કોઈ ડરશો નહીં, અમે કોઈને ડૂબવા નહીં દઈએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દરિયાઈ માર્ગે જવામાં ડૂબી જવાના જોખમથી ડરી ગયેલા બધાને સારાએ ઊભા થઈ હિંમતથી કહ્યું..
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-5
- સિરીયાથી ભાગીને આવેલા સિરીયનો અહીંથી કોઈ પણ હિસાબે યુરોપ જતા રહેવાની કોશિશ કરતા રહે છે…
- સિરીયાથી આવેલા અમે કુલ પાંચ જણાએ તુર્કીથી દરિયાઈ માર્ગે ગ્રીસ જવા માટેની તૈયારી દેખાડી
બીજા બધાના ડર વચ્ચે ઊભા થઈને સારા હિંમતથી બોલી, અમે બે બહેનો તમારી સાથે છીએ. તમે કોઈ જરાય ચિંતા ન રાખો. તમારે ડરવાની જરૂર નથી. અમે કોઈને ડૂબવા નહીં દઈએ.
મેં આશ્ચર્યથી સારા તરફ વેધક નજર નાંખી.
પણ તેણે તો આગળ ચલાવ્યું, હું આ બાબતે ગંભીર છું. અમે બન્ને બહેનો કુશળ તરવૈયા છે. હું તો લાઈફ ગાર્ડ પણ છું. અમે તમારામાંથી એકેયને નહીં ડૂબવા દઈએ.
રૂમના ખૂણામાં બેસીને મોબાઈલ જોયા કરતા નબિહે, સારાની આ વાત સાંભળીને મજીદ તરફ જોયું.
પણ સારાએ તો કોઈની દરકાર રાખ્યા વગર એકધારૃં આગળ બોલવાનું ચાલુ જ રાખ્યું, અમે બન્ને છોકરીઓ છે. પહાડી વિસ્તારમાં ચાલીને સરહદ ઓળંગવાનું અમારૃં ગજું નથી. તેમાં વળી પાછું સૈનિકો પકડી લે તેની બીક. અને પેલા ભાઈએ કહ્યું તેમ સૈનિકો કાંતો લૂંટી લે અથવા તો આપણા હાથ-પગ ભાંગી નાંખે. એના કરતાં ચાલો, આપણે સૌ દરિયાઈ માર્ગે જ જઈએ.
બોલવાનું પુરૃં કરીને સારાએ મારી તરફ જોયું. પણ હું તો બીજા જ ખયાલમાં ડૂબેલી હતી. મારા મનમાં તો કોઈ મોટી દુર્ઘટનાનો સિનારિયો સર્જાયો હતો. સારાને શું ખબર નહીં હોય કે દરિયો કાંઈ સ્વિમિંગ પુલ નથી ? ભલભલા સ્વિમરો પણ દરિયામાં ડૂબી ગયાના દાખલા છે. સમુદ્રમાં કોઈ મોટું જળચર પ્રાણી તમારા પર આક્રમણ કરે તો શું ? વિશાળ ખુલ્લા દરિયામાં તો ગમે તે ઘડીએ ગમે તે થઈ શકવાની સંભાવના નકારી ન શકાય. પરંતુ બીજી તરફ ચાલતા તુર્કીની સરહદ ક્રોસ કરવાના જોખમ પણ કોઈ ઓછા નહોતા. અમારી પાસે બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ જ નહોતો. દરિયાઈ માર્ગે કમસેકમ એટલી ખાતરી તો હતી કે અમે તરવાનું તો સરસ જાણતા જ હતા. મેં ભગવાન પર અને સાથોસાથ સારા પર પણ ભરોસો રાખવાનું વિચારી લીધું.
નબિહ અને મજીદે પણ સારાની વાતને ટેકો આપ્યો. મુહાન્નદે ખભા ઉલાળ્યા. મનકમને અહમદે પણ સારાને સાથ આપ્યો.
બધા વતી વાતનું સમાપન કરતા અહમદે કહ્યું, સારૃં ત્યારે, અમે બધા બોટમાં જવા તૈયાર છીએ. અલબત્ત, આ બે સ્વિમરો અમને સૌને ઉગારી લેશે.
સોફા પર બેઠેલા વચેટિયાએ અહમદનું સમાપન વાક્ય સાંભળીને તુરત ઊભા થઈ અમને બધાને ઉદ્દેશીને કહ્યું, હવે તમારા સૌ વતી હું સ્મગલરનો સંપર્ક કરીશ અને આગળના તમારા પ્રવાસની વ્યવસ્થા કરીશ. ઈસ્તમ્બુલની ઓફિસમાં જઈ વચેટિયાને અમારે બધાએ ડોલર આપવાના હતા.
અમે ગ્રીસ પહોંચીએ એટલે વચેટિયો અમને ફોન કરી અમે સૌ સલામત પહોંચી ગયાની ખાતરી કર્યા બાદ સ્મગલરને પૈસા ચુકવવાનો હતો.
બીજે દિવસે હું અને સારા જૂના ઈસ્તનબુલના બજારોમાં ફરવા નીકળ્યા. ત્યાં લોકોની ભારે ભીડાભીડ હતી. ઘણી બધી નવી-જૂની અને એન્ટિક ચીજ-વસ્તુઓ દુકાનોમાં ખડકાયેલી હતી.
