Sahiyar
અજમાવી જૂઓ
By GS Team
3 Aug 20261 min read

એલચીના ફોતરાં બાળી તેની ભસ્મ મધ સાથે ચાટવાથી કફની ઊલટી-ઊબકામાં રાહત થાય છે.
ટામેટાંનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા છીપાશે.
- મચ્છરના ડંખથી બચવા લવિંગનું તેલ લગાડવું.
- જેમનું વજન વધતું ન હોય, જેઓ કાયમ દુબળા-પાતળા રહેતા હોય તેમણે ભોજનમાં ૨-૪ દિવસે અડદની દાળ, અડદનો ઉપયોગ કરવો. તે સાથે શારીરિક શ્રમ કે વ્યાયામ કરવો. તેથી ૪-૬ માસમાં શરીર જાડું, પુષ્ટ અને તાકાતવાન બનશે.
- બહારના માર કે મચકોડ પર હળદર તથા મીઠું ગરમ કરી લેપ કરવો તથા ગોળ-ઘીમાં બનાવેલ ઘઉંના લોટનો શીરો ખવડાવવાથી પીડા દૂર થાય છે.
- ચણાના લોટમાં દૂધ તથા તેલ મેળવીને કાયમ સ્નાન કરવાથી શરીરનો રંગ ગોરો તેજસ્વી બને છે.
- મસૂરની દાળના લોટમાં દૂધ તથા થોડું તેલ નાખીને (સાબુને બદલે) તેના ઉબટનથી રોજ ચહેરા તથા શરીર પર ચોળીને સ્નાન કરવાથી વાન સુંદર બને છે. મેદસ્વીએ દૂધ-તેલ વગર જ એકલા લોટથી સ્નાન કરવું.
- કારેલાની છાલ સુકવી દાળના ડબ્બામાં રાખવાથી જીવાત નહીં પડે.
- બિસ્કિટના ડબ્બામાં બિસ્કિટ ગોઠવતી વખતે બિસ્કિટના દરેક થર વચ્ચે બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કિટ નરમ નહીં પડે.
- મીનાક્ષી તિવારી









