Sahiyar
અજમાવી જૂઓ
By GS Team
27 Jul 20261 min read

ફણસીના શાકમાં અજમાનો વઘાર કરવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે ઉપરાંત ગેસ નથી થતો.
કઠોળને બાફતી વખતે તેમાં ત્રણ-ચાર ટીંપા કોપરેલના નાખવાથી કઠોળ બરાબર તેમજ જલદી બફાઇ જાય છે.
- મરચાંના ડિટિયાં કાઢી રેફ્રિજરેટરમાં અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે.
- મીઠાની બરણીમાં મીઠું ચોંટી ન જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા.
- ભજિયાનું ખીરું વધ્યું હોય તો તેમાં થોડો લોટ ઉમેરી પુડલા, આમલેટ કે ઢોકળા ઉતારવા.
- સ્તન, અંડકોશ, હરસ તથા પેટમાં પીડા થાય ત્યારે જીરાનો ભૂક્કો પાણીમાં કાલવી ગરમ કરી દુખતા ભાગે લેપ લગાડવો.
- બાળકની છાતીમાં ભરાઇ ગયેલા કફને છૂટો પાડવા જાયફળનો પાણીમાં ઘસારો કરી, બાળક સહન કરી શકે તેટલું ગરમ કરી છાતીએ લગાડવું.
- આધાશીશીમાં રાહત પામવા લસણની કળી વાટીને દર્દીની કાનપટ્ટી પર લગાડવી.
- સરસવનું તેલ ગરમ કરી એક ચમચો દહીં નાખવું. ઠંડુ પડે પછી ઉપયોગમાં લેવાથી કડવી ગંધ આવશે નહીં અને સ્વાદ પણ ઘી જેવો લાગશે.
- તલના તેલનું માલીશ કરવાથી શરીર સમતોલ,સુદ્રઢ,તાકાતવાન,શક્તિશાળી તથા હૃષ્ટપુષ્ટ બને છે.
- મીનાક્ષી તિવારી




