Sahiyar

સ્ટાર્ટર મેરેજ : લગ્નમાં ટ્રાયલ જેવું કંઈ હોય...?

By GS Team
10 Aug 20264 mins read
સ્ટાર્ટર મેરેજ : લગ્નમાં ટ્રાયલ જેવું કંઈ હોય...?
  • સ્ટાર્ટર મેરેજ યોગ્ય છે કે, નહીં તેવા સવાલનો કોઈ એક જવાબ નથી. કેટલાક લોકો માટે આ વ્યાવહારિક રસ્તો હોઈ શકે છે, જ્યારે બીજા લોકો તેને સંબંધોની સ્થિરતા માટે પડકાર માને છે. સંબંધ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તેમાં વિશ્વાસ, સન્માન, વાતચીત અને એકબીજાને સમજવાની ઈચ્છા હોય. માત્ર કોઈ ટ્રેન્ડને કારણે આ નિર્ણય લેવો યોગ્ય નથી.

જેનિશા અને ક્રિશ ઓસ્ટ્રેલિયામાં સાથે ભણતા હતા. તેમનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમણે અભ્યાસ પૂરો થયા બાદ પોતાના પરિવારને જણાવ્યું કે, અમારે લગ્ન કરવા છે. તેમના માતા-પિતા પણ મુક્તમને તેના માટે રાજી થયા. બંને પરિવારજનોએ આનંદ સાથે જેનિશા અને ક્રિશને પરણાવવાની તૈયારીઓ હાથ ધરી. હજી તો થોડીઘણી તૈયારીઓ શરૂ થઈ ત્યાં જ મોટો વિસ્ફોટ થયો.
જેનિશા અને ક્રિશે પરિવારજનોને જણાવ્યું કે, અમારે લગ્ન પાછળ ખાસ ખર્ચ કરવો નથી. બને એટલા મિનિમમ લોકો અને મિનિમમ બજેટમાં લગ્ન કરવા છે. તેના કારણે એકાએક ડેસ્ટિનેશનલ વેડિંગ પ્લાન કરાયું અને ત્યારબાદ તેઓ સીધા જ હનીમૂન કરવા જતા રહેશે અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા પરત ફરી જશે તેવા આયોજન કરાયા. બંનેના પરિવારને પ્રારંભિક રીતે ખર્ચ બચાવવાનો અને વધેલી રકમ પોતાના માટે ઉપયોગમાં લેવાનો અભિગમ ગમ્યો. આ આયોજનના પડદા પાછળ જે ખેલ હતો તે અનાયાસ ખુલ્લો પડી ગયો બંનેના ઘરમાં કાગારોળ મચી ગઈ.
વાત એવી બની કે, ક્રિશ અને જેનિશાએ સ્ટાર્ટર મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. તેના માટે તેમણે કોન્ટ્રાક્ટ પેપર બનાવડાવ્યા હતા. આ પેપર એક વકીલ પાસે બનાવડાવ્યા હતા જેણે રેફરન્સ માટે ક્રિશના જ માસાની સલાહ લીધી હતી. ક્રિશના માસાએ આ બોમ્બો ફોડયો અને મોટો હોબાળો થયો. બંને એ સ્પષ્ટ જણાવી દીધું કે અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ પણ લગ્ન પછી ખરેખર એકબીજા સાથે રહી શકીશું કે નહીં તેની હાલમાં કોઈ ગેરન્ટી નથી. લગ્ન બાદ બીજા કોઈ સોશિયલ કે લિગલ કોમ્પ્લિકેશન્સ ન આવે તે માટે આ વ્યવસ્થા કરી છે. પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ છે, જો તેમાં વાંધો નહીં આવે તો લગ્નજીવન આખી જિંદગી ચાલશે અને સમસ્યા થશે તો કરારની શરતો પ્રમાણે ત્યારે જ છુટા પડી જઈશું.
