Get The App

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની આગેકૂચ : આઠ જિલ્લામાં અર્ધાથી દોઢ ઈંચ

- મગફળી, કપાસ સહિતના પાક માટે આશીર્વાદરૂપ વરસાદ

- તાલાલા, જસદણ, પડધરી, કાલાવાડમાં દોઢ ઈંચઃ ગોંડલ, જેતપુર, કંડોરણા, લાલપુર, માળિયાહાટીના, ઉના રાજુલામાં એક ઈંચ

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News

- હજુ ત્રણ દિ' સામાન્ય અને બુધવારે જૂનાગઢ, સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની આગેકૂચ : આઠ જિલ્લામાં અર્ધાથી દોઢ ઈંચ 1 - image

રાજકોટ,તા.11 જુલાઈ 2020, શનિવાર

અષાઢ મહિનાના ત્રીજા ચરણમાં પણ સાર્વત્રિક હળવો વરસાદ પડવાનો ક્રમ ચાલુ જ રહ્યો છે. આજે સૌરાષ્ટ્રના પચાસે'ક તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટ જૂનાગઢ, ગીરસોમનાથ, જામનગર, અમરેલી, પોરબંદર, દ્વારકા જિલ્લામાં અર્ધો ઈંચથી લઈને દોઢ - પોણાં બે ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. ખરીફ પાકો માટે આ વરસાદ જરૂરી મનાય છે. 

અલબત્ત, ગત શનિવાર સુધીના વચ્ચેના થોડા દિવસો વરસાદ ખેંચાી જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી, પરંતુ એ પછી સર્વત્ર વરસાદ પડી ગયો. હવે તો દ્વારકા, જૂનાગઢ સહિત કેટલાંક વિસ્તારોમાં ખૂબ વરસાદ ચાલુ રહે તો ઉલ્ટાંનું પાકને નુકસાન જવાની ભીતિ ઊભી થઈ જાય તેમ છે!

આજે રાજકોટમાં સવારથી તડકી - છાંયડી જેવા વાતાવરણ વચ્ચે સાંજ સુધી કટકેકટકે હળવાં ઝાપટાં વરસતાં રહ્યાં હતાં. જિલ્લામાં જસદણ અને આસપાસનાં વિસ્તારો તથા પડધરીમાં દોઢ ઈંચ ધોધમાર વરસી ગયો હતો. વિંછીયા, કોટડાસાંગાણી, લોધિકા, ધોરાજીમાં ઝાપટાં, ઉપલેટામાં અર્ધો ઈંચ તથા ગોંડલમાં વધુ એક ઈંચ વરસાદ થઈ જવા પામ્યો છે. વિરપુરમાં  બપોરે ધીમીધારે વરસાદ પડતાં મગફળી, કપાસને ફાયદો થાય છે. જામકંડોરણામાં સવારે ૧૧થી ૧૨ વાગ્યા વચ્ચે ધોધમાર એક ઈંચ સાથે મોસમનો કુલ ૪૩૮ મિમિ વરસાદ થઈ ગયો છે. 

જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી હળવા ઝાંપટા વરસ્યા હતાં. સાંજ સુધીમાં માળીયા હાટીનામાં એક ઈંચ વરસાદ થયો હતો, જયારે જૂનાગઢ, ભેંસાણ, તથા વિસાવદર અને માંગરોળમાં અડદો અડધો ઈંચ વરસાદ થયો હતો. જયારે માણાવદરમાં સાત મી.મી. અને વંથલીમાં બે તેમજ મેંદરડા અને કેશોદમાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો.

જામનગર શહેર, જોડિયા અને ધ્રોલમાં અર્ધો ઈંચ વરસાદથી ઠંડક પ્રસરી ગી હતી, તો લાલપુરમાં એક ઈંચ અને કાલાવાવાડમાં દોઢ ઈંચ નોંધાયો છે. ભારે વરસાદવાળા દ્વારકામાં વધુ પોણો ઈંચ બાદ વરસાદ થંભી જતાં રાહત પ્રસરી હતી, જયારે ભાણવડમાં અર્ધો ઈંચ અને ખંભાળિયામાં ઝરમર ઝાપટું વરસ્યું હતું. 

ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડામાં અર્ધો ઈંચ, ગીરગઢડા પોણો ઈંચ વરસાદ થયો છે, જયારે ઊનામાં વધુ એક ઈંચ વરસી ગયો હતો. એ ઉપરાંત, તાલાલા પંથકમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જે સાંજના ચાર વાગ્યા સુધી અવિરત ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન દોઢ ઈંચ વરસાદ પડયો હતો. તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડયો હોય, ઉભી મોલાતને મબલખ લાભ થયો છે. તાલાલા પંથકના તમામ નદી નાળામાં નવા નીર આવ્યાછે. તાલાલા પંથકમાં મોસમનો કુલ વરસાદ ૬૩૦ મી.મી. એટલે કે ૨૫ ઈંચથી પણ વધારે વરસી ચુકયો છે, આજના વરસાદથી આખો પંથક પાણીથી તરબોળ થઈ ગયો છે. 

તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરનાં જંગલમાં આવેલ કમલેશ્વર ડેમમાં સાડા ત્રણ ફૂટ નવા નીરની આવક થતાં સપાટી ૨૧.૫ ફૂટે પહોંચી છે.

પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે અને શનિવારે દિવસભર હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં. સાંજ સુધીમાં રાણાવાવમાં ૧૫ મી.મી. કુતિયાણામાં ૧૦ મી.મી. અને પોરબંદરમા ં૯ મી.મી. વરસાદ નોંધાયો છે, અને પવનનું જોર પણ યથાવત રહ્યું હતું.

અમરેલીના લાઠી, બાબરા સહિત અમૂક સ્થળે હળવાં ભારે ઝાપટાં, સાવરકુંડલામાં અર્ધો ઈંચ તથા રાજુલામાં એક ઈંચ વરસાદ પડયો હતો. મોરબીના હળવદ, વાંકાનેર, માળિયામિયાણા અને ટંકારા તથા સુરેન્દ્રનગર જિલ્લાના થાન, સાયલા, મૂળી, ધ્રાંગધ્રામાં ઝાપટાં તેમજ લખતરમાં અર્ધો ઈંચ વરસાદ થયો છે. 

દરમિયાન, હવામાન વિભાગે તા.૧૨થી ૧૫ દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છ દિવમાં હળવો મધ્યમ તેમજ તે દરમિયાન તા.૧૫મીએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાંક સ્થલે ભારે વરસાદ થવાની આગાહી કરી છે. 

હીરણ - 2 ડેમનું પાણી છોડાશે 13 ગામને સાવચેત કરાયા

ઉમરેઠી ગામે આવેલ હીરણ - ૨ માં ૭૦ ટકા પાણી ભરાયેલું હોવાથી સરકારના પરીપત્ર મુજબ પાણી છોડાશે, જેથી મલાજીજવા, ઉમરેઠી, બાદલપરા, ભેરાળા, ઈન્દ્રોય, ઈશ્વરીયા, કાજલી મીઠાપુર, પ્રભાસપાટણ સહીત તા.૧૩ ગામોને સાવચેત રહેવા માટે ચેતવણી અપાઈ છે.

ક્યાં

 કેટલો વરસાદ

તાલાલા

૧.૫૦

પડધરી

૧.૫૦

જા.કંડોરણા

૧.૦૦

ગોંડલ

૧.૦૦

મા.હાટીના

૧.૦૦

ગીરગઢડા

૦.૭૫

જામનગર

૦.૭૫

સા.કુંડલા

૦.૫૦

જૂનાગઢ

૦.૫૦

કુતિયાણા

૦.૫૦

માંગરોળ

૦.૫૦

ઉપલેટા

૦.૫૦

ધ્રોલ

૦.૫૦

સુત્રાપાડા

૦.૫૦

જસદણ

૧.૫૦

કાલાવાડ

૧.૫૦

જેતપુર

૧.૦૦

લાલપુર

૧.૦૦

રાજુલા

૧.૦૦

ઉના

૧.૦૦

દ્વારકા

૦.૭૫

રાણાવાવ

૦.૭૫

લખતર

૦.૫૦

ભાણવડ

૦.૫૦

વિસાવદર

૦.૫૦

ભેંસાણ

૦.૫૦

જોડિયા

૦.૫૦

વેરાવળ

૦.૫૦

Tags :