોડલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોશિશ કરી રહી છે. આ બદલાવ સ્થિરતા સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે, કારણ કે John Ternusની ઉંમર (50 વર્ષ) એટલી જ છે જેટલી ટિમ કુકની હતી જ્યારે તેમણે એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સ પાસેથી જવાબદારી સંભાળી હતી. આથી એપલ હવે નવી દિશામાં આગળ વધવા માટે કમરકસી રહ્યું છે.


