Sahiyar
તહેવારોમાં ત્વચાને ચમકીલી રાખવાની ટિપ્સ
By GS Team
7 Sep 20261 min read

- સૂકી હળદરની ગાંઠને લીંબુના રસમાં ભેળવી લદાવાથી ચહેરા પરના ડાઘ-ધાબા દૂર થાય છે. રૂક્ષ ત્વચા હોય તો આ સમસ્યાને દૂર કરવા દૂધમાં ચંદન ઘસીન ેલગાડવું.
- ટામેટામાં લીંબુના રસના દસ-બાર ટીપાંભેળવા. આ મિશ્રણ ચહેરા પર લગાડવાથી ડાઘ-ધાબા દૂર થાય છે.
- ત્વચામાં તાજગી લાવવા ઘરનું માખણ લગાડવું. ત્વચા ચમકીલી તથા મુલાયમ બને છે.
- દિવસમાં ઓછામાં ઓછા ત્રણ-ચાર વખત ચહેરાને ગ્લિસરીનયુક્ત સાબુથી ધોવું.
- ત્વચાની ખૂબસૂરતી નિખારવા ફેસપેકમાં મધ ભેળવવું.
- ચહેરાનો ધોઇ જવના લોટમાં દૂધ કે દહીં ભેળવીમુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર ૧૦ મિનીટ રાખવું. સુકાઇ જાય બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોઇ નાખવો.
- મૌસમી ફળોનો રોજિંદા આહારમાં સમાવેશ કરવો.સંતરામાં સૌમ્ય બ્લિચિંગ કુદરતી રીતે જ સમાયેલું હોય તેથી તેનું સેવન ત્વચા માટે પાયદાકારક ગણાય છે.
- સ્ટ્રોબેરીનો ફેસપેક તૈલીય ત્વચા માટે લાભદાયી છે.
- મુલતાની માટીમાં ગુલાબજળ નાખી ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ચહેરો થપથપાવીને ધોવો.
- ચંદન પાવડરમાં ગુલાબજળ નાખી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ધોઇ નાખવું.
- ચણાના લોટમાં હળદર, ગુલાબજળ ભેળવી ત્વચા પર લગાડવાથી વાન નિખરે છે.
- મલાઇ ચહેરા પર લગાડવાથી ત્વચા સ્નિગ્ધ થાય છે.
- કેળાને છુંદી તેનો પેક લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે.
- કાકડીને ખમણ ચહેરા પર લગાડવાથી ત્વચાને શીતળતા પ્રદાન થઇ તાજગી આવે છે.




