ઢળતી સાંજે અમે સૌ સિટિ સેન્ટરના ચોકમાં પહોંચી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્મગલરના વચેટિયાએ આપેલી સૂચના મુજબ બોર્ડર ક્રોસ કરવા
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-6
- અમે ચોકમાં બેસી રહ્યા અને બે કલાકના સમય ગાળામાં તો સંખ્યાબંધ લોકોથી આખો ચોક ભરાઈ ગયો
- રાતના નવ વાગ્યાના સુમારે એક પછી એક છ સાવ ખખડધજ બસો ચોક વચ્ચે આવીને ઊભી થઈ ગઈ
બધાએ લાઇફ જેકેટ ખરીધ્યા પછી મજીદે યાદ કરાવ્યું કે બોટમાં બેસીને આપણે જવાનું છે. એટલે માર્ગમાં કદાચ પાસપોર્ટ કે પૈસા પલળી ન જાય તે માટે આપણે નાના પર્સ પણ ખરીદી લઇએ. બધાએ તે પણ ખરીદી લીધા.
સાંજે અમે સૌ સિટિ સેન્ટરના ચોકમાં પહોંચી ગયા. સૂરજ હજી પુરો ઢળ્યો નહોતો. બીજા ઘણાં લોકો પણ ત્યાં આવીને ચોકની સાઇડમાં આવેલા ફૂટપાથ પર બેસી ગયા હતા. મોટાભાગના લોકો અરેબિકમાં વાતો કરતા હતા. ઘણાં સિરીયનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
અમે સમયસર ચોકમાં આવી ગયા હતા. થોડો સમય પસાર થઇ ગયો પણ બીજી કોઇ હિલચાલ હજી દેખાતી નહોતી. બીજા લોકોની જેમ અમે પણ થાકીને છેવટે ફૂટપાથ પર બેસી ગયા. બધા જ લોકો શાંતિથી બેસીને ટોળટપ્પા કરતા હતા. આટલા મોટા ચોકમાં આશ્ચર્યની વાત એ હતી કે એકેય પોલીસ જવાન નજરે નહોતો પડતો.
સૂર્ય અસ્તાચળે પહોંચી ગયો, એટલામાં તો ચોકમાં લોકોની સંખ્યામાં ખાસ્સો વધારો થઇ ગયો. યુવા સ્ત્રી-પુરૂષો, બાળકો અને દાદા-દાદીઓ પણ ફૂટપાથ પર બેઠેલા દેખાતા હતા. ઘણાં યુવાનો બબ્બે, ત્રણ-ત્રણના ગુ્રપમાં સિગરેટ ફૂંકતા આમ તેમ આંટા મારી રહ્યા હતા.
મેં મોબાઇલમાં સમય જોયો. રાતના ૯ વાગી ગયા હતા. એટલામાં ત્રણ આરબ સ્ત્રીઓ અમારી નજીક આવીને બેસી ગઇ. એકના હાથમાં નાનું બાળક હતું. બાળકને ઠંડી ન લાગે એટલે પુરેપુરૃં શાલમાં વિંટાળી દીધું હતું.
અમે આગળ કાંઇ વિચારીએ તે પહેલાં તો જીન્સ અને બ્લેક ટી-શર્ટ પહેરેલા એક પડછંદ જવાન ચોક વચ્ચે આવી પહોંચ્યો. કપાળ પર તેણે ડિઝાઇનર સનગ્લાસીસ ચઢાવ્યા હતા.
બરાબર અમારી સામે આવીને બે પગ પહોળા કરીને ઊભા રહેલા આ જવાને તાળીઓ પાડી બધાનું ધ્યાન એના તરફ ખેંચ્યું.
અરેબિકમાં તેણે બધાને ઉદ્દેશીને કહ્યું, ચાલો સૌ ઊભા થઇ જાવ. એકાદ મિનિટમાં જ બસ આવશે. પણ તે પહેલાં દરેક પોતાનું લાઇફ જેકેટ મને બતાવો.
એ કદાવર જવાન અરેબિકમાં બોલતો હતો, પણ તેના ઉચ્ચાર જરા વિચિત્ર પ્રકારના હતા. કદાચ એ કુર્દીશ પ્રાંતનો હશે, શાયદ ઇરાકના ઉત્તરીય વિસ્તારનો રહીશ હશે.
ફૂટપાથ પરથી ઊભા થતા થતા સારા પેલા જવાન તરફ ઇશારો કરી ધીમેથી બોલી, પેલો જબરો મજબૂત માણસ લાગે છે, એના બાવડાના મસલ્સ તો તું જો. કદાવર માણસ છે. મારાથી ગાલમાં ને ગાલમાં જરા ખંધાઇથી હસી પડાયું. સારાએ થોડી સખ્તાઇથી મારી સામે જોયું. મેં બીજી તરફ નજર કરી તો પેલો પડછંદ જવાન મારી સામે જોઇ રહ્યો હતો. હું નીચું જોઇ ગઇ.
પણ એ માણસ ચોક્કસ મને હસતી જોઇ ગયો હશે, એટલે જ તેણે મને પૂછ્યું, અહીં હસવા જેવું તે વળી શું છે..?
મારા બદલે સારાએ પેલાને જવાબ આપ્યો, હસવા જેવું અહીં કાંઇ જ નથી. પણ અહીં ખાલી ખાલી આમ જ હસવાની શું મનાઇ છે? હસવું એ શું કોઇ ગુનો છે?
હવે દાણચોરના વચેટિયાએ મારા પરથી નજર હટાવી સારા તરફ દ્રષ્ટિ દોડાવી. એટલામાં ચોકમાં એકઠા થયેલા ટોળામાંથી બે જુવાનિયા આગળ આવ્યા, તેમાંનો એક લંબૂશ હતો, જેણે માથા પરના કાળા લાંબા વાળની પાછળ ચોટલી (ઁર્હઆચૈન) બાંધેલી હતી. બીજો કદમાં જરા ટૂંકો હતા, તેના ભૂખરા રંગના વાંકડિયા વાળ ખભા પર ફરફર થતા હતા.
બે પૈકીના પેલા ટૂંકા જવાને અમને બધાને ઉદ્દેશીને કહ્યું, જુઓ તમને લઇ જવા માટેની ગાડીઓ આવી ગઇ છે. એમ કહીને તેણે હાથના અંગૂઠાથી દિશા સૂચન કર્યું. અમે એ તરફ જોયું તો છ ખખડધજ કોચ ખડખડ અવાજ કરતા ચોકની એ તરફથી ધીમે ધીમે ચોક વચ્ચે આવી રહ્યા હતા.
છએ છ કોચ એક પછી એક લાઇનમાં ઊભા થઇ જતા, પેલો પોનિટેલવાળો લંબૂશ જવાન કોચના દરવાજા પાસે જઇને ઊભો રહી ગયો.
લાંબી રાહ જોયા પછી ટોળું જાણે અધીરૃં બની ગયું 'તું. બધા જલ્દી જલ્દી કોચમાં બેસવા માટે ઉતાવળા બન્યા હતા, જેથી કોચમાં પોતાને સારી સિટ મળી જાય.
પેલો કદાવર જવાન પણ કોચના દરવાજા પાસે આવી ગયો. પોનિટેલ અને કદાવર જવાન, બન્ને જણાએ ટોળાને કોચના દરવાજા તરફ ધકેલતા બધા હડબડી બોલાવતા કોચમાં ચઢી ગયા.
કોચમાં ગાઢ અંધકાર હતો. બસની બધી બારીઓ પર કાળા રંગના પડદા બરાબરના ફિટ કરી દીધા હતા. બહુ જૂની કાર્પેટમાંથી બદબૂ આવે તેવી દુર્ગંધ આખી બસમાં ફેલાયેલી હતી.
બધાએ પોત-પોતાની સિટ ઉપરની લગેજ રેક્સમાં પોતાની બેગો મુકવા માંડી. એટલામાં ડ્રાઇવરે બસનું એન્જિન સ્ટાર્ટ કરતા તેની ઘરઘરાટી સાંભળી બધા ઝડપથી પોત-પોતાની સિટ પર બેસી ગયા.
પેલો કદાવર જવાન પહેલી બે હરોળની વચ્ચેના ભાગમાં ઊભો થઇ ગયો અને મોટેથી બોલ્યો, બધા પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દો. સમગ્ર મુસાફરી દરમિયાન, ર્શ બચનનજ, ર્શ સીજજચયીજ, ર્હ ૈહાીહિીા, ર્હ ય્ઁજી. હું બધાના મોબાઇલ ચેક કરીશ કે બધાએ સ્વીચ ઓફ કર્યા છે કે નહીં, અને બીજી ખાસ ચેતવણી. બસની બારીના પડદા કોઇએ ખોલવાના નથી, બંધ જ રાખવાના છે.
છેવટે ખખડધજ બસ ચાલુ થઇ. પિતરાઇ ભાઇઓ મજીદ અને નબિહ અમારા સિટની આગલી હરોળમાં બેઠા હતા. અમારા ગુ્રપના બીજા બે જણ - મુહન્નાદ તેમજ બ્લોન્ડિ વચ્ચેના ભાગની સિટો પર હતા. મોટાભાગના મુસાફરો સુઇ ગયા હતા.
હું ચૂપચાપ મારી સિટ પર બેઠી બેઠી વિચારોના વમળમાં ખૂંપી ગઇ ઃ હવે આગળ શું થશે? દરિયાઇ માર્ગે જવામાં કોઇ મુશ્કેલી તો ખડી નહીં થાયને?
થોડીવાર પછી મેં મારી પાછલી સિટ તરફ નજર નાંખી, ત્યાં બેઠેલી યુવતીએ મારી સાથે નજર મીલાવી. પશ્ચિમી પોષાક પહેરેલી યુવતીની હેર સ્ટાઈલ પણ વેસ્ટર્ન સ્ટાઈલની હતી.
મારી સામે જોઈ તેણે પોતાનો પરિચય આપતા કહ્યું, મારૃં નામ કોકો છે. મને લાગ્યું કે મારે પણ કાંઈક બોલવું જોઈએ એટલે મેં તેને મારૃં નામ કહ્યા પછી સવાલ કર્યો, તને લાગે છે, રસ્તામાં ક્યાંક આ બસ ઊભી રાખશે કે નહીં?
ધીમા સ્વરે જવાબ આપતા કોકોએ કહ્યું, ના, બસ રસ્તામાં ક્યાંય ઊભી નહીં રહે. કારણ કોઈકે સ્મગલરને આવો સવાલ પૂછયો હતો તે મેં સાંભળ્યો હતો. સ્મગલરે જવાબમાં કહ્યું'તું કે ટોઈલેટ જવા, પાણી પીવા માટે કે જમવા માટે પણ બસ વચ્ચે કોઈ જગ્યાએ નહીં ઊભી રહે.
પેલી યુવતીની આ વાત સાંભળ્યા પછી હું આગળ ફરી અને મારા સ્વેટરનું હુડ મારા ચહેરા પર ખેંચી આંખો બંધ કરીને હું સુઈ ગઈ.
(ક્રમશઃ)









