Sahiyar

પ્રથમ ભારતીય બે મહિલા ડૉકટર : પીડા અને પડકારો

By GS Team
28 Sep 20263 mins read
પ્રથમ ભારતીય બે મહિલા ડૉકટર : પીડા અને પડકારો
  • વંદના ગોસ્વામી
  • કાદંબિની
  • આનંદી

નારી ધારે તો શું કરી શકે એના અનેક ઉજ્જવળ ઉદાહરણ આપણી પાસે છે. આજે તો નારી દરેક દિશામાં આગળ ને આગળ ધપી રહી છે પણ પહેલાના સમયમાં એને અનેક સંઘર્ષ કરવા પડતા હતા. એ પીડાના પહાડને ચીરીને પણ એણે પોતાનો રસ્તો કાઢયો હતો.
બિહારના ભાગલપુર ગામની શાળાના આચાર્યએ ખાલી શાળાના સીમાડા સુધી કે શાળાના કેમ્પસનો જ વિકાસ કર્યો ન હતો. એમણે સુધારવાદી યુવાનો સાથે મળીને ભાગલપુર મહિલા સમિતિની રચના કરી માહિલા સંગંઠન ૧૮૬૩માં સ્થાપ્યું. ભારતમાં સંભવત: એ પ્રથમ મહિલા સંગઠનની રચના કરનાર એક આચાર્ય જ ન હતા એના કરતા એક દીકરીના બાપ હતા એ કહેવું વધુ યોગ્ય છે. એ દીકરીઓ આગળ વધે એ માટે સતત મહેનત કરતા હતા. એક દાખલો બેસે એટલે એમણે પોતાની દીકરીથી શરૂઆત કરી અને પછી જાહેરમાં અનેક દીકરીઓ આવતી થઇ.
એમની દીકરી કાદંબિની બ્રજકિશોર બાસુ. બ્રજકિશોર બાસુના સંગઠનના માધ્યમથી મહિલામાં શિક્ષણ માટે જાગૃતિ આવી. બ્રજકિશોરના સંગઠનથી મહિલાઓમાં જાગૃતિ આવવાને કારણે દીકરીએ પ્રાથમિક શિક્ષણ સુધી પહોંચી. એ બ્રજકિશોરે દીકરી કાદંબિનીને આગળ અભ્યાસ માટે કોલકતાની બંગલા મહિલા વિદ્યાલયમાં આગળના અભ્યાસ માટે મોકલી. ૧૮૭૮માં કલકત્તા મહાવિધાયાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી કાદંબિની ભારતનમાં મહાવિધાયાલયમાં પ્રવેશ મેળવનારી પ્રથમ મહિલા બની ગઈ. કાદંબિનીએ કોલકાતાની બેથુર કોલેજમાં ૧૮૮૩માં સ્નાતકની પદવી મેળવી. કાદંબિનીની સાથે બીજી એક યુવતી ચંદ્રમુખી બાસુએ પણ સ્નાતક પૂર્ણ કર્યું. ભારતીય યુવતીઓ સ્નાતક થઇ હોય એવી બ્રિટિશ ઇન્ડિયા વખતની આ પ્રથમ યાદગાર ઘટનાહતી. એ સમયના અખબારોમાં પણ ભારતની પ્રથમ બે મહિલા સ્નાતક-કાદંબિની અને ચંદ્રમુખીના ફોટા સાથે પ્રશંસા ફૂલ વરસ્યાં હતાં. ચંદ્રમુખીએ પ્રોફેસરની જોબ શરૂ કરી પણ કાદંબિનીના કદમ હજી અટક્યા નહીં, કલકતા મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવી ૧૮૮૬માં ડૉકટરની પદવી મેળવી. તેથી એ બ્રિટીશ ઇન્ડિયાની પ્રથમ મહિલા ડોકટર બની. મેડિસીનની પ્રેક્ટીસ કરી શકે એવી કાદંબિનીને ભારતની પ્રથમ મહિલાનો તાજ પહેરાવવામાં આવ્યો. ત્યારબાદ ૧૮૯૨માં બ્રિટન ગયા અને મેડિસિનને લાગતાં તાલીમી અભ્યાસ પણ કર્યા. ભારત આવી તેમણે કરાચી (હાલમાં પાકિસ્તાન)ની હોસ્પિટલમાં નોકરી શરૂ કરી. તેમના લગ્ન દ્વારકાનાથ ગાંગુલી સાથે થયાં. પરિવારથી દૂર નોકરી કરવી એ સમયે મુશ્કેલ હતું એટલે કરાચીની નોકરી મૂકી પ્રાયવેટ પ્રેક્ટીસ શરૂ કરી.
એ સમયે બીજા એક મહિલા ડોક્ટર પણ કાદંબિનીની સાથે નામ નોધાવી ચુક્યા હતાં.
મહારાષ્ટ્રમાં ૧૮૭૪ એક ઘટના બની, ત્યાં નવ વર્ષની બાળકી યમુનાના ૨૦ વર્ષના વિધૂર સાથે લગ્ન કરવામાં આવ્યા. લગ્ન પછી તેનું નામ આનંદી રાખવામાં આવ્યું. ૧૪ વર્ષની ઉંમરે કિશોર અવસ્થામાં તે માતા બની પણ યોગ્ય પોષણ ન મળવાથી તેનો પુત્ર દસ દિવસમાં જ મૃત્યુ પામ્યો. પુત્રના મૃત્યુના આઘાતથી આનંદી પર દુ:ખના ડુંગરા પડયા. આ દુ:ખ ભૂલે એટલે એના પતિ ગોપાલરાવએ આગળ અભ્યાસ કરવા પ્રોત્સાહન આપ્યું. તેઓ પ્રખર સમાજ સુધારક હતા. સ્ત્રી ઉત્થાન માટે તેમણે ઘણાં કાર્યો કર્યા હતા. ૧૮૮૦માં આનંદીએ અભ્યાસ શરૂ કર્યો. શાળાનો અભ્યાસ પૂર્ણ કરી અને આનંદીએ પોતાના સાથે બનેલી ઘટના બીજા સાથે ન થાય એટલા માટે ડૉકટર બનવાનું નક્કી કર્યું. ગોપાલરાવે અમેરિકા અભ્યાસ આ માટે મોકલ્યા. સામાજિક સંસ્થાઓના સહકાર અને પોતાની થોડી જમાપૂંજીથી આનંદી ડોકટર બની.
આ બંને ભારતમાં મહિલા ડૉકટર તરીકે પ્રથમ નામ નોંધાવનારા મળે છે. પણ બંનેમાં તફાવત માત્ર એ હતો કે કાદંબિનીએ દેશમાં રહીને ભણ્યા હતા અને આનંદી વિદેશમાં જઈને અભ્યાસ કર્યો હતો. આજે બે દીપકથી બેહિસાબ મહિલા દીપક ઝળહળે છે.
સમાપન
પ્રેમ અને સમર્પણ સ્ત્રીઓને મળેલી એવી કુદરતી બક્ષિસ છે કે એનાથી તે દુનિયાના કપરામાં કપરાં કાર્યો પણ હસતાં હસતાં પાર પાડી શકે.

  • બેચેન્દ્રી પાલ