બજારમાં અમને ઘણાં સિરીયનો પણ દેખાયા. તેઓ સિરીયન લહેકામાં અરેબિક ભાષા બોલતા હતા. તુર્કી અને સિરીયા વચ્ચેની લાંબી સરહદ હજી સુધી ખુલ્લી છે અને સિરીયાથી તુર્કી આવવા માટે કોઈ વિસાની જરૂર પણ નથી. તુર્કીમાં આ તબક્કે લગભગ ૨૦ લાખ સિરીયનો રહે છે.
કેટલાક સરહદ પરની હંગામી છાવણીઓમાં રહે છે, પરંતુ મોટા ભાગના તુર્કીના અલગ અલગ શહેરો અને નગરોમાં ઠરીઠામ થયા છે. સિરીયાના આંતર વિગ્રહથી દૂર અહીં કમસેકમ તેઓ બધા સલામત તો છે. પણ અહીંનું જીવન કઠિન છે. સિરીયનોને અહીં વર્ક પરમિટ નથી અપાતી. તેઓ અહીં કાનૂની રીતે નોકરી કે ધંધો કરી શકતા નહોતા. પણ ખાનગીમાં ગેરકાયદે રીતે જે સિરીયનો નોકરી કે ધંધો કરતા હતા તેમનું અહીં ભારે શોષણ થતું હતું અને પોલીસના હાથે પકડાઈ જવાના સતત ડર વચ્ચે અહીં રહેવાનું હતું.
એટલે ઘણાં સિરીયનો તુર્કી છોડીને યુરોપ ભાગવાની ફિરાકમાં રહેતા હતા કારણ અહીં તેમનું અને તેમના પરિવારનું કોઈ ભવિષ્ય સિરીયનોને નહોતું દેખાતું. આવા ઘણાં બધા સિરીયનો દરિયાઈ માર્ગે યુરોપ જતા રહેવા માટે સ્મગલરોના સંપર્કમાં રહેતા હતા.
બપોરે મજીદે વચેટિયા દ્વારા ફોન પર સ્મગલર સાથે સીધી વાત કરી લીધી. બે દિવસ પછી ઈસ્તનબુલથી દરિયાકાંઠે જવા માટેની બસ ઉપડનાર હતી. છેવટનો નિર્ણય કરવા હજી અમારી પાસે ૨૪ કલાકનો સમય હતો.આ દરમિયાન અહમદનો વિચાર બદલાઈ ગયો. અમારી સાથે દરિયાઈ માર્ગે જવાના બદલે તેણે બલ્ગેરિઆની સરહદેથી જવાનો નિર્ણય કર્યો હતો.
રબરની દેશી સ્ટાઇલની નાનકડી હોડીમાં બેસીને ઈસ્તનબુલના દરિયા કાંઠેથી ગ્રીસના કોઇ નાનકડા ટાપુ સુધી જવાના વિચાર માત્રથી એ ડરી ગયો'તો. અહમદે અમને કહ્યું, એના બદલે તો પર્વતીય વિસ્તારમાં થઇ ચાલીને તુર્કીની બોર્ડર ક્રોસ કરવાની હું કોશિશ કરીશ. મારૃં કિસ્મત સારૃં હશે તો સરહદી સૈનિકોથી લપાઇને સલામત રીતે હું સરહદ પાર કરી દઇશ, પણ મારે દરિયાઇ માર્ગે તો તમારી સાથે નથી જ આવવું. બીજે દિવસે સવારે અમે ઊઠીએ તે પહેલાં તો અહમદ નીકળી ગયો હતો.
એ પછી અમે તેને ફરી ક્યારેય જોયો જ નથી. ઘણાં લાંબા સમય પછી અમે જ્યારે જર્મનીમાં હતા ત્યારે કોઇકે અમને કહ્યું કે અહમદ તો બલ્ગેરિઆની સરહદેથી જ પાછો વળી જઇને વતનના દેશ સિરીયા પાછો જતો રહ્યો હતો.
એ વાત બાજુએ મુકીએ. અમે ઊઠયા તે પહેલાં અહમદ તો અમને છોડીને જતો રહ્યો 'તો, પરંતુ બાકીના અમે બધા તો દરિયાઇ માર્ગે ગ્રીસ પહોંચવાના અમારા પ્લાનમાં મક્કમ હતા.
અમારા સૌ વતી મજીદે સ્મગલરને ફોન કરી કહ્યું, ઇઝમિરના દરિયાકાંઠા સુધી જવાની જે બસ તમે ઉપાડવાના છો, તેમાં અમે પાંચ જણ આવવાના છે. અમારી પાંચ સિટ બુક કરી દેજો. અને તે પછી ત્યાંથી હોડીમાં ગ્રીસ જવા માટે અમારા પાંચ જણનું બુકિંગ પણ કરી રાખજો.
સામે છેડે સ્મગલરના માણસે મજીદને જવાબમાં કહ્યું, આવતીકાલે સાંજે સિટિ સેન્ટરના ચોકમાં આપણે બધાએ ભેગા થવાનું છે. તમને બીજી ખાસ સૂચના કે તમે તમારી સાથે આવનાર સૌને કહી દેજો કે બધા પોત-પોતાના લાઇફ જેકેટ સાથે લઇને આવે. અમારા આ નિયમનું તમારે કડક પાલન કરવું પડશે. ધ્યાનથી ફરી સાંભળી લો, ર્શ ન્ૈકી વચબંીા, ર્હ મેજ, ર્હ ર્મચા, ર્હ ઈેર્િૅી…
બીજે દિવસે સવારે અમે વહેલા ઊઠી ગયા. તૈયાર થઇને અમે બધા બજારમાં પહોંચી ગયા. લાઇફ જેકેટ ખરીદવા.
(ક્રમશઃ)