હકિકતે સમાજમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. સમય બદલાઈ રહ્યો છે અને તેની સાથે સંબંધોને જોવાનો દ્રષ્ટિકોણ પણ ઝડપથી બદલાતો જોવા મળી રહ્યો છે. એક સમયે લગ્નને આજીવન પાળવાનું એક વચન માનવામાં આવતું હતું, પરંતુ હવે નવા જમાનામાં નવી પેઢી તેને અલગ નજરે જોવા લાગી છે. સોશિયલ મીડિયા, બદલાતી લાઈફસ્ટાઈલ અને વ્યક્તિગત આઝાદીના વિચારે સંબંધોના અર્થ પણ બદલી નાખ્યા છે. આ જ ફેરફારો વચ્ચે એક નવો શબ્દ ઝડપથી ચર્ચામાં આવ્યો છે, સ્ટાર્ટર મેરેજ. પહેલી નજરે આ શબ્દ થોડો વિચિત્ર લાગી શકે છે, પરંતુ પશ્ચિમી દેશોમાં તેના પર ખુલ્લીને વાત થઈ રહી છે.
કેટલાક લોકો તેને સંબંધને સમજવાનો વ્યાવહારિક રસ્તો માને છે, તો ઘણા લોકોનું કહેવું છે કે આનાથી લગ્ન જેવી સંસ્થાની ગંભીરતા ઓછી થઈ શકે છે. સ્ટાર્ટર મેરેજ એટલે એવા પ્રથમ લગ્ન, જે સામાન્ય રીતે પાંચ વર્ષ કે તેથી ઓછા સમય સુધી ચાલે છે. જો આ સમયગાળા દરમિયાન પતિ-પત્નીને એવું લાગે કે તેઓ એકબીજા સાથે લાંબા સમય સુધી ખુશ નથી રહી શકતા, તો તેઓ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લે છે. સામાન્ય રીતે આવા લગ્નમાં બાળકો નથી હોતા અને બંને આ અનુભવને જીવનની શીખ માનીને આગળ વધે છે. આ વિચારસરણી ધરાવતા લોકોનું કહેવું છે કે દરેક સંબંધ સફળ થાય તે જરૂરી નથી. તેથી જો શરૂઆતમાં જ બંનેને લાગે કે તેમનો સાથ આગળ નહીં ચાલી શકે, તો માનપૂર્વક અલગ થઈ જવું વધુ સારું છે.
દુનિયામાં 'સ્ટાર્ટર મેરેજ' શબ્દ પહેલીવાર વર્ષ ૧૯૯૪માં ચર્ચામાં આવ્યો હતો. આ શબ્દનો ઉપયોગ પત્રકાર ડેબોરા શૂપેક દ્વારા પોતાના એક લેખમાં કરવામાં આવ્યો હતો, જે તે સમયે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. પાછળથી આ શબ્દ પશ્ચિમી દેશોમાં સંબંધો પર થતી ચર્ચાઓનો હિસ્સો બની ગયો. હાલના વર્ષોમાં સોશિયલ મીડિયા અને પોડકાસ્ટ દ્વારા આ શબ્દ ફરીથી લોકપ્રિય થયો છે. હવે ઘણા લોકો તેને આધુનિક સંબંધોની બદલાતી વિચારસરણીનું ઉદાહરણ માને છે.
આજની યુવા પેઢી કરિયર, આથક સ્વતંત્રતા અને માનસિક સંતુલનને ખૂબ મહત્વ આપે છે. ઘણા લોકો માને છે કે માત્ર સામાજિક દબાણને કારણે કોઈ સંબંધ નિભાવવાને બદલે ખુશ રહેવું વધુ જરૂરી છે. જો લગ્નના શરૂઆતના વર્ષોમાં જ બંને વચ્ચે સતત મતભેદ રહે અને તેમને ભવિષ્ય સાથે .
ત્વચાના રોગો: સામાન્યપણે ફૂગ અને બેક્ટેરીયાને કારણે ત્વચા ઉપર ચેપ લાગે છે. વધુ પડતી ભીનાશ અને ભેજને કારણે સાથળના સાંધા, સ્તનની નીચે અને બગલમાં ફૂગને લીધે ચેપ લાગી શકે છે. જો હવા પસાર થઇ શકે નહીં તેવા રબરના શૂઝ પહેરો તો પરસેવાને કારણે દુર્ગંધ ઊભી થાય છે, જે ચેપ ફેલાવે છે.
સાવચેતી: ખૂબ જ ટાઇટ હોય કે નાયલોનના હોય તેવા વસ્ત્રો પહેરવા નહીં, જે જલદી સૂકાય નહીં. ટાઇટ જિન્સ ભીનું થઇને જલદી સૂકાતું નથી તેથી તે પહેરવું નહીં. સારા જૂતા ખરીદો, જેમાંથી હવા પસાર થઇ શકે અને જો તે ભીના થઇ જાય તો સૂકાઇ ગયા પછી જ પહેરો. આખા શરીરે અને પગની આંગળીઓની વચ્ચે પણ દરરોજ એન્ટી બેક્ટેરીયલ કે એન્ટી ફંગલ પાઉડર લગાડો.