કૃમિરોગ અને સારવાર

- આરોગ્ય સંજીવની
આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે, કે જેનો અનુભવ મોટા ભાગે દરેક માતાએ પોતાનાં બાળકની બાલ્યાવસ્થા વખતે કર્યો જ હશે. આ રોગનું નામ છે, 'કૃમિરોગ'.
બાળપણમાં મોટાભાગનાં બાળકો કોઈને કોઈ વાર આ સમસ્યાનો સામનો કરી ચૂક્યા હોય છે.
પરંતુ દરેક માતા-પિતા ઇચ્છે છે કે, તેમનું બાળક સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે, એ માટે બાળકોને થતા રોગોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળતો 'કૃમિ રોગ' વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી છે.
આ ર્ુસિજ એટલે કે, કૃમિઓ ઘણાં બધાં પ્રકારનાં જોવા મળે છે. જેમકે, (૧) ગોળ, (૨) લાંબા, (૩) પાતળા દોરા જેવા, (૪) ચપટી પટ્ટી જેવા, (૫) સૂક્ષ્મ હૂક જેવા.
જેમાંથી અમુક પ્રકારનાં કૃમિઓ નરી આંખે જોઈ શકાતાં નથી પરંતુ આ કૃમિઓ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવશ્ય જોઈ શકાય છે. કૃમિરોગની યોગ્ય સારવાર ના કરવામાં આવે તો તે બાળકની પાચનક્રિયા પર વિપરીત અસર પાડે છે.
કૃમિરોગનાં કારણોની વાત કરીએ તો :-
(૧) બાળકોને ગળપણવાળા પદાર્થો, ખાંડ, ગોળ, મેંદો વગેરે બંધ કરીને કૃમિઘ્ન ઔષધોનું સેવન શરૂ કરાવવું જોઈએ.
(૨) અજમાનું ચૂર્ણ વાટીને સવાર-સાંજ આપવું જોઈએ.
(૩) વિડંગારીષ્ટ ૧-૧ ચમચી સવાર-સાંજ આપી શકાય છે.
(૩) કૃમિમુદ્ગર રસ, કૃમિકલ્યાણરસ કે નિમ્બાષ્ટક ચૂર્ણમાંથી કોઈ પણ એક યોગનું ચિકિત્સકની સલાહ મુજબ સેવન કરવું જોઈએ.
જરૂર લાગે તો સ્ટુલનો રીપોર્ટ પણ કરાવવો જોઈએ.
આહારની બાબતમાં પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ઉકાળેલું અને ગાળેલું પાણી જ પીવું, શાકભાજી, ફળફળાદિ ધોઈને જ આપવા જોઈએ. આ ઉપરાંત બાળકોને ગંદકીમાં રમવા દેવા જોઈએ નહીં. સંડાસ-બાથરૂમમાં જઈને આવ્યા બાદ હાથ-પગ સાબુથી બરાબર ધોઈ નાંખવા જોઈએ. જમવા બેસતાં પહેલાં પણ હાથ-પગ ધોઈને જમવા બેસવું જોઈએ. કૃમિ રોગમાં દૂધ, દહીં, ઘી, પાંદડાવાળા શાક, ખટાશ, માંસ, ચોકલેટ, આઈસક્રીમ, બ્રેડ, પીઝા, બર્ગર આ બધી જ વસ્તુથી પરેજ રાખવો જરૂરી છે. આટલી સાવધાની આપના બાળકને કૃમિરોગથી જોજનો દૂર રાખે છે.
જેમા મુખ્યત્વે મીઠી ચીજ, ગળપણનું વધુ પડતું સેવન, દૂષિત વાસી શાકભાજી ખાવા, મેંદાની આઈટમો વધારે ખાવી, માટીમાં રમવું, કેક, આઈસક્રીમ, ચોકલેટ વગેરેનું અત્યાધિક સેવન ગોળનાં તથા ખાંડના પદાર્થો અત્યધિક ખાવા, તથા બાળકની હાથ-પગ ધોયા વિના જ માટીવાળા હાથે જમવા બેસી જવાની રીત પણ કૃમિરોગ ઉત્પન્ન કરે છે.
- કૃમિરોગનાં લક્ષણો વિશે જો વાત કરીએ તો નીચેના લક્ષણો કૃમિરોગમાં જોવા મળે છે :-
(૧) કૃમિનાં કારણે બાળકમાં ફીકાશ કે પાંડુતા લાગે છે.
(૨) બાળકને જમવામાં અરૂચિ ઉત્પન્ન થાય છે.
(૩) બાળકનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે.
(૪) બાળક ઉંઘમાં દાંત કચકચાવે છે.
(૫) બાળક વારંવાર પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરે છે.
(૬) બાળકને ગુદાના ભાગમાં ખંજવાળ આવે છે.
(૭) ઘણીવાર બાળકો પથારીમાં મૂત્રત્યાગ કરી નાખે છે.
(૮) કેટલાંક બાળકોમાં શીળસના લક્ષણો પણ જોવા મળે છે.
(૯) ક્યારેક ખૂબ ખાવું તો ક્યારેક ખોરાક લેવાની બિલકુલ ઇચ્છા ન થવી, વગેરે કૃમિનાં સામાન્ય લક્ષણો છે. - જહાનવીબેન ભટ્ટ




