Science & Technology

નસીબ હોય તો આવું! 300 રૂપિયામાં ખરીદેલું ડોમેઇન રૂ. 600 કરોડમાં વેચાયું, દુનિયાની સૌથી મોટી ડીલ

By GS Team
12 Feb 20263 mins read
TukuTouch Logo
વર્ષ 1993માં 10 વર્ષના છોકરાએ AI.com નામની એક વેબસાઇટ ખરીદી, ત્યારે આ માત્ર એક ઇન્ટરનેટ એડ્રેસ હતું, આ સમયે કોઈ AIનો ટ્રેન્ડ ન હતો, ન તો સોશિયલ મીડિયા કે ચેટબોટ્સ, આ ડોમેઇનની કિંમત માત્ર જૂજ હતી પણ હાલ આજ AI.com ડોમેઇન લગભગ 70 મિલિયન ડૉલરમાં વેચાયું છે. ભારતીય રૂપિયામાં જોઈએ તો 600 કરોડની ડીલ થઈ છે. આ ડોમેઇન જે કિંમતે વેચાયું તેના પરથી નક્કી કરી શકાય છે કે ઇન્ટરનેટમાં નામની કિંમત શું હોય છે. આ સાથે જ ડીલ દુનિયામાં સૌથી મોટી ડોમેઇન ડીલ બની ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નસીબ હોય તો આવું! 300 રૂપિયામાં ખરીદેલું ડોમેઇન રૂ. 600 કરોડમાં વેચાયું, દુનિયાની સૌથી મોટી ડીલ

AI Domain Story: વર્ષ 1993માં 10 વર્ષના છોકરાએ AI.com નામની એક વેબસાઇટ ખરીદી, ત્યારે આ માત્ર એક ઇન્ટરનેટ એડ્રેસ હતું, આ સમયે કોઈ AIનો ટ્રેન્ડ ન હતો, ન તો સોશિયલ મીડિયા કે ચેટબોટ્સ, આ ડોમેઇનની કિંમત માત્ર જૂજ હતી પણ હાલ આજ AI.com ડોમેઇન લગભગ 70 મિલિયન ડૉલરમાં વેચાયું છે. ભારતીય રૂપિયામાં જોઈએ તો 600 કરોડની ડીલ થઈ છે. આ ડોમેઇન જે કિંમતે વેચાયું તેના પરથી નક્કી કરી શકાય છે કે ઇન્ટરનેટમાં નામની કિંમત શું હોય છે. આ સાથે જ ડીલ દુનિયામાં સૌથી મોટી ડોમેઇન ડીલ બની ગઈ છે. 

માત્ર શોખ ખાતર લીધું હતું

જે શખ્સે AI.com ખરીદ્યું હતું તેનું નામ છે અરસ્યાન ઈસ્માઈલ, તે મેલેશિયાનો એક ટેક એન્ટરપ્રેન્યોર (ઉદ્યોગસાહસિક) છે. જ્યારે 1993માં ઇન્ટરનેટ નવું નવું જ આવ્યું હતું ત્યારે તેને માત્ર શોખ ખાતર આ AI.com રજિસ્ટર કરાવ્યું હતું. તે વખતે તેને અંદાજો ન હતો કે આ જ ડોમેઇનના નામથી ટૅક્નોલૉજીકલ ટ્રેન્ડ ઊભો થશે. નસીબે પણ સાથ આપ્યો અને AIની બોલબાલા હવે દરેક ક્ષેત્રમાં ડંકો વગાડી રહી છે. 

કિંમત માત્ર 300 રૂપિયા હતી

તે સમયે ડોમેઇનના ખરીદીની ફી ખૂબ જ ઓછી હતી. એક રિપોર્ટ્સ મુજબ અરસ્યાન ઈસ્માઈલે AI.comને નજીવી રકમમાં જ લીધું હતું. આજના રૂપિયા પ્રમાણે જોઈએ તો તે પૈસાની કિંમત 300 રૂપિયાથી વધારે ન હતી. ત્યારે એ ડોમેઇનનું માત્ર એક ટેક ટર્મ જેવું નામ હતું. 

એક સમય હતો જ્યારે AI.com પરથી કંટ્રોલ ગુમાવ્યો

અરસ્યાન ઈસ્માઈલે વચ્ચેના સમયગાળા પર  AI.comને ઘણી વખત લીઝ પર આપી દીધું હતું. જેથી અલગ અલગ કંપનીઓએ આ ડોમેઇનનો કેટલાક સમય માટે ઉપયોગ કર્યો. પણ તેની મૂળ માલિકી અરસ્યાન પાસે જ રહી. વર્ષ 2025માં રસપ્રદ વળાંક આવ્યો અને AI.com તેના માલિકની પકડથી દૂર થઈ ગયું. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના પર ફરી કંટ્રોલ મેળવવા માટે અરસ્યાન ઈસ્માઈલે 10 મિલિયન ડૉલર ચૂકવવા પડ્યા હતા. એટલે કે 80 કરોડથી વધારે રૂપિયા.

જેનો મતલબ એ છે કે જે ડોમેઇનને તેને નજીવી કિંમતે ખરીદ્યું હતું. તેને જ પરત મેળવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો. પણ અત્યારે AI સમગ્ર દુનિયામાં મોટા પાયે ટ્રેન્ડ થઈ ચૂક્યું હતું. તેને ખબર પડી ગઈ હતી કે આવતા સમયમાં આ ડોમેઇનના ધાર્યા રૂપિયા મળશે. 

Crypto.comના CEOએ ખરીદ્યું

ડોમેઇન પરત મેળવ્યા બાદ અરસ્યાને તેની સાચી કિંમત માટે રાહ જોઈ, બાદમાં વર્ષ 2026માં આ ડોમેઇન Crypto.comના CEOને અંદાજિત 70 મિલિયન ડૉલરમાં વેચી કાઢ્યું, જેની ભારતીય ચલણ મુજબ કિંમત 600 કરોડ રૂપિયા થાય છે. Crypto.com ડિજિટલ ફાયનાન્સની દુનિયામાં મોટું નામ છે તે હવે AIમાં ઝુકાવી રહ્યું છે. જેથી આ ડીલ અબજોમાં થઈ છે. 

કહાની માત્ર નસીબની વાત નથી

આ ડીલ પર એ અંદાજો લગાવી શકાય કે ઇન્ટરનેટ પર બ્રાન્ડિંગ કેટલું મહત્ત્વનું પાસું છે. જેવી રીતે જમીન અને ઘરની કિંમતો વધી રહી છે તેવી જ રીતે ડિજિટલ નામોની કિંમત પણ વધી રહી છે. આજે ઘણા ડોમેઇન સામાન્ય લાગે છે આવનાર વર્ષોમાં તે પણ કરોડોમાં વેચાઈ શકે છે. AI.comની આ કહાની માત્ર નસીબની વાત નથી, આવનારા ડિજિટલ ટ્રેન્ડની ઝલક પણ છે.