Sahiyar
માટી કહે કુંભાર સે...
By GS Team
13 Jul 20262 mins read
રવજીએ મિત્ર પરેશની નવી કાર જોઈને પોતે પણ મોંઘી કાર વસાવવાનું સપનું જોયું. આ માટે તેણે ઓછા માટીના ઉપયોગથી વધુ કમાણી માટે ચલમ બનાવવાનું શરૂ કર્યું. પત્નીએ રવજીને વ્યસન ફેલાવવાને બદલે માટલા બનાવી લોકોની તરસ છીપાવવા સમજાવ્યો. આથી રવજીએ ચલમનો વિચાર છોડી ફરી માટલા બનાવવાનું શરૂ કર્યું.
00:00
00:21
Summarized by AI; it may make mistakes. Check important info
રવજીએ મિત્ર પરેશની નવી કાર જોઈને પોતે પણ મોંઘી કાર વસાવવાનું સપનું જોયું. આ માટે તેણે ઓછા માટીના ઉપયોગથી વધુ કમાણી માટે ચલમ બનાવવાનું શરૂ કર્યું. પત્નીએ રવજીને વ્યસન ફેલાવવાને બદલે માટલા બનાવી લોકોની તરસ છીપાવવા સમજાવ્યો. આથી રવજીએ ચલમનો વિચાર છોડી ફરી માટલા બનાવવાનું શરૂ કર્યું.
00:00
00:21
Summarized by AI; it may make mistakes. Check important info

- વંદના ગોસ્વામી
- રવજીને સત્ય સમજાઈ ગયું તેને સાવ બનવા જ આવેલી ચલમ વિસજત કરી ફરી માટલું બનાવવા લાગ્યો. માટી પણ ખુશ થઇ કે પોતાનું જીવન કોઈની તરસ છીપાવવા થશે નહીં કે તડપી મરવા માટે!
ર વજીના માટલા આખા ગામમાં વખણાતાં. એક દિવસ રવજી સંબંધીના લગ્ન પ્રસંગે ગયો હતો. ત્યાં રવજીનો સ્કૂલનો મિત્ર પરેશ મળ્યો. તેણે હમણાં નવી કાર લીધી હતી. રવજીની પત્ની બંનેની વાત સાંભળતી હતી. એ રાતે એને પરેશની ગાડીના જ સપનાં આવ્યા. મોડો સૂતો તોય વહેલો ઊઠી ગયો. બસ હવે એનાથી ય મોંઘી કાર ઘરના આંગણે ઊભી રાખવાની ઉતાવળ જાગી!
પત્નીએ જાગીને આવી તો રવજીને બહાર ચાક પર કામ કરતો જોયો. એ શિયાળામાં તો આટલો વહેલો જાગી કામ નથી કરતો. ત્યાં તેણે જોયું રોજ જે ઘાટ ઘડવા માટી લે એના કરતા આજે સાવ ઓછી માટી લીધી હતી, કોઈ નવો ઘાટ એ બનાવવા મથતો હતો! શિયાળામાં ગરમાવો આપતી ગરમાગરમ ચા લઇ આવીને પૂછયું 'શું બનાવો છો ?'
'ગાડી બનવું છું, ગાંડી'
પત્ની હસવા લાગી ને બોલી 'માટીની ગાડી તે કોઈ લેતું હશે ખોટી મહેનત ન કરો' પણ એ તો એનું સાંભળ્યા વગર ઘાટ આપવા લાગ્યો, રવજીના મગજમાં બીજા ઘાટ પણ આકાર પામી રહ્યા હતાં. પત્નીને લગ્ન પ્રસંગમાં પરેશ સાથે થયેલી વાતનો તાળો મળી ગયો. પછી રવજી ઘાટ આપતા આપતા જ આખોમાં ચમક સાથે બોલ્યો 'ચલમ બનાંવું છું ચલમ, આ ચલમના રૂપિયા વધારે મળે ને આમાં માટી ય ઓછી વપરાય'
પત્ની આ સાંભળી અવાક બની ગઈ. પછી ધીમેથી પતિ પાસે આવી એના ગાલ પર હાથ મૂકી પૂછયું 'તમે ચલમ બનાવી કેટલા બધા લોકોના જીવનને વ્યસનના માર્ગે લઈ જશો? એના કરતા તો તમે માટલું બનાવો જેથી લાખો લોકોના પેટને ઠંડક મળશે અને ગાડીના એસી કરતા ઠંડક તમને વધુ મળશે.'
રવજીને સત્ય સમજાઈ ગયું તેને સાવ બનવા જ આવેલી ચલમ વિસજત કરી ફરી માટલું બનાવવા લાગ્યો. માટી પણ ખુશ થઇ કે પોતાનું જીવન કોઈની તરસ છીપાવવા થશે નહીં કે તડપી મરવા માટે!
સમાપન
દિવસમાં એક વખત પોતાની જાત સાથે વાત કરો, નહીંતર તમે દુનિયાના સૌથી બુદ્ધિશાળી માનવી સાથે વાત ક૨વાની તક ગુમાવી દેશો. - સ્વામી વિવેકાનંદ









