Science & Technology

WhatsAppમાં આવી રહ્યું છે ધમાકેદાર ફીચર: નકામા મેસેજથી મળશે મુક્તિ, ચેટ લિસ્ટ રહેશે એકદમ ક્લીન!

By GS Team
1 Aug 20263 mins read
TukuTouch Logo
વોટ્સએપ યુઝર્સના ચેટિંગ અનુભવને સુધારવા 'Offers & Updates' નામનું નવું ફોલ્ડર લાવી રહ્યું છે. આ ફીચર મોટી કંપનીઓ, બેંકો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સના પ્રમોશનલ મેસેજીસને મુખ્ય ચેટથી અલગ રાખશે. 24 કલાકમાં મેસેજ આપમેળે નવા ફોલ્ડરમાં શિફ્ટ થઈ જશે. યુઝર્સ સેટિંગ્સમાંથી આ ફીચર બંધ પણ કરી શકશે. આનાથી સ્પામ ઘટશે અને પર્સનલ ચેટ્સ વ્યવસ્થિત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

WhatsAppમાં આવી રહ્યું છે ધમાકેદાર ફીચર: નકામા મેસેજથી મળશે મુક્તિ, ચેટ લિસ્ટ રહેશે એકદમ ક્લીન!

WhatsApp Cleans Business Spam: મેટા-માલિકી ધરાવતું લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ બહેતર બનાવવા માટે એક મોટો અને મહત્ત્વપૂર્ણ બદલાવ કરવા જઈ રહ્યું છે. વોટ્સએપ હાલમાં એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેના હેઠળ યુઝર્સની મુખ્ય ચેટ સ્ક્રીન પર એક નવું સેક્શન અથવા ફોલ્ડર જોવા મળશે. આ ફીચરનું મુખ્ય નામ ‘Offers & Updates’ રાખવામાં આવ્યું છે. આ નવા અપડેટનો મુખ્ય હેતુ મોટી કંપનીઓ, બેંકો, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને એરલાઈન્સ તરફથી આવતા પ્રમોશનલ મેસેજીસ, ડિસ્કાઉન્ટ કૂપન્સ અને ડિલિવરી અપડેટ્સને મુખ્ય ચેટ લિસ્ટથી અલગ રાખવાનો છે, જેથી યુઝર્સની પર્સનલ ચેટ લિસ્ટ એકદમ સાફ-સુથરી અને વ્યવસ્થિત રહી શકે.

24 કલાકમાં મેસેજ ઓટોમેટિક નવા ફોલ્ડરમાં ટ્રાન્સફર થઈ જશે

હાલમાં કંપની આ ફીચર માટે અલગ-અલગ ટાઇમ ડ્યુરેશનનું ટેસ્ટિંગ કરી રહી છે. આ સિસ્ટમ હેઠળ, જ્યારે કોઈ મોટી બિઝનેસ કંપની યુઝરને ઓફર કે ડીલનો મેસેજ મોકલશે, ત્યારે તે મેસેજ થોડા સમય બાદ (જે મહત્તમ 24 કલાક સુધી હોઈ શકે છે) મેઈન ચેટ લિસ્ટમાંથી ગાયબ થઈ જશે અને આપમેળે ‘Offers & Updates’ ફોલ્ડરમાં શિફ્ટ થઈ જશે. આનાથી યુઝર્સના ફેમિલી અને ફ્રેન્ડ્સના મહત્ત્વના મેસેજ બિઝનેસ સ્પામ મેસેજીસની નીચે દબાઈ જશે નહીં.

યુઝર્સને મળશે કસ્ટમાઈઝેશન કંટ્રોલ, સેન્ટિંગ્સમાંથી બંધ પણ કરી શકાશે

આ ફીચરની સાથે વોટ્સએપ યુઝર્સને કેટલાક કંટ્રોલ્સ પણ આપશે જેને તેઓ પોતાની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરી શકશે.

  • ડિસેબલ કરવાનો ઓપ્શન: જો કોઈ યુઝરને આ નવું ફોલ્ડર પસંદ ન આવે અને તેઓ તમામ મેસેજ પહેલાની જેમ એક જ મુખ્ય ટાઈમલાઈન પર જોવા માંગતા હોય, તો તેઓ સેટિંગ્સમાં જઈને આ ફીચરને સંપૂર્ણપણે બંધ પણ કરી શકશે.
  • ટાઇમિંગ પર કંટ્રોલ નહીં: જોકે, આમાં એક મર્યાદા એ રહેશે કે યુઝર્સ પોતાની મરજી મુજબ મેસેજ ટ્રાન્સફર થવાનો ચોક્કસ સમય (જેમ કે 1 કલાક કે 5 કલાક) જાતે નક્કી કરી શકશે નહીં, તે કંપની દ્વારા સેટ કરેલા ડિફોલ્ટ ટાઈમ મુજબ જ કામ કરશે.

આ નવા ફીચર પાછળનું મુખ્ય કારણ અને વ્યાપારિક સમીકરણો:

મેટાની વધતી કમાણી અને ઇનબોક્સમાં વધતો સ્પામ

આ નવું ફીચર એવા સમયે આવી રહ્યું છે જ્યારે મેટાનો વોટ્સએપ બિઝનેસ પ્રોગ્રામ ખૂબ જ સફળ સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં જ માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી હતી કે કંપનીની અન્ય આવક 1 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે, જેમાં વોટ્સએપ પેઇડ મેસેજિંગનો મોટો હિસ્સો છે. પરંતુ કંપનીની આ વ્યાપારી સફળતાના કારણે સામાન્ય યુઝર્સના ઇનબોક્સ સ્પામ મેસેજથી ભરાઈ રહ્યા હતા. આ અગાઉ કંપનીએ વર્ષ 2024માં યુઝર્સને માર્કેટિંગ મેસેજ અનસબ્સ્ક્રાઇબ કરવાનો ઓપ્શન આપ્યો હતો અને ઓક્ટોબર 2025માં બિઝનેસ મેસેજ મોકલવાની લિમિટ પણ નક્કી કરી હતી. હવે આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે આ નવું ફોલ્ડર લાવવામાં આવી રહ્યું છે.

માત્ર મોટી કંપનીઓ પર જ લાગુ થશે આ નિયમ

શરૂઆતમાં વોટ્સએપનું આ નવું ફીચર માત્ર વેરિફાઈડ અને મોટી બિઝનેસ કંપનીઓ (જેમ કે મોટી બેંકો, ઈ-કોમર્સ સાઇટ્સ અને મોટી બ્રાન્ડ્સ) પર જ લાગુ કરવામાં આવશે. નાના વેપારીઓ અને પર્સનલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરનારાઓને હાલ પૂરતા આ નિયમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જોકે, ટેકનિકલ ટીમ આગામી દિવસોમાં નાના વ્યવસાયોના મેસેજને પણ આ ફોલ્ડરમાં મોકલવા અંગે વિચારણા કરી રહી છે. હાલમાં આ ફીચર ચોક્કસ બીટા ટેસ્ટર્સ અને પાર્ટનર્સ માટે ઉપલબ્ધ કરાવાયું છે અને ટૂંક સમયમાં જ તેને ગ્લોબલ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.