Science & Technology

2029માં સ્પેસ મિશન પર જનારી 23 વર્ષની જાનવી દંગેતિ કોણ છે? જાણો વિગત…

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
આંધ્ર પ્રદેશના વેસ્ટ ગોદાવરી જિલ્લાના પલાકોલ્લુની 23 વર્ષની યુવતી જાનવી દંગેતિ 2029માં સ્પેસ મિશન પર જશે. તેને અમેરિકાના સ્પેસ મિશન માટે એસ્ટ્રોનોટ કેન્ડિડેટ તરીકે પસંદ કરવામાં આવી છે. ટાઇટન સ્પેસ કંપનીના આ મિશનમાં જાનવી પ્રથમ ભારતીય બનવા જઈ રહી છે. જાનવીએ પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2029માં સ્પેસ મિશન પર જનારી 23 વર્ષની જાનવી દંગેતિ કોણ છે? જાણો વિગત…

23 year Old Indian Girl Going in Space Mission: આંધ્ર પ્રદેશના વેસ્ટ ગોદાવરી જિલ્લાના પલાકોલ્લુની 23 વર્ષની યુવતી જાનવી દંગેતિ 2029માં સ્પેસ મિશન પર જશે. તેને અમેરિકાના સ્પેસ મિશન માટે એસ્ટ્રોનોટ કેન્ડિડેટ તરીકે પસંદ કરવામાં આવી છે. ટાઇટન સ્પેસ કંપનીના આ મિશનમાં જાનવી પ્રથમ ભારતીય બનવા જઈ રહી છે. જાનવીએ પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે.

ત્રણ કલાક માટે ઝીરો ગ્રેવિટીમાં રહેશે જાનવી

આ મિશનમાં જાનવી પૃથ્વીની આજુબાજુ બે વાર ફરે તેવી સંભાવના છે, જેના કારણે તેને ત્રણ કલાક સુધી ઝીરો ગ્રેવિટીમાં રહેવાનો અનુભવ થશે. જાનવી કહે છે, ‘અમે એક જ મિશનમાં બે સનરાઇઝ અને બે સનસેટ જોઈશું.’ પાંચ કલાકની આ ઓરબિટલ ફ્લાઇટ આગામી ચાર વર્ષમાં સ્પેસમાં મોકલાશે. માટે જાનવી 2026માં અંતરિક્ષ યાત્રા માટેની ટ્રેનીંગ લેશે, જે નાસાના ભૂતપૂર્વ અંતરિક્ષયાત્રી કર્નલ વિલિયમ મેકઆર્થર જુનિયર આપશે. તેઓ 2029ના ટાઇટન સ્પેસ મિશનના ચીફ અંતરિક્ષયાત્રી તરીકે નેતૃત્વ કરશે, જેમાં જાનવી પણ ભાગ લેશે.

નાસાનું ઇન્ટરનેશનલ એર અને સ્પેસ પ્રોગ્રામ પૂર્ણ કરનારી પહેલી ભારતીય

જાનવી નાસાનું ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય યુવતિ છે. તે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે યુવાનોને પ્રેરણા આપી રહી છે. તેણે સ્પેસ એક્સપ્લોરેશન અને લઘુગ્રહોની શોધ વિશે પણ જાગૃતિ ફેલાવી છે. જાણેતે કહ્યું કે, 'એક બાળક તરીકે હું હંમેશાં એમ વિચારતી હતી કે ચંદ્ર મારો પીછો કરે છે, પણ ખબર નહોતી કે એ મને તેની તરફ બોલાવી રહ્યો છે.'


જાનવીનું શિક્ષણ અને પ્રવૃત્તિઓ

જાનવીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના હોમટાઉનમાં લીધું હતું. ત્યારબાદ તેણે પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બેચલર કર્યું. તેના ટેક્નિકલ અભ્યાસના કારણે તેને સ્પેસ સાઇન્સમાં આગળ વધવાની તક મળી. તેણે નેશનલ અને ઇન્ટરનેશનલ આઉટરીચ પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને ઇસરોની ઘટનાઓમાં પણ સહભાગી રહી છે.

આ પણ વાંચો: ગૂગલનું AI મોડ ભારતમાં થયું લાઇવ: જાણો શું છે અને કેવી રીતે ઉપયોગ કરશો…

જાનવીની સિદ્ધીઓ

જાનવીએ નાસા અને અન્ય સ્પેસ એજન્સીઓ દ્વારા સ્પોન્સર કરાયેલા ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ કોલેબોરેશનમાં ભાગ લીધો હતો. તેણે અમેરિકાના હવાઈમાં પેન-સ્ટાર્સ ટેલિસ્કોપના સહારે રિયલ ટાઇમ એસ્ટ્રોનોમિકલ ડેટાના આધારે એક એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો. તે સ્પેસ આઇલેન્ડ જીયોલોજી ટ્રેનિંગ માટે પસંદ થનાર સૌથી યુવાન વિદેશી અને ભારતની પહેલી પ્રતિનિધિ બની છે.