Sahiyar

જમતી વખતે મોબાઇલમાં મેસેજસ અને વીડિયો જોયા કરવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક

By GS Team
27 Jul 20262 mins read
જમતી વખતે મોબાઇલમાં મેસેજસ અને વીડિયો જોયા કરવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક

આધુનિક યુગ ડિજિટલ યુગ કહેવાય છે. જેમાં મોબાઇલ ફોન લોકોના જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે. સવારે ઊઠવાથી રાતના સૂતા સુધીમાં મોટા ભાગના લોકો સ્ક્રીન સાથે જોડાયેલા જ હોય છે. પરિણામે એની અસર આપણા ખાવા-પીવાની આદતો પર પણ પડે છે. બાળકો તેમજ મોટી વયના લોકો ખાતી વખતે મોબાઇલ પર સંદેશાઓ વાંચતા હોય છે અથવા તો વીડિયો અને રીલ જોતા હોય છે. તેઓ ખાતા-ખાતા પણ મીડિયા સ્કોલ કરવામાં અથવા તો ચેટિંગમાં વ્યસ્ત રહેતા હોય છે.
આ આદત સામાન્ય લાગતી હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો તેને પાચનતંત્ર અને હેલ્થ માટે નુકસાનદાયક માને છે. અહીં ખાતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગની હાનિ જણાવામાં આવી છે.
પાચનક્રિયા પર અસર
મોબાઇલ જોતાં જોતાં ખાવાથી પૂરુ ધ્યાન ભોજન પર રહેતુ ંહોતું નથી. જેથી ચાવવાની આદત પ્રભાવિત થાય છે. અધપચેલું ભોજન પેટમાં ગેસ, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.
વધુ પડતું ખવાઇ જવાની શક્યતા
મોબાઇલમાં વ્યસ્ત રહેવાથી મગજને પેટ ભરાઇ ગયા હોવાનો અહેસાસ થતો હોતો નથી. એવામાં લોકો આવશ્યકતાથી અધિક ખાઇ લેતા હોય છે જેથી વજન વધવાની અને ચરબીના થર શરીરે જામવાની શક્યતા રહે છે.
ગટ હેલ્થ પ્રભાવિત થઇ શકે
વિસેષજ્ઞાોના અનુસાર ધ્યાનપૂર્વ ભોજન કવાનું પાચનતંત્ર માટે જરૂરી છે. મોબાઇલનો ઉયોગ ખાતી વખતે કરવાથી ગટ અન ેબ્રેઇન વચ્ચેનો તાલમેળ પ્રભાવિત થઇ શકવાથી પાચન સંબંધી ફરિયાદો વધે છે.
બાળકોના સ્વાસ્થ્ય પર વધુ અસર
બાળકોમા ંમોબાઇલ જોતાં-જોતાં ખાવાની આદત વધુ જોવા મળે છે. ખાતી વખતે મોબાઇલ જોવાથી તેઓ સરખું પ્રમાણસર ભોજન કરતા ન હોવાથી તેમનામાં પોષણની કમી, શરીર પરમેદ વધવો અને પાચન સંબંધી સમસ્યાઓ ઉદભવી શકે છે.
માનસિક સ્વાસ્થ્ય પર અસર
મોબાઇલના સ્ક્રીન સામે ખાવાનું ખાવાથી વ્યક્તિ ભોજનનો આનંદ લઇ શકતો હોતો નથી તેમજ તાણનો ભોગ બને છે. આ રીતે ખાવાનું ખાવાથી માઇન્ડફુલ ઇટિંગની આદતનો નાશ થાય છે.
ઇનફેકશન
મોબાઇલ ફોન પર વિવિધ પ્રકારના બેકટેરિયા અનેકીટાણુઓ હોય છે. ખાતી વખતે મોબાઇલને વારંવાર સ્પર્શ કરવાથી આ કીટાણુઓ શરીરમાં સરળતાથી પ્રવેશે છે.
પાચનક્રિયાના ઉત્તમ બને માટે ભોજન કરતી વખતે મોબાઇલ અન ેટીવીથી દૂર રહેવું. ખાવાનું ચાવીચાવીને ખાવું. શાંત માહોલમાં ભોજન કરવું અને પરિવાર સાથે ભોજન કરવું જોઇએ.

  • જયવિકા