For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાણપુર કન્યાશાળાનો લંપટ શિક્ષક સામે બિભત્સ ચેનચાળા કરવા અંગે ફરિયાદ

Updated: Dec 20th, 2022

Article Content Image

- શિક્ષણ જગતનો લાંછનરૂપ કિસ્સો

- અડપલા કરનાર શિક્ષકે વિદ્યાર્થિનીને વાત નહીં કરવા અંગે તેના પિતાને મારી નાખવાની પણ ધમકી આપી હતી

બરવાળા : બોટાદ જિલ્લાનાં રાણપુર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી સરકારી કન્યાશાળામાં ધો. સાતમાં અભ્યાસ કરતી ગરીબ વિદ્યાર્થિનીની શાળાના જ એક વિધર્મી હરામખોર શિક્ષકે છેડતી અને અડપલા કર્યાનો કિસ્સો બહાર આવતા રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લામા ંસનસનાટી મચી જવા પામી છે.

આ બનાવની વિગત એવી છે કે રાણપુર બસ સ્ટેન્ડ નજીક આવેલ રૂકમણી કન્યાશાળામાં અંદાજે ચારસો જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ કન્યાશાળાનાં જ શિક્ષક જાવેદ ચુડેસરા શાળામાં અવારનવાર વિધર્મીનીઓ પર ખરાબ નજર રાખી બિભત્સ અડપલા કરતા હોવાનું બહાર આવેલ છે અને શાળાનાં અન્ય એક શિક્ષક પણ તેને સાથ આપતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનાં માતાનું અવસાન થયેલ છે અને પિતા મજુરી કામ માટે જાણવા મળતી માહિતી મુજબ આ લંપટ શિક્ષક છેલ્લા ઘણા સમયથી આ વિદ્યાર્થિનીની સાથે અડપલા કરતો હતો અને ધમકી આપતો હતો કે જો કોઈને કહીશ તો તારા પિતાને હું મારી નખાવીશ અને તારા પણ ટુકડા કરી નાખીશ. આમ વારંવાર ધમકી આપતો હોવાને કારણે ડરનાં માર્યા આ વિદ્યાર્થિની ઘરે વાત કરી શકતી નહોતી પરંતુ બે દિવસ પહેલા આ વિદ્યાર્થિનીએ તેના પિતાને સમગ્ર હકીકતની જાણ કરતા તેનાં પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલ અને સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવતા રાણપુર પંથકમાં આ શિક્ષક પ્રત્યે ભારોભાર રોષ જન્મેલ છે. જો કે જાવેદની બીકનાં માર્યા શાળાનાં અન્ય શિક્ષકો પણ આવી ઘટનામાં આંખ આડા કાન કરી રહ્યા હતા. વાસ્તે શાળાનાં અન્ય એક શિક્ષક પણ જાવેદ ચુડેસરાને સાથ સહકાર આપતા હતા તે શિક્ષક કોણ ? તે હાલ ચ્રચાનો વિષય બનેલ છે જ્યારે ફરિયાદ થતા ંજ પોલીસે તાત્કાલીક આરોપી શિક્ષક જાવેદ અશરફ ચુડેસરાને અન્ડર હેન્ડ કરી લીધો હતો. બનાવન ાપગલે લોકોનાં ટોળે ટોળા રાણપુર પોલીસ સ્ટેશન ધસી જતા આરોપીની વધુ પુછપરછ અને ટેસ્ટ માટે આરોપીને બોટાદ લઈ ગયાનું જાણવા મળેલ છે. જ્યારે રાણપુર કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનાં વાલીઓ મોટી સંખ્યામાં શાળા પર ધસી ગયા હતા અને શિક્ષકને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. 

Gujarat