Sahiyar
અજમાવી જૂઓ
By GS Team
20 Jul 20261 min read

સફરજનનો રસ કાઢી તેમાં થોડો ખાવાનો સોડા ભેળવી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયા, દાંતમાંથી નીકળતું રક્ત બંધ થઇ જાય છે.દાંત પર જામેલી છારી દૂર થઇ દાંત સ્વચ્છ ચમકીલા થાય છે.
વધેલી ખીચડીમાં ચણાનો લોટ, ખટાશ માટે લીંબુ અથવા દહીં, મીઠું, આદુ-મરચાં , કોથમીર, ચપટી લસણ ભેળવી ભજિયા બનાવવા. તેલ નાખવું.
- એક બ્રાઉન બ્રેડને દૂધમાં ડૂબાડી તેને ચહેરા પર હળવોરગડવો, ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા નિખરશે.
- અપચામાં આદુનો રસ મધમાં ભેળવી પીવાથી ફાયદો થાય છે.
- તલ, બદામ અને સરસવનું તેલ ભેળવી ધીરે-ધીરે માથા તથા કપાળ પર મસાજ તરીકે લગાડવાથી માથાના દુખાવાથી રાહત થાય છે.
- બટાટાના કોફ્તા બનાવતી વખતે બટાકાના છૂંદામાં પનીર ભેળળળું અથવા બ્રેડની બે સ્લાઇસ લઇ તેની કિનારી દૂર કરી ભેળવવવાથી ખોપ્તા ક્રિસ્પી બને છે.
- હોઠ પર સવાર-સાંજ શુદ્ધ ઘી હળવા હાથે લગાડવાથી હોઠ ફાટશે નહીં તેમજ હોઠ ખૂબસૂરત લાગશે.
- ચકરીમાં મલાઇ નાખવાથી ચકરી મુલાયમબને છે.
- ફરસીપૂરીમાં ડાલ્ડા તથા તેલનું મોણ નાખી બનાવવાથી ફરસીપૂરી ક્રિસ્પી બને છે.
- મીનાક્ષી તિવારી